ઘરે બનાવો સૌ કોઈનો પ્રિય સ્વાદિષ્ટ દૂધીનો હલવો

0
1301
views

સામગ્રી

  • દૂધી – ૧ કિલો
  • ઘી – ૨ મોટી ચમચી
  • માવો – ૧/૨ કપ
  • ખાંડ – ૧૮૦ ગ્રામ
  • એલચીનો પાવડર – એક ચપટી
  • કાપેલી બદામ અને કાજુ – ૨ મોટી ચમચી
  • લીલો કલર – બે ચપટી

બનાવવાની રીત

મિત્રો તમે સૌ જાણો છો કે દુધી ઘણા બધા લોકોને નથી ભાવતી હોતી. પરંતુ દૂધીમાં એટલા બધા પોષ્ટીક તત્વો છે કે તેને ખાવાથી ખૂબ જ શરીરમાં લાભ થાય છે. તેથી તમે દૂધીનો હલવો બનાવીને તમારા ઘરના બાળકો અને બધાને ખવડાવી શકો છો. જેથી દુધીનો પોષક તત્વો પણ મળી રહે.

દુધીનો હલવો બનાવવા માટે સૌપ્રથમ પહેલા મોટા કાણા વાળી ખમણીમાં તેને સરસ ખમણી લ્યો. હવે તેમાંથી પાણી કાઢવાનું નથી. હવે એક નોન સ્ટિક પેન કઢાઈમાં ઘી નાખીને તેમાં ખમણેલી ખમણેલી દૂધી નાખો. હવે આ તેને પાંચથી સાત મિનિટ સુધી શેકાવા દો . હવે તેમાં ખાંડ નાખો . ખાંડને ચમચા વડે સરખી રીતે મિક્સ કરી દો.

જો  તમે હલવામાં માવો ના ઉમેરવાના હોય તો  તમે ખાંડ પૂરો એક કપ નાખવી. ખાંડ સરખી રીતે ઓગળી જાય એટલે તમે જોશો કે હલવો થોડો ઢીલો પડી ગયો હશે. હવે તેમાં માવો ઉમેરીને તેને સરખી રીતે હલાવીને એકથી બે મિનિટ સુધી શેકાવા દો. હવે તેમાં એલચીનો પાઉડર અને અડધી ચમચી પાણીમાં લીલો કલર મિક્સ કરીને તે કલર મિક્સ કરો. જો તમારે કલર ન નાખવો હોય તો  સ્કીપ કરી શકો છો.

પછી કલર ને સરખી રીતે મિક્સ કરી તેમાં કાજુ બદામ મિક્સ કરો. હવે બધું સરખું ચમચા વડે હલાવી ને જો ઠન્ડો હલવો ખાવો હોય તો ફ્રીઝ માં મૂકી દયો નહિતર ઠન્ડો થાય એટલે બદામ વડે ગાર્નીશ કરી સર્વ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here