ચંદ્રયાન-૨ : હવે વિક્રમ લેંડર સાથે સંપર્ક કરવાની આશા ખતમ, ચંદ્ર પર બન્યું કઈક આવું

0
315
views

દેશની નજર અત્યાર સુધી બહુ પ્રશિક્ષિત મિશન ચંદ્રયાન-2 છે. ISRO વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહેલ છે. પરંતુ અત્યાર સુધી સફળતા નથી મળી હવે કંઈક એવું છે કે હવે ચંદ્ર ઉપર સાંજ થવા લાગી છે અને હવે વિક્રમ સાથે સંપર્કની આશા પૂર્ણ થઈ ગઈ છે.

7 સપ્ટેમ્બર મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ વિક્રમ લેન્ડર ચંદ્રના દક્ષીણ ધ્રુવ ઉપર પડ્યો હતો. જે સમયે ચંદ્રયાન-૨ નો વિક્રમ લેન્ડર પડ્યું તે સમયે ત્યાં સવાર હતી એટલે કે સૂર્યના કિરણો ચંદ્ર ઉપર પડવાની શરૂઆત થઈ ગઈ હતી. ચંદ્રનો પૂરો દિવસ એટલે કે સૂરજના કિરણો વાળો સમય, પૃથ્વીના ૧૪ દિવસ બરાબર હોય છે એટલે કે ૨૦ કે ૨૧ સપ્ટેમ્બર ચંદ્ર ઉપર રાત થઈ જાય છે.

14 દિવસ કામ કરવાનું મિશન લઈને ગયેલ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરના મિશનનો સમય પૂરો થઈ જશે. આજે ૧૯ સપ્ટેમ્બર છે એટલે ચંદ્ર ઉપર ૨૦-૨૧ સપ્ટેમ્બરનાં થતી રાતના અમુક કલાક પહેલાનો સમય. એટલે કે હવે ચંદ્ર ઉપર સાંજ થવાનો સમય ચાલુ થઇ ગયો છે એટલે વિક્રમ સાથે સંપર્ક થવાની કોઈ આશા નથી.

એક મીડિયા હાઉસને નાસનાં સાઇન્ટીસ્ટ નોવા ઈ પેટ્રોએ જણાવ્યું કે, ચંદ્ર પર સાંજ થવા લાગી છે. તેમણે કહ્યું કે નાસાનું સેટેલાઇટ વિક્રમ લેન્ડર ફોટો તો લેશે પરંતુ એ કન્ફર્મ નથી કે ફોટો આવશે કે નહીં. તેમણે કહ્યું કે સાંજના સમયે સૂર્યના કિરણોની રોશની ઓછી હોય છે તેથી ચંદ્ર પર રહેલી કોઈપણ વસ્તુ સ્પષ્ટ રીતે ફોટામાં લેવી ખૂબ જ મુશ્કેલ ભર્યું કામ છે. જોકે તે તસ્વીરોને ઇસરોની સાથે જોડવામાં આવશે.

એટલું જ નહીં જો 20 અને 21 સપ્ટેમ્બર સુધીમાં કોઈ એજન્સીને વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવામાં સફળતા મળી તો સારું છે નહીં તો ફરી બીજી વખત વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત કરવો એ કોઈ ચમત્કારથી ઓછું નથી. કેમકે ચંદ્ર ઉપર રાત ચાલુ થઈ ગઈ છે જે પૃથ્વીના ૧૪ દિવસ બરાબર હોય છે અને તે સમયે ચંદ્રને સૂરજ ની રોશની નથી મળતી જ્યાં વિક્રમ લેન્ડર પડેલું છે હવે જોવાનું એ છે કે બચેલા દિવસોમાં ઇસરો કે પછી નાસા વિક્રમ લેન્ડર થી સંપર્ક સ્થાપિત કરવામાં સફળ થાય છે કે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here