હવે ATM માંથી નહીં નીકળે ૨૦૦૦ ની નોટ, તો શું હવે ૨૦૦૦ ની નોટ બંધ થઈ જશે?

0
158
views

આપણે ઘણીવાર જોયું હશે કે ૨૦૦૦ ની નોટ અને ખર્ચ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મુખ્ય કારણ એ છે કે આટલી મોટી નોટ ઘણી વખત દુકાનદાર એટલા માટે લેવાથી મનાઈ કરે છે કારણ કે તેમની પાસે છુટા નથી હોતા. હવે જરા વિચારો કે સામાન્ય માણસને ૨૦૦૦ ની નોટનો ઉપયોગ જ ના કરવો પડે તો? જી હાં, આવું બનવાનું છે કારણકે બેંકના એટીએમ માંથી ખૂબ જ જલ્દી ૨૦૦૦ ની નોટ મળવાનું બંધ થઇ જશે. આરબીઆઈ દ્વારા ૨૦૦૦ ની નોટનું છાપકામ પહેલા થી જ બંધ કરી દેવામાં આવે છે.

એક અખબારી સમાચાર અનુસાર હવે ભારતીય સ્ટેટ બેંક સહિત ઘણી બેંકોએ બજારમાં ૨૦૦૦ ની નોટ ઓછી કરવાની કવાયત શરૂ કરી દીધેલ છે. જો કોઈ ગ્રાહકને ૨૦૦૦ ની નોટ જોઈએ છે તો તેઓએ બેંકની શાખા પાસેથી પ્રાપ્ત કરવાની રહેશે. ખાસ વાત એ છે કે ૨૦૦૦ હજાર રૂપિયાની નોટના બદલે હવે એટીએમમાં ફક્ત ૫૦૦, ૨૦૦ અને ૧૦૦ રૂપિયાની નોટની સંખ્યા વધારાશે, જેથી લોકોને પરેશાનીઓનો સામનો ન કરવો પડે.

એસબીઆઇ સહિત ઘણી સરકારી તથા પ્રાઇવેટ બેન્કોએ તેની શરૂઆત કરી દીધેલ છે. હાલમાં નાના શહેરો અને વિસ્તારોમાં રહેલા એટીએમ માંથી ૨૦૦૦ હજાર રૂપિયાની નોટના સ્લોટને (કેસેટ) હટાવવામાં આવી રહ્યો છે. જોકે મોટા શહેરોમાં રહેલ એટીએમમાં ૨૦૦૦ રૂપિયાની નોટ મળતી રહેશે. આ સમગ્ર કાર્ય આરબીઆઇના દિશાનિર્દેશો અનુસાર કરવામાં આવી રહ્યું છે.

અહીંયા તમને જણાવી દઈએ કે, આરબીઆઇએ સ્પષ્ટ કર્યું છે કે ૨૦૦૦ રૂપિયા ની નોટના ચલણને બંધ કરવામાં નહિ આવે. આ નોટ ભવિષ્યમાં પણ ચાલતી રહેશે. એટીએમ સિવાય કોઈ ગ્રાહક તેને બેંકની શાખામાંથી લઈ શકે છે. હાલમાં એટીએમમાં પૈસા નાખતી કંપનીઓને પણ એટીએમમાંથી બે હજાર રૂપિયાના નોટના સ્લોટને કાઢવા માટે કહેવામાં આવ્યું છે.

એસબીઆઇએ ઉત્તરપ્રદેશના કાનપુર મંડળના ઉન્નાવ જિલ્લા થી તેની શરૂઆત કરેલ છે. હવે તમને એસબીઆઇના એટીએમ માંથી ૨૦૦૦ ની નોટ નહીં મળશે. મોટી નોટ ધીરેધીરે ઓછી થશે. એટીએમ મશીનોમાં લગાવવામાં આવેલ ૨૦૦૦ રૂપિયાની નોટ રાખવા માટેના કેસેટ (બોક્સ) ને હાલમાં હટાવવામાં આવી રહ્યું છે જેથી ત્યાં અન્ય નોટ રાખી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here