જલ્દી આવશે ડિજિટલ આઈડી કાર્ડ? ખતમ થશે આધાર કાર્ડ, પેન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસેંસ રાખવાનો ભાર

0
364
views

આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ સહીત અનેક કાર્ડ તમારે પોતાની પાસે રાખવા પડે છે. એક ભારતીય નાગરિક લગભગ અડધો ડઝન કાર્ડ પોતાના પોકેટમાં લઈને ફરે છે. પરંતુ ખૂબ જ જલ્દી માત્ર એક જ કાર્ડ દરેકની ભરપાઇ પૂરી કરી દેશે. તમારે અલગ-અલગ ડોક્યુમેન્ટ રાખવાની જરૂરિયાત રહેશે નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હાલમાં જ ઈશારો આપે છે કે પૂરા દેશમાં એક જ કાર્ડની વ્યવસ્થા કરવાની પ્લાનિંગ છે.

કયા કયા કાર્ડ રાખે છે ભારતીય

આધારકાર્ડ, ચુંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, ગેસ કનેક્શન, રાશનકાર્ડ જેવા જરૂરી દસ્તાવેજ એક ભારતીય નાગરિક પાસે રાખવાના હોય છે. આટલું જ નહીં પરંતુ સરકારી યોજના માટે પણ અલગ અલગ કાર્ડ હોય છે. તેમાં મનરેગા, જોબ કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, બીપીએલ કાર્ડ પણ રાખતા હોય છે, તેના વગર દરેક કામ અટકી જાય છે.

શું છે સરકારની પ્લાનિંગ

સરકારની પ્લાનિંગ છે કે દરેક કાર્ડ ને એક કાર્ડ રિપ્લેસ કરી દેવામાં આવશે. સરળ ભાષામાં સમજાવી એ તો એક જ કાર્ડથી દરેક ફાયદા મળશે. તેના માટે અમુક ગાઈડલાઈન્સ નક્કી થશે પરંતુ ઓળખપત્ર રીતે એક જ કાર્ડને રાખવાની જરૂરિયાત રહેશે. ત્યારબાદ દરેક કાર્ડ સંપૂર્ણ રીતે માન્ય રહેશે, પરંતુ એક દરેક કાર્ડ સાથે રાખવાની જરૂરિયાત રહેશે નહીં. દરેક કાર્ડને નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર દ્વારા એક પ્લેટફોર્મ પર લાવવાનો વિચાર ચાલી રહ્યો છે.

બીજા દેશોમાં પહેલાથી જ છે આ વ્યવસ્થા

વિદેશોમાં પણ આ વ્યવસ્થા છે, પરંતુ તેના માટે ઇલેક્ટ્રોનિક ડેટાબેસ તૈયાર કરવા પડશે. અત્યારે ઇશારો મળી ચૂકી છે કે સરકાર કયા પ્રકારની પ્લાનિંગ કરે છે. ડ્રાઇવિંગ લાઇસન્સ, બેંક ખાતુ, હેલ્થ કાર્ડ અને ઓળખાણ માટે દુનિયાભરના દેશોમાં માત્ર એક કાર્ડ ચાલે છે. આ કાર્ડની ખાસિયત એ છે કે તેમાં ઇલેક્ટ્રોનિક ચીપ લાગેલી હોય છે. જે ડેટાબેઝ થી જોડાયેલી હોય છે તેનાથી કાર્ડ હોલ્ડરની બધી જાણકારી મળી જાય છે.

યુરોપ ચીન અને બીજા દેશોમાં પણ સિંગલ કાર્ડ

ભારતની જેમ બીજા દેશોમાં પણ તેને એડોપ્ટ કરી રહ્યા છે. તેમજ ચીને પાછલા વર્ષમાં 16 વર્ષથી વધુ ઉંમરના દરેક નાગરિક માટે ડિજિટલ આઈડી કાર્ડ ચાલુ કરી દીધા છે. તેમાં વ્યક્તિની જન્મતિથિ, જાતિ, લિંગ, ધર્મ અને ઓળખ નંબર હોય છે. વળી, યુરોપમાં પણ એક આઇડી કાર્ડ માટે આ વર્ષે એપ્રિલમાં નવા કાયદા લાવવાને મંજૂરી આપી છે. ત્યારબાદ સમગ્ર યુરોપમાં એક જ આઇડી કાર્ડ હશે. યુરોપમાં અત્યારે 250 થી વધુ કાર્ડ ઉપયોગ આવે છે. એપ્રિલ 2020 થી કાર્ડ લાગુ થઈ જશે. જેને ફિંગરપ્રિન્ટ પ્રણાલી સાથે જોડવામાં આવશે. તે ઉપરાંત મલેશિયા, ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા, નાઇજીરીયા, અલ્જીરિયા અને કેમરોન જેવા દેશોમાં પણ નેશનલ આઇડી કાર્ડ લોન્ચ કરવામાં આવશે.

શું હશે આ ના ફાયદા

  • ઉપભોક્તાને એક સાથે અનેક કાર્ડ સાથે રાખવાની જરૂર નહીં પડે. સાથોસાથ કાર્ડનાં નંબર યાદ રાખવાની પણ મુશ્કેલ નહીં થાય.
  • પાન અને આધાર લિંક થવાથી ૨ પાનકાર્ડ રાખીને છેતરપિંડી કરતાં લોકો પર લગામ લાગશે.
  • આધાર કાર્ડ સાથે ચુંટણી કાર્ડ લિંક થવાથી પણ ખોટા મતદાતાની ઓળખ થઈ શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here