“હિક્કા” વાવાઝૉડુ ગુજરાતને અસર કરશે? તેનાથી ગુજરાત સલામત છે કે નહીં? વાંચો અહિયાં

0
768
views

ગુજરાતમાં પાછલા થોડા દિવસોથી વરસાદ થઈ રહ્યો છે. ગુજરાતમાં વરસાદ આપવા વાળી સિસ્ટમ અરબ સાગર માં ઓછા દબાણના રૂપમાં બનેલ હતી. આ સિસ્ટમ પ્રભાવિત થતા ચક્રવાતી તોફાન બની ગયેલ છે. જો કે આ તોફાન ગુજરાત પર ભારે વરસાદ લાવશે નહીં. પરંતુ પશ્ચિમ દિશામાં ઓમાન તરફ વળી જશે. પરંતુ હવામાન જાણકારોનું માનવું છે કે આ તોફાન ઓમાન તરફ જવા છતાં પણ ગુજરાતમાં થોડો વરસાદ લાવી શકે છે. ગુજરાતના દક્ષિણ જિલ્લાઓમાં પાછલા ૨૪ કલાક દરમિયાન અમુક સ્થાન ઉપર હળવો તથા મધ્યમ વરસાદ થયેલ છે. પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદ થયેલ છે. આ દરમિયાન વડોદરામાં ૧૨.૪ મી.મી., પોરબંદરમાં ૧૧ મી.મી. અને વેરાવળમાં ૫.૪ મી.મી. વરસાદ રેકોર્ડ કરવામાં આવેલ છે.

સ્કાયમેટ નું હનુમાન છે કે હક્કા ચક્રવાત પશ્ચિમ દિશામાં જશે. તેમ છતાં પણ ગુજરાત પર આવતા ૨૪ થી ૪૮ કલાક સુધી હવામાન ભેજવાળું વાતાવરણ ઓછું થશે નહીં જેના લીધે રાજ્યના દક્ષિણ અને પૂર્વ ભાગમાં હળવો થી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

ચક્રવાતી તોફાન આ સમયે અરબ સાગરના ઉત્તર-પૂર્વી અને મધ્ય પૂર્વીય ભાગમાં રહેલ છે. તે ક્રમશઃ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહેલ છે. તેના આગળ વધવાના કારણે ગુજરાતને તેનાથી પ્રભાવિત થવાનો ખતરો હાલમાં ટળી ગયેલ છે. જોકે ૨૫ સપ્ટેમ્બર આસપાસ ગુજરાત પર ચક્રવાતી હવાઓનુ ક્ષેત્ર વિકસિત થઈ શકે છે. જે ગુજરાતમાં ફરી મોનસુનને સક્રિય કરી દેશે.

આશા છે કે ૨૬ સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદની ગતિવિધિઓ વધી જશે. ૨૬ થી ૨૮ સપ્ટેમ્બર ની વચ્ચે ગુજરાતના અમુક સ્થાન ઉપર મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે. વધારે પડતો વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં થશે. કચ્છ વિસ્તારમાં ઘણા દિવસોથી સારો વરસાદ થયેલ નથી. આશા રાખવામાં આવેલ છે કે ૨૬ થી ૨૮ વચ્ચે અહીંયા પણ સારો વરસાદ થશે.

મહેસાણા પાટણ ઈડર સાબરકાંઠા બનાસકાંઠા ભુજ નલિયા જામનગર કંડલા દ્વારકા અને ઓખા સહિત ઘણા શહેરોમાં ૨૬ થી ૨૮ સપ્ટેમ્બર ની વચ્ચે વરસાદ થઈ શકે છે. આગામી વરસાદને કારણે ગુજરાતમાં વરસાદના આંકડા વધારે ઉપર પહોંચી શકે છે, જ્યાં પહેલાથી જ સામાન્ય થી વધારે વરસાદ રેકોર્ડ કરવામાં આવ્યો છે. પૂર્વ ગુજરાતમાં સામાન્યથી ૨૫% વધારે અને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં સામાન્યથી ૪૪% ટકા વધારે વરસાદ આ વખતે થયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here