ગેસનાં બર્નર થઈ ગયા છે કાળા અને ધીમી થાય છે ફ્લેમ? તો અપનાવો આસન ઉપાય

0
2395
views

એવું કહેવામા આવે છે કે ઘણી એવી વસ્તુઓ ઘરમાં હોય છે જેનાથી ઘરમાં આગ લાગી શકે છે તેનો ઉપયોગ સાવધાની પૂર્વક કરવો જોઈએ. જેના લીધે ઘરમાં કોઈ ખતરો ના રહે અને તમારો પરિવાર સુરક્ષિત રહે, પરંતુ ક્યારેય તો વ્યક્તિથી ભુલ થઈ જાય છે. રસોડામાં રાખેલ દરેક વસ્તુનો ઉપયોગ સાવધાની પૂર્વક કરવો જોઈએ, જેના લીધે તમારા પરિવારને ચોખ્ખો ખોરાક મળે. પરંતુ દરેક વસ્તુઓની સાથે સાથે રસોડામાં રહેલ ગેસના બર્નરને પણ સાફ કરવું જોઈએ.

વધારે પડતાં ઉપયોગને કારણે તે કાળું પડી જાય છે. જેના લીધે ગેસની ફ્લેમ ઓછી થઈ જાય છે. શું તમારે પણ ગેસના બર્નર કાળા થઈ ગયા છે અને ધીમી ફ્લેમ થાય છે? તો અપનાવો આ અસરદાર ઉપાય, જેનો ઉપયોગ કર્યા પછી તમારા ગેસના ચુલાનું બર્નર એકદમ સાફ થઈ જશે.

ગેસના સતત ઉપયોગથી બર્નર હંમેશા કાળા થઈ જાય છે, જેને અમુક ઉપાયોથી ચમકાવી શકાય છે. આ બર્નરને ઘરે આસાનીથી એવી રીતે ચમકાવી શકાય છે કે જેના લીધે તે બિલકુલ નવા જેવા લાગે છે. હવે તમારે બહાર જવાની બિલકુલ જરૂર નથી અને સાથો સાથ બર્નરને જે લિક્વિડથી સાફ કરવાના છે તે તમારા ઘરમાં જ રહેલું છે. તેની માર્કેટ કિંમત પણ બહુ ઓછી હોય છે, બસ તમારે તેને આખી રાત તેમાં ડુબાડીને રખવાનું છે.

આ કાળા પડી ગયેલા બર્નરને નવા જેવુ ચમકાવવા માટે એક મોટા કટોરામાં અડધો કપ વિનેગર નાંખો, વિનેગરમાં એક કપ પાણી ઉમેરો. પછી આ મિશ્રણમાં બર્નરને ડુબાડી દો. હવે બર્નરને આખી રાત આ મિશ્રણમાં ડુબાડેલા રાખો. હવે સવારે તેને વાસણ સાફ કરવાના લોખંડના તારથી સાફ કરી લો. પછી તેને કપડાથી સાફ કરી લો, હવે ગેસના બર્નર બિલકુલ નવા બર્નર જેવા ચમકી જશે.

માર્કેટમાં વિનેગર તમને ખુબ જ સસ્તી કિંમતમાં મળી જશે. જે તમને જનરલ સ્ટોરમાં પણ ખૂબ જ આસાનીથી મળી જશે. જેને લોકો હંમેશા ચાઇનીઝ બનાવવા માટે ઉપયોગમાં લે છે. વિનેગરમાં રહેલા કેમિકલ જ બર્નરને સ્સફ કરવા માટે મદદગાર હોય છે. આ ઉપાય સિવાય 2 કપ ગરમ પાણીમાં એક લીંબુનો રસ મિક્સ કરીને તેમાં બર્નરને થોડી કલાકો માટે છોડી દો, તેનાથી ગેસના બર્નર થોડી જ મિનિટોમાં સાફ થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here