ઘરની ફક્ત આ દિશામાં જ લગાવવો જોઈએ મની પ્લાન્ટ, નહિ તો થઈ શકે છે મોટું નુકશાન

0
1054
views

મની પ્લાન્ટ ને ખુબ જ ભાગ્યશાળી છોડ માનવામાં આવે છે અને આ છોડ ને ઘરમાં રાખવું શુભ માનવામાં આવે છે. આ છોડ ઘરમાં હોવાથી ઘરમાં ખુશી નું વાતાવરણ રહે છે અને ધનની ક્યારેય કમી રહેતી નથી. આપણે ઘણા લોકોના ઘરમાં મની પ્લાન્ટ જોયો હશે. ઘણા લોકો આ છોડ ને ઘર ની અંદર તો ઘણા લોકો આ છોડ ને પોતાના ઘરની અગાસી પર રાખે છે.

વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટ ને રાખવાની દિશા વિશે જણાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ આ છોડ થી લાભ મેળવવા માટે આ છોડ ને ફક્ત દક્ષિણ અને પુર્વ દિશામાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા નો સંચાર થાય છે.

મની પ્લાન્ટ ની વેલ ને હંમેશા ઉપર ની તરફ જ વધવા દેવી જોઈએ. તેની વેલ ને નીચે ની તરફ વધવા દેવી ના જોઈએ. કારણ કે નીચે તરફ વેલ હોવી એ વસ્તુ શાસ્ત્રમાં શુભ માનવામાં નથી આવતું. એવી જ રીતે આ પ્લાન્ટ ને ક્યારેય પણ ઉતર અથવા પુર્વ દિશા માં ના રાખવી જોઈએ.

મની પ્લાન્ટ ને રાખવાના નિયમ અનુસાર આ પ્લાન્ટ ને ક્યારેય પણ ઘર ની બહાર ના રાખવો જોઈએ. આ પ્લાન્ટ ને હંમેશા ઘર ની અંદર જ રાખવો જોઈએ. એવું કહેવામાં આવે છે કે આ પ્લાન્ટ ને ઘર ની બહાર રાખવાથી તેમાંથી મળતી સકારાત્મક ઊર્જા ઘર ની અંદર પ્રવેશી સકતી નથી.

આ છોડ ને ઘરની અંદર બે રીતે રાખી શકાય છે. તમે ઈચ્છો તો આ છોડ ને નાના કુંડા માં રાખી શકો અથવા તો કોઈપણ કાંચ ની બોટલ માં પણ રાખી શકો છો. સાથે સાથે તમારે એ પણ ધ્યાન રાખવું પડશે કે આ છોડ પર ક્યારેય પણ તડકો ના પડે.

મની પ્લાન્ટ ને હંમેશા લીલોછમ રાખવો જોઈએ. કારણકે જ્યારે આ છોડ ના પાંદડા પીળા અથવા સુકાવા લાગે છે ત્યારે આ છોડ ઘર માટે અશુભ બની જાય છે. મતલબ કે તેનાથી ઘરમાં નકારાત્મક એનર્જી આવવાની શક્યતા વધી જાય છે. એટલા માટે જ વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ છોડ ને હંમેશા લીલોછમ જ રાખવો જોઈએ. જો તમારા ઘરમાં રાખવામાં આવેલ આ પ્લાન્ટ પીળાશ પર આવી ગયો હોય તો તુરંત આ પ્લાન્ટ ને બદલીને બીજો નવો પ્લાન્ટ રાખી દો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here