3 જુલાઈથી શરૂ થઈ રહી છે ગુપ્ત નવરાત્રિ, આવી રીતે થશે મનોકામના પુરી

0
489
views

કુલ આખા વર્ષમાં નવરાત્રી કુલ ચાર વખત આવે છે. જેમાં બે નવરાત્રી અને ગુપ્ત નવરાત્રી ના નામથી ઓળખવામાં આવે છે. એ બંને નવરાત્રી માઘ માસ અને અષાઢ માસના મહિનામાં આવે છે અને આ નવરાત્રિ દરમ્યાન દેવીની સાધના કરવામાં આવે છે. આ વર્ષો  ગુપ્તનવ રાત્રિ જુલાઈ મહિનાની 3 તારીખે શરૂ થઇ રહ્યા છે જે 10 જુલાઇ સુધી ચાલવાના છે.

આ દેવીઓની થશે પૂજા

ચૈત્ર નવરાત્ર અને શારદીય નવરાત્રિ દરમ્યાન શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા, કાત્યાની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી માતાની પૂજા કરવામાં આવે છે. જ્યારે ગુપ્તનવરાત્રિ માં દસ મહાવિદ્યાઓ નો પૂજન કરવામાં આવે છે. અને આ દસ મહાવિદ્યા ના નામ આ પ્રકારે છે મહાવિદ્યા, કાલી, તારા, ત્રિપુરસુંદરી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ત્રિપુર ભૈરવી, ધૂમાવતિ, બગલામુખી, માતંગી અને કમલા ગુપ્ત નવરાત્રિ દરમિયાન પૂજા કરવાથી તાંત્રિક સાધના પ્રાપ્તિ થાય છે અને આ નવરાત્રીના દરમિયાન દેવી માની પૂજા કરવાથી તે ખૂબ જ જલ્દી પ્રસન્ન થઇ જાય છે.

ગુપ્ત નવરાત્રિના દરમિયાન રાખો આ વાતોનું ધ્યાન

  • ગુપ્ત નવરાત્રિમાં દસ મહાવિદ્યાઓ નો વિશેષ સાધના કરવામાં આવે છે અને આ નવરાત્રિમાં કરવામાં આવે છે તેથી તમે કેવળ રાતના સમયે જ માની પૂજા કરો અને આ પૂજા રાતના 10 વાગ્યાથી જ શરૂ કરો.
  • પહેલા ગુપ્ત નવરાત્રિ ના દિવસે તમે પોતાના ઘરમાં કળશની સ્થાપના કરો અને ઘરના મંદિરમાં અખંડ જ્યોતિ જલાવે.
  • ગુપ્ત નવરાત્રિની પૂજા એકદમ ગુપ્ત રીતે કરવામાં આવે છે તેથી કોઈને પણ તમારા દ્વારા કરવામાં આવેલી પૂજા વિશે ન ખબર પડવી જોઈએ.
  • ગુપ્ત નવરાત્રિની પૂજા ખૂબ વિશેષ રીતે કરવામાં આવે છે.

ગુપ્તનવરાત્રિ થી જોડાયેલી કથા

ગુપ્તનવરાત્રિ થી એક પૌરાણિક કથા જોડાયેલી છે અને આ કથાના અનુસાર ઋષિ શ્ર્નગી એક વખત પ્રવચન કરી રહ્યા હતા. ત્યારે એક મહિલા તેમની પાસે આવી અને તે મહિલાએ ઋષિ ને કહ્યું કે મારા પતિએ ઘણા બધા પાપ કરેલા છે અને આ પાપના કારણે થી માતાના આશીર્વાદ મને નથી મળતો. કૃપા કરીને તમે મને કોઈ એવો ઉપાય જણાવો કે માં મારાથી પ્રસન્ન થઇ જાય.

આ મહિલાની વાત સાંભળીને ઋષિ એ કહ્યું દરેક વર્ષ ચાર નવરાત્રિ આવે છે જેમાંથી ચેત્ર અને શારદીય નવરાત્રિમાં લોકો દ્વારા માની પૂજા કરવામાં આવે છે. પરંતુ ગુપ્ત નવરાત્રિ દરમિયાન લોકો માની પૂજા નથી કરતા. તેથી તમે ગુપ્ત નવરાત્રિ દરમિયાન મા ની પૂજા કરો. મા ની પૂજા કરવાથી તેની કૃપા તારા પર બની રહેશે.

.

ઋષિ  દ્વારા બતાવવામાં આવેલ આ ઉપાયને કરતા આ મહિલાએ  ગુપ્ત નવરાત્રિ દરમિયાન માની પૂજા કરી. જેનાથી માં મહિલાથી ખુશ થઇ ગઈ અને આ મહિલા પર અને તેના પતિ ઉપર મા દુર્ગાની કૃપા બની ગઈ. જો તમારી કોઈ મનોકામના પૂરી નથી થઈ રહી તો તમે ગુપ્ત નવરાત્રિ દરમિયાન પૂજા કરો પૂજા કરવાથી તમારી મનોકામના પૂરી થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here