ગુજરાતમાં મોટી આફત આવવાની તૈયારીમાં, આગામી ૨૪ કલાકમાં “મહા” વાવાઝૉડું ત્રાટકવાની હવામાન વિભાગ દ્વારા આગાહી

0
592
views

હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં સર્જાયેલુ “મહા” વાવાઝોડું આગામી ૨૪ કલાકમાં વધુ તીવ્ર બનશે તેવી આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ લક્ષદ્વીપ તથા ગુજરાતના દક્ષિણ તટીય વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. ભાગ્યે જ બનતી આવી ઘટનાઓમાં અરબી સમુદ્રમાં આ વર્ષે એક સાથે વાવાઝોડાની બે સિસ્ટમ સર્જાઇ છે. થોડા સમય પહેલાં જ “કયાર” વાવાઝોડું સક્રિય થયું હતું અને હવે “મહા” વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાને ધમરોળે તેવી શક્યતાઓ ઊભી થઈ છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન “મહા” જે પૂર્વ-મધ્ય અરબ સાગર પર હતું, તે પાછલા ૬ કલાકમાં ૧૯ કિલોમીટર પ્રતિ કલાક ઝડપની સાથે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આગલા ૨૪ કલાક દરમિયાન તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે અને શનિવારથી સોમવારની વચ્ચે પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફ અને ત્યારબાદ પૂર્વ-ઉત્તર પૂર્વ તરફ અને દક્ષિણ ગુજરાત તટ વિસ્તાર તરફ આગળ ફરીથી વધશે. આ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ થઇ શકે છે.

વળી મહારાષ્ટ્રના નાસિક શહેરમાં ઘણી જગ્યાઓ પર પૂરની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે. મનમાડ અને માલેગાવ વિસ્તારના રસ્તાઓ પર અને લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર “મહા” ૪ નવેમ્બર સુધી પશ્ચિમ અને દક્ષિણ ગુજરાતની તરફ પૂર્વ ઉત્તરમાં અને મહારાષ્ટ્રના નજીકના તટ વિસ્તારોમાં ફરીથી વધવાની સંભાવના છે.

શુક્રવારના તામિલનાડુના મદુરેમાં વરસાદના કારણે વેગઈ નદીમાં જળસ્તર વધી ગયું હતું. હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર લક્ષદીપ માં અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા કેરળ અને કર્ણાટકના તટીય વિસ્તારોમાં ભારેથી હલકા વરસાદની આગાહી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here