ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ મળી શકે એટલા માટે ટ્રેનમાં ભીખ માંગતા હતા આ પ્રોફેસર, વાંચો વધુ વિગત

0
162
views

તમારા રોજિંદા જીવનની મૂળભૂત જરૂરિયાતોને પહોંચી વળવા, તમે ઘણા લોકોને ટ્રેનમાં ભીખ માંગતા જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય કોઈ સારી સંસ્થામાં કોઈને પ્રોફેસરના પદે કામ કરતા વ્યક્તિ ને  ભીખ માંગતો જોયો છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે મુંબઇમાં રહેતા સંદીપ દેસાઇએ પ્રોફેસર હોવા છતાં આ કામ કર્યું છે. જો કે, આમ કરવા પાછળનું કારણ ખૂબ ઉમદા હતું.

ખરેખર સંદીપ એવા ગરીબ બાળકોને શિક્ષણ આપવા માંગતો હતો જે સુવિધાઓની અભાવે અભ્યાસ કરવામાં અસમર્થ હોય છે. જોકે તેમ કરવું એટલું સરળ કાર્ય નહોતું, પરંતુ સંદીપે ક્યારેય હાર માની ન હતી. આજે અમે તમને આ પ્રેરણાદાયી પ્રવાસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સંદિપ દેસાઇ મરીન એન્જિનિયર રહી ચૂક્યા છે. બાદમાં તેમણે એસપી જૈન ઇન્સ્ટિટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચમાં પ્રોફેસર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. નોકરી દરમ્યાન, તેમણે કામ માટે ઘણા ગામોમાં પણ જવું પડ્યું. અહીં જ્યારે તેઓએ ગરીબ અભણ બાળકોને ખેતરોમાં અથવા મજૂરી કામ કરતા જોયા, ત્યારે તેઓ ખૂબ જ દુ:ખી થયા. આ તે ક્ષણ હતી જ્યારે તેણે આ બાળકો માટે કંઈક કરવાનું નક્કી કર્યું. તેનું સ્વપ્ન પૂરું કરવા માટે તેણે નોકરી છોડી દીધી.

વર્ષ ૨૦૦૧ માં સંદીપે ‘શ્લોકા પબ્લિક ફાઉન્ડેશન’ નામનો ટ્રસ્ટ ખોલ્યો. આ ટ્રસ્ટ દ્વારા ગરીબ બાળકોને મફત શિક્ષણ આપવામાં આવતું હતું. આ શ્રેણીમાં ૨૦૦૫ માં તેમણે મુંબઇના ગોરેગાંવ પૂર્વમાં એક શાળાનો પાયો નાખ્યો. તે અહીં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જતો અને બાળકોને તેમની શાળામાં ભણવા માટે પ્રેરણા આપતો. ટૂંક સમયમાં જ તેની સ્કૂલમાં ભણતા બાળકોનો આંકડો ૭૦૦ કરતા વધી ગયો. જો કે ૨૦૦૯ માં તેણે RTE Act માં આવ્યા પછી શાળા બંધ કરી દીધી હતી. આ કાયદા હેઠળ તમામ ખાનગી શાળાઓને ગરીબ બાળકો માટે ૨૫% બેઠકો અનામત રાખવી ફરજિયાત હતી. તેથી તેમણે પોતાના ફાઉંડેશન સાથે મળીને વધુને વધુ બાળકોનું એડમિશન આ પ્રાઇવેટ સ્કૂલમાં કરવી આપ્યું. આ સાથે તેઓ લોકોને આ કાર્ય પ્રત્યે જાગૃત પણ કરવા લાગ્યા. આ પછી તેણે અંગ્રેજી માધ્યમની શાળા ખોલવાનું વિચાર્યું. જો કે આ માટે નાણાં એકત્રિત કરવું પડકારજનક હતું. તેમણે લગભગ ૨૫૦ કોર્પોરેટરોના દરવાજા ખટખટાવ્યા પરંતુ કોઈ મદદ આગળ આવી નહીં.

સ્કૂલના ભંડોળ માટે ટ્રેનમાં માંગી ભીખ

જ્યારે કોઈ એ મદદ ન કરી, ત્યારે તેના મિત્ર સાથે મુંબઈની તે લોકલ ટ્રેનમાં મદદ માંગવા ગયા હતા. જ્યારે તેઓ પહેલીવાર ટ્રેનમાં ચઢ્યા ત્યારે તેઓ દાનના બોક્સને બહાર કાઢવાની હિંમત કરી શક્યા નહીં. જો કે પાછળથી કોઈ ખચકાટ વિના આગળ વધ્યા, તેણે લોકોને તેમના મિશન વિશે જણાવ્યું અને તેમની પાસેથી મદદ માંગવાનું શરૂ કર્યું. તેમના ડોનેશન બોક્સની ઉપર સંસ્થાનું નામ લખેલું હતું. જ્યારે પણ તેઓ પૈસા માંગતા ત્યારે તેઓ કેહતા “વિદ્યા દાનમ, શ્રેષ્ટમ દાનમ”. ટૂંક સમયમાં જ તેમની ઉમદા કૃતિ મીડિયાની નજરમાં આવી અને તે પ્રખ્યાત થઈ ગઈ. તમામ કોર્પોરેટ કંપનીઓ તેમને સામેથી તેમની પાસે મદદ માટે આવવા લાગી. ધીરે ધીરે કરીને તેમણે ફંડ દ્વારા ૨૦૧૧ થી ૨૦૧૬ સુધીમાં આશરે ૪૦ લાખ રૂપિયા એકઠા કર્યા. એટલું જ નહીં બોલિવૂડ અભિનેતા સલમાન ખાન પણ મદદ માટે આગળ આવ્યા હતા.

મહારાષ્ટ્રના યવતમાલમાં આ શાળા બાળકોને વિના મૂલ્યે શિક્ષણ પ્રદાન તો કરે જ છે, સાથે સાથે યુનિફોર્મ અને પુસ્તકોનું પણ વિના મૂલ્યે વિતરણ કરે છે. સંદીપ દેસાઇની વિચારસરણી અને આ ઉમદા હેતુને આપણે હૃદયપૂર્વક સલામ કરીએ છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here