હવે Jio ની આ સર્વિસથી તમે દેશભરમાં કોઈપણ મોબાઇલમાં મફતમાં વાત કરી શકશો, આવી રીતે કરો એક્ટિવેટ

0
1801
views

ટેલીકોમ અને બ્રોડબેન્ડ સેકટર પછી કંપનીઓનો નવો ટાર્ગેટ VoWifi કોલિંગ પર પકડ મજબૂત કરવાનો છે. આ જ દિશામાં આગળ વધતા રિલાયન્સ જીયોએ દેશભરમાં પોતના યુઝર્સ માટે વિડિઓ અને વોઇસ વાઈ-ફાઈ કોલિંગ સર્વિસને લોન્ચ કરી દીધી છે. આ સર્વિસની મદદથી કંપની યુઝર્સને ઇંડોર કોલિંગ સર્વિસનો એક્સપિરિયન્સ દેવાનો દાવો કરી રહી છે. આ સર્વિસને યુઝર્સ જીયોના કોઈ પણ પ્લાન સાથે વાપરી શકશે. તેના માટે કંપની કોઈ એકસ્ટ્રા ચાર્જ નથી લઈ રહી.

જીયોના ડાયરેક્ટર આકાશ અંબાણીએ કહ્યું છે કે “આ સમયે એક સામાન્ય જીયો યુઝર દર મહિને ૯૦૦ મિનિટનું વોઇસ કોલિંગ કરે છે. વધતા જતા યુઝર બેઝને જોઈને જીયો વાઇ-ફાઈ કોલિંગ એ વાતને સુનિશ્ચિત કરશે કે તેમને બેસ્ટ વોઇસ કોલિંગ એક્સપિરિયન્સ મળે. આ સર્વિસને તમે અહીંયા બતાવવામાં સરળ સ્ટેપ ફોલો કરી સ્માર્ટફોન પર એક્ટિવેટ કરી શકો છો.

એન્ડ્રોઇડમાં એક્ટિવેટ કરવા માટે

  • ફોનના સેટિંગ્સ ઓપ્શનમાં જાવ.
  • અહીયા બતાવવામાં આવેલ કનેક્શન ફીચર પર ટેપ કરો.
  • ત્યારબાદ તમને વાઇ-ફાઈ કોલિંગનો ઓપ્શન મળશે.
  • ઓપ્શનની ડાબી બાજુ આપેલ ટોગલને ઓન કરો.

iOS પર આ રીતે કરો એક્ટિવેટ

  • સેટિંગ્સમાં આપેલ ફોન ઓપ્શન પર જાવ.
  • કોલ્સ સેક્શનની નીચે આપેલ વાઈ-ફાઈ કોલિંગ ઓપ્શન પર ટેપ કરો.
  • હવે ‘Wi-Fi Calling on this iPhone’ વાળા ટૉગલને ફોન પર ઓન કરી દો.

આ નવી સર્વિસનો ઉપયોગ કરવા માટે એન્ડ્રોઇડ અથવા આઈઓએસ ડિવાઇસને લેટેસ્ટ સોફ્ટવેર દ્વારા અપડેટ કરવું પડશે. આ સાથે જ સારા કોલિંગ એક્સપિરિયન્સ માટે હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને સ્ટેબલ વાઇફાઇ ઇન્ટરનેટ કનેક્શન હોવું પણ જરૂરી છે.

૧૫૦ હેન્ડસેટનો મળ્યો સપોર્ટ

જીયોની આ સર્વિસ ૧૫૦ હેન્ડસેટ પર યુઝરને ફ્રી વોઇસ અને વીડિયો કોલિંગની સુવિધા આપશે. એપલ, સેમસંગ, શાઓમી અને વિવો સિવાયની ઘણી કંપનીઓ છે જે પોતાના ડિવાઈસમાં HD વોઇસ ફિચરને એનેબલ કરી દીધું છે. આ યુઝરને વગર કોઇપણ હેરાનગતિ વગર ફ્રિ વાઇ-ફાઇ કોલિંગ એક્સપિરિયન્સ આપશે.

કોઈપણ ભારતીય નંબર પર કરો ફ્રી કોલ

કંપનીએ કહ્યું છે કે આ સર્વિસ માટે યુઝર્સ પાસેથી કોઈપણ પ્રકારના કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. યુઝર દેશના કોઈપણ ખૂણામાં કોઈ પણ ભારતીય નંબર પર ફ્રી કોલ કરી શકે છે. આનો મતલબ એ થયો કે જીયો વાઇ-ફાઈ કોલિંગનો વપરાશ કરનાર યૂઝર રોમિંગમાં પણ ફ્રિ કોલ્સનો ફાયદો ઉઠાવી શકે છે.

એરટેલે પણ લોન્ચ કરી સર્વિસ

બીજી તરફ એરટેલ પણ જીયોને જોરદાર ટક્કર આપી રહ્યું છે.  કંપનીએ હાલમાં એરટેલ વાઇ-ફાઈને દેશભરમાં શરૂ કરી દીધું છે. એરટેલની આ સર્વિસને એરટેલ યુઝર કોઈપણ હોમ અથવા પબ્લિક વાઇ-ફાઇ નેટવર્કથી ઍક્સેસ કરી શકે છે. જીયોની જેમ એરટેલ પણ યુઝરને વાઇફાઇ કોલિંગ દ્વારા ફ્રીમાં અને શાનદાર ઇન્ડોર કોલિંગ એક્સપિરિયન્સ દેવા માંગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here