હવે અનમેરીડ કપલ્સ પણ એકબીજા સાથે સમય પસાર કરવા માટે બુક કરવી શકે છે શોર્ટ સ્ટે રૂમ

0
1045
views

સંકુચિત વિચારધારાને ચુનોતી આપતા જાપાનના રસ્તે ચાલતા હવે ભારતમાં પણ અનમેરીડ કપલ્સ ને અંગત પળો માણવા માટે હોટલ એટલે કે લવસ્ટે ખુલી ચુક્યા છે. જ્યાં કાનૂની રૂપમાં વયસ્ક થયેલ કોઈપણ યુવા કપલને કોઈ પણ સવાલ કર્યા વગર પૂરી પ્રાઇવસી મળશે. જેમાં કપલ્સ કોઈપણ પ્રકારની દખલ વગર પોતાના પાર્ટનર સાથે સમય પસાર કરી શકે છે. ભારતમાં હવે આ પ્રકારની ઘણી હોટેલ ખુલવા લાગી છે, જેમાં શોર્ટ સ્ટે માટે રૂમ આપવામાં આવતા હોય.

સ્ટે વીથ યોર લવ, સાઈલેંટલી એન્ડ પ્રાઈવેટલી

હવે ભારતમાં પણ જાપાન ની જેમ અન મેરિડ કપલ ને બજેટ ફ્રેન્ડલી હોટલ મળશે, જ્યાં તેઓને ઓછા સમય માટે રૂમ આપવામાં આવશે. જેથી કરીને કોઈ પણ ડર વગર અને સંકોચ વગર તેઓ એકબીજા સાથે સમય વિતાવી શકશે. શોર્ટ સ્ટે રૂમમાં કપલને બહારની દુનિયાથી કોઈ પણ પ્રકારનો ખતરો રહેશે નહીં અને કોઈપણ તેમનો દરવાજો ખખડાવીને તેમની પ્રાઇવેસી માં ખલેલ પહોંચાડશે નહીં. ટૂંકમાં શોર્ટ સ્ટે રૂમ સર્વિસ – લવસ્ટે ની ટેગલાઇન છે -“સ્ટે વીથ યોર લવ, સાઈલેંટલી એન્ડ પ્રાઈવેટલી”.

સંકુચિત વિચારધારાને ચુનોતી

૨૦૧૬માં શરૂ કરવામાં આવેલ દિલ્હી બેજ આ સ્ટાર્ટ અપ હવે દેશની સંકુચિત વિચારધારાને ચુનોતી આપી રહેલ છે. લવસ્ટે ના ફાઉન્ડર સુમિત આનંદનો કહેવું છે કે, “ભારતીય સંવિધાન અનુસાર જો કોઈ નિયમ કે કાનૂન નથી, જે કોઈપણ વયસ્ક પ્રેમી જોડાને હોટલમાં રૂમ લેવાથી રોકી શકે. જ્યારે બંને વયસ્ક છે અને બંને પાસે સરકારી આઇ કાર્ડ છે તો ભારતનો કોઈ કાયદો તેમને રૂમ લેવાથી રોકી શકતો નથી.

પ્રાઈવેસી ની સાથે સુવિધાઓ

ભારતમાં સંકુચિત વિચારધારાના લોકો જ્યાં અનમેરીડ કપલ્સ માટે બનાવવામાં આવતા લવસ્ટેના કોન્સેપ્ટને ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ બતાવતા વિરોધ કરી રહ્યા છે, વળી પ્રગતિવાદી વિચારધારાના લોકો તેનું દિલ ખોલીને સ્વાગત પણ કરી રહ્યા છે. આ પ્રકારના હોટલમાં કપલને એકબીજાની નજીક આવવા માટે પુરી પ્રાઈવેસી આપવામાં આવે છે અને તમામ સુવિધાઓ પણ આપવામાં આવે છે. આ સુવિધાઓ માં સ્પેશિયલ બર્થ ડે કેક, લવ કિટ્સ, ફૂલ અને અન્ય પારંપરિક ગિફ્ટ ની ડિલિવરી પણ રૂમમાં કરાવી આપવામાં આવે છે.

વયસ્કોને રૂમમાં રહેવા માટે પરવાનગી

જો કાયદાની નજરથી જોવામાં આવે તો ભારતીય સંવિધાન અનમેરીડ કપલ્સ ને પોતાની મરજીથી હોટલમાં એક રૂમમાં રહેવા માટેની મંજૂરી આપે છે. જ્યારે એવો કોઈ નિયમ નથી જેમાં એવું કહેવામાં આવેલ હોય કે અનમેરીડ કપલ્સ હોટેલના એક રૂમમાં નથી રહી શકતા. લવસ્ટે ભારત નો પહેલો એવો બજેટ ફ્રેન્ડલી હોટેલ છે જે અનમેરીડ કપલ્સ ને તેમની પ્રાઈવેસી નો પૂરો ખ્યાલ રાખતા થોડા કલાકો માટે રૂમ ઉપલબ્ધ કરાવે છે. આ હોટલોમાં રૂમમાં રોકાવા માટે ૧૨ કલાકના ટેરીફ ના આધાર પર ચાર્જ લેવામાં આવે છે.

લવસ્ટે હોટલની બુકિંગ કરાવવા માટે ફક્ત તેમની વેબસાઈટ પર જવાનું રહેશે. લવસ્ટે ની એપ્લિકેશન અથવા વેબસાઈટ લોકેશન પર તારીખ અને રોકાવાનો સમય મુજબ હોટેલ નું પૂરું લિસ્ટ બતાવશે. રિઝર્વેશન અને પેમેન્ટ ની પ્રક્રિયા પણ ખૂબ જ આસાન છે. લવસ્ટે એ ૫૦૦ થી વધારે પાર્ટનર હોટલો સાથે ભાગીદારી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here