ગર્ભવતી મહિલા માટે દેવદૂત બનીને આવ્યા સેનાનાં જવાનો, ૬ કલાક બરફમાં ચાલીને મહિલાને હોસ્પિટલ પહોચાડી

0
442
views

જમ્મુ-કાશ્મીરમાં ભારે બરફ વર્ષાને કારણે જનજીવન પ્રભાવિત છે. સામાન્ય સેવાઓ માટે પણ લોકોએ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. લોકોના આ સંઘર્ષમાં સાથ આપવા માટે ભારતીય સેના તેમની સાથે ખડેપગે ઉભી છે. તેનો નમૂનો જોવા મળ્યો જ્યારે એક ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે સેનાના જવાનોએ કલાકો સુધી તેમની સાથે ચાલ્યા. તમને જણાવી દઈએ કે હિમસ્ખલન ને કારણે પાછલા ૪ વર્ષ દરમિયાન ૭૪ ભારતીય જવાન શહીદ થઇ ચુક્યા છે.

બારામુલા જિલ્લાના દર્દપોરા ગામમાં બરફવર્ષામાં ફસાયેલ એક ગર્ભવતી મહિલાની જવાનોએ દેવદૂત બનીને મદદ કરી હતી. શમીમા નામની આ મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત હતી. પરિવાર વાળાએ જ્યારે મદદ માટે વિનંતી કરી તો સેનાના ૧૫૦ જવાનો અને ૩૦ નાગરિકોએ ૬ કલાક પગપાળા ચાલીને તેને હોસ્પિટલ સુધી પહોંચાડી હતી. જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો હતો.

મંગળવારે શમીમા પ્રસવ પીડાથી તડપવા લાગી હતી. બરફ વર્ષાને કારણે આસપાસના બધા જ રસ્તાઓ બંધ થઈ ચૂક્યા હતા. તેવામાં તેને ઘરથી બહાર લઇ જવામાં ખૂબ જ મુશ્કેલી હતી. પરિવારના લોકોએ સેનાને મદદ માટે વિનંતી કરી. ત્યારબાદ સેનાના ૧૫૦ જવાનો તેને સ્ટ્રેચર પર લઈને બટાલિયન હેડ ક્વાર્ટર અપલોના સુધી ૬ કિલોમીટર સુધીનો રસ્તો કાપ્યો.

એક પાર્ટી રસ્તા પરનો બરફ હટાવીને આગળનો રસ્તો બનાવી રહી હતી. અપલોનામાં મહિલાનું મેડિકલ ચેક-અપ તથા આવશ્યક દવાઓ આપ્યા બાદ તેને સેનાની એમ્બ્યુલન્સ થી બારામૂલા જિલ્લા હોસ્પિટલ લાવવામાં આવી. અહીંયા ચિકિત્સકોએ તેને સુરક્ષિત રીતે પ્રસવ કરાવી આપ્યું. આ દરમિયાન સેનાના જવાનો હોસ્પિટલની બહાર હાજર રહ્યા જેથી ઇમરજન્સી સ્થિતીમાં તેની મદદ કરી શકાય.

આ પહેલા પણ સેનાએ બરફમાં ફસાયેલા અથવા સડક બંધ થવા જેવી વિકટ પરિસ્થિતિઓમાં પણ લોકોને મદદ કરી છે. લદાખના ચાદર ટ્રેક ફસાયેલા પર્યટકોને પણ મંગળવારે સેનાએ બચાવ કાર્ય કરીને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને સેનાની બહાદુરીનું ઉદાહરણ આપ્યું હતું. તેઓએ લખ્યું હતું કે, આપણી સેનાને તેની વીરતા, પ્રોફેશનલિઝમ અને માનવતા માટે ઓળખવામાં આવે છે. જ્યારે પણ લોકોને જરૂરિયાત હોય છે, આપણે તેના તેની દરેક સંભવ રીતે મદદ કરે છે. આપણી સેના પર ગર્વ છે. તેઓએ શમીમા અને બાળકના સ્વાસ્થ્ય માટે પણ શુભકામના આપી હતી.

વળી ગાડીમાં સતત થઇ રહેલ બરફ વર્ષાને કારણે લચ્છીપુરા વિસ્તારમાં એક નાગરિક ફસાઈ ગયો હતો. જાણકારી મળતાની સાથે જ જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. ખૂબ જ મહેનત બાદ બરફમાં દબાયેલ નાગરિક તારિક ઈકબાલને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. સાથોસાથ તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. આ ઘટના પણ થોડા દિવસો પહેલાં જ બની હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here