ગરુડ પુરાણ : દરેક વ્યક્તિમાં હોવો જોઈએ આ એક ગુણ

0
2081
views

કહીએ છીએ કે દરેક મનુષ્યને પોતાના જીવનમાં ખરાબ કામો અને ગંદી આદતો થી બચવું જોઈએ. કારણકે જો ઘરનો કોઈપણ એક સદસ્ય ખરાબ કામ માં પડી જાય તો ઘરની સુખ શાંતિ ભંગ થઈ જાય છે. જીવનમાં આવતી દરેક સમસ્યાનો સામનો વ્યક્તિને જાતે જ કરવો પડે છે તો તેવામાં ગુરુ પુરાણ માં આચાર કાંડના નીતિ સાર નામના અધ્યાયમાં એવા કામ જણાવવામાં આવ્યા છે કે જે કરવાથી વ્યક્તિ પોતાની પરેશાની માંથી બચી શકે છે તો આજે તમે જણાવીશું એવા કામ વિશે.

જ્યારે આપણે કોઈ નવું કામ ચાલુ કરીએ છીએ ત્યારે તેમ ધૈર્ય  બનાવવાની જરૂરત હોય છે કેમ કે કોઈ પણ કામ ધૈર્ય વગર પૂરું નથી થતું. અને જલ્દી કરેલા કાર્યોનું પરિણામ હંમેશા ખરાબ હોય છે. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં વ્યક્તિને ધૈર્ય ના છોડવું જોઈએ.

જો કોઈ માણસ માં વધારે ગુસ્સો હોય તો તેના વિચારવા અને સમજવાની શક્તિ નષ્ટ થઈ જાય છે. દરેક વ્યક્તિને પોતાના ગુસ્સા ઉપર કાબૂ રાખવો જોઈએ નહીં તો પરિસ્થિતિ તેના હાથમાંથી નીકળી જાય છે. પાંચ ઇન્દ્રિયો આંખ, નાક, કાન, મોઢું અને ત્વચાને હંમેશા વશમાં રાખવું જોઈએ જો આઈન્દ્રિયો વશ માં ના રહી તો જીવનમાં મુશ્કેલી રહે છે.

જે લોકો મન અને શરીરની પવિત્રતા રાખે છે તેમને દેવી-દેવતાની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. મનની પવિત્રતા સારા વિચારો થી હોય છે. અને શરીરની પવિત્રતા સાફ સફાઈ થી હોય છે. કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિએ ગરીબ અને જરૂરત મંદ માણસોની મદદ કરતું રહેવું જોઈએ દરેકના મનમાં દયાની ભાવના હોવું ખુબ જ જરૂરી છે. બહાર હોય કે ઘરની અંદર દરેક ઇન્સાનને સારા વચન જ બોલવા જોઈએ જો ભૂલ માં પણ કોઈને કંઈક બોલાઈ ગયું હોય તો તુરંત જ તેની માફી માગવી જોઈએ.

કોઈપણ વ્યક્તિને કોઈના પ્રત્યે ઈર્ષા ની ભાવના રાખવી ના જોઈએ. જે માણસો પોતાના મનમાં આવી ભાવના રાખે છે કે ક્યારેય આગળ નથી વધતા અને બીજાને પણ આગળ વધવા નથી દેતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here