હનુમાનજીની આવી તસવીર ઘરમાં ના રાખવી, નહિતર ઘરમાં પરેશાનીઓ અને અશાંતિ રહેશે

0
328
views

રામ ભક્ત હનુમાનજીને પોતાના ભક્તોના બધા જ દુઃખ અને કષ્ટ દૂર કરનાર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો તેમની કૃપા દ્રષ્ટિ કોઈ વ્યક્તિ પર હોય તો તેના જીવનને બધી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે. દરેક પરિસ્થિતિમાં મહાબળી હનુમાનજી પોતાના ભક્તોની રક્ષા કરે છે. એવું માનવામાં આવે છે કે મહાબલિ હનુમાનજી બધા દેવતાઓમાં સૌથી વધારે જલ્દી પ્રસન્ન થનાર દેવતા માનવામાં આવે છે. આજના સમયમાં હનુમાનજીની પૂજા કરનાર ભક્તોની સંખ્યા સૌથી વધારે છે. તેમના શરણમાં જવાથી જ ભક્તોના બધાં જ કષ્ટો દૂર થઈ જાય છે.

હંમેશા જોવામાં આવ્યું છે કે હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે લોકો મંદિરમાં જઈને પોતાની શ્રધ્ધા ભાવથી પૂજા અર્ચના કરે છે. સાથોસાથ ઘરની અંદર પણ હનુમાનજીની મૂર્તિ અથવા તસવીર રાખે છે. પરંતુ બહુ ઓછા લોકોને એ વાતની જાણ હશે જ કે મહાબલી હનુમાન જીના અમુક સ્વરૂપને ઘરમાં રાખવા યોગ્ય નથી માનવામાં આવતા. જી હાં, જો તમે હનુમાનજીની આવી તસવીર અથવા મૂર્તિઓ પોતાના ઘરમાં રાખશો તો તેના કારણે ઘરમાં શાંતિનું વાતાવરણ રહે છે. આજે અમે તમને આ પોસ્ટ ના માધ્યમથી અમુક એવી હનુમાનજીની તસવીરો વિશે જાણકારી આપીશું જેને તને ભૂલીને પણ પોતાના ઘરમાં રાખવી નહીં નહીંતર કષ્ટ મળી શકે છે.

  • તમારે એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે પોતાના ઘરના મંદિરમાં હનુમાનજીની એવી તસવીર અથવા મૂર્તિ ન રાખવી જેમાં તેઓ છાતી ચિરતા દેખાઈ રહ્યા હોય.
  • જે તસવીરમાં હનુમાનજી સંજીવની લઈને આકાશમાં ઊડી રહ્યા હોય એવી તસવીર ને ઘરમાં લગાવવી શુભ માનવામાં નથી આવતી. જો આપણે શાસ્ત્રો અનુસાર જોઇએ તો હંમેશા મહાબલી હનુમાનજીની સ્થિર અવસ્થાની મૂર્તિની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.

  • જે તસવીરમાં બજરંગ બલી પોતાના બંને ખભા પર ભગવાન શ્રીરામ અને લક્ષ્મણજી ને બેસાડી રાખ્યા હોય એવી તસવીર ને ઘરમાં ન લગાવવી જોઈએ.
  • પોતાના ઘરમાં મંદિરની અંદર હનુમાનજીની એવી તસવીર લગાવવી જોઇએ જેમાં બજરંગ બલી રાક્ષસોનો સંહાર કરતા દેખાઈ રહ્યા હોય.
  • તમારે એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે પોતાના ઘરની અંદર હનુમાનજીની લંકા દહન વાળી તસવીર ન લગાવો. જો તમે આ તસવીરને ઘરની અંદર લગાવો છો તો તેના કારણે પારિવારિક સુખ-સમૃદ્ધિ ડહોળાઈ જશે અને ઘર-પરિવારમાં કોઇ ને કોઇ પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગશે.

હનુમાનજીના આ સ્વરૂપની તસવીર લગાવવી હોય છે શુભ

  • જો તમે હનુમાનજીની એવી તસવીર પોતાના ઘરમાં લગાવો છો જેમાં તેઓ યુવા અવસ્થામાં પીળા રંગનાં વસ્ત્રો ધારણ કરેલ છે તો તેને શુભ માનવામાં આવે છે.
  • તમે પોતાના બાળકોના રૂમમાં હનુમાનજીની લંગોટ પહેરેલી તસવીર લગાવો, તેના લીધે તમારા બાળકોના મનમાં અભ્યાસ પ્રત્યે રુચી જાગશે.
  • જો તમે ઘરમાં હનુમાનજીની એવી તસવીર લગાવો છો જેમાં તેઓ ભગવાન શ્રીરામની સેવા કરતા નજર આવી રહ્યા છે તો તેનાથી ઘર-પરિવારમાં ક્યારે પણ ધનની કમી રહેશે નહીં.

  • જો તમે પોતાના ઘરમાં રામ દરબાર ની તસ્વીર લગાડો છો તો તેનાથી ઘર પરિવારના લોકો વચ્ચે તાલમેલ સારો રહેશે.
  • જો તમે પંચમુખી હનુમાનજી ની તસવીર પોતાના ઘરમાં લગાવો છો તો તેનાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ઘરના તમામ સંકટ સમાપ્ત થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here