ગણેશજી વિસર્જન વિધિ : બાપાને વિસર્જિત કરતાં પહેલા જરૂર કરો આ ૭ કામ, આખું વર્ષ રહેશે કૃપા

0
467
views

સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થી નો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે અને ગણપતિ બાપા ને પ્રસન્ન કરવામાં લાગેલા છે. ગણેશ ચતુર્થી 2 સપ્ટેમ્બર 2019 ના રોજ હતી. આ દિવસોમાં લોકો પોતાના ઘરમાં સોસાયટીમાં અને ઓફિસમાં ઘણી જગ્યાએ ગણેશ સ્થાપના પણ કરી છે. આમ જોવા જઈએ તો ગણેશજી ની 10 દિવસની પૂજા હોય છે અને તેમને સન્માનપૂર્વક વિદાય કરી વિસર્જિત કરવામાં આવે છે.

જો કે દેશમાં અલગ અલગ જગ્યાએ ગણેશજીને ત્રીજા, ચોથા અને દસમા દિવસે વિસર્જિત કરવામાં આવે છે. દસમો દિવસ 12 સપ્ટેમ્બરે છે. જો તમે આ દિવસોમાં ગણેશજીનો વિસર્જન કરવાના હોય તો અમુક નિયમ અને વિધિનું જ્ઞાન હોવું જરૂરી છે. જો તમે વિધિ-વિધાન સાથે વિસર્જન કરશો તો પૂરા વર્ષ દરમિયાન ગણપતિ બાપા ના આશીર્વાદ તમારા ઉપર રહેશે.

ગણેશ વિસર્જન વિધિ

 • સૌપ્રથમ લાકડી નું એક પાટીયુ લેવું અને તેને ગંગાજળથી સાફ કરી લેવું. તેની સાથે તે પાટીયા ની ગંદકી અને નેગેટિવ ઊર્જા સમાપ્ત થાય છે અને ત્યારબાદ  ઘરની મહિલાએ કંકુથી સાથીઓ બનાવવો.
 • તે પાટીયા ઉપર ચોખ્ખા રાખવા અને ત્યારબાદ પીળા રંગનો ગુલાબ અથવા લાલ કલર નું કપડું પાથરવું. ત્યારબાદ ગણેશજીની પૂજા ના સ્થાનથી ઉઠાવીને આ પાટિયા પર વિરાજિત કરવા.
 • હવે તે પાટીયા ઉપર ફળ ફૂલ અને મોદક મુકવા.
 • યાદ રાખવું કે ગણપતિજીની વિદાય કરતા સમયે આરતી જરૂરથી કરવી અને આરતી કર્યા બાદ ભોગ પણ લગાવવા અને તેમને વસ્ત્ર પહેરાવવા.
 • હવે કોઈપણ એક રેશમી કપડા ની અંદર મોદક પૈસા અને દૂર્વા ઘાસ ની પોટલી બાંધી લેવી અને તે પોટલીને ગણપતિ જેની સાથે રાખવી.

 • ત્યારબાદ બે હાથ જોડીને ગણપતિ જીની પ્રાર્થના કરવી અને કોઈ ભૂલચૂક થઈ હોય તો તેની માફી પણ માંગી લેવી. ત્યારબાદ ગણપતિ બાપા મોરિયા ના નારા લગાવવા.
 • અંતમાં પૂર્ણ સન્માન અને શ્રદ્ધાની ભાવના સાથે તેમને પાણીમાં વિસર્જન કરવું.

ગણેશ વિસર્જન નું મુહૂર્ત

ગણેશ વિસર્જન દરમિયાન તમારે કઈ પ્રક્રિયા શરૂ કરી છે તેના વિશે આજે જણાવીશું. ગણેશ વિસર્જન નો સમય પણ સારો હોવો જોઈએ. આપણે જ્યારે કોઈ પણ ધાર્મિક કાર્ય કે શુભ કાર્ય કરવા જતા હોઈએ છીએ. ત્યારે મુહુર્ત જરૂરથી જોતા હોઈએ છીએ. ગણપતિ વિસર્જનમાં પણ મુહૂર્ત જોવો ખૂબ જ જરૂરી છે.

12 સપ્ટેમ્બર 2019 ના દિવસે ગણેશ વિસર્જન મુરત ખૂબ જ સારું છે. એ સિવાય તમે 13 સપ્ટેમ્બરના દિવસે પણ વિસર્જન કરી શકો છો. આ વખતે ચતુર્દશી તિથિ 12 સપ્ટેમ્બરના સવારે 5:06  એ ચાલુ થશે અને 13 સપ્ટેમ્બર સવારે 7:35 પૂર્ણ થશે. તમે આ સમયે પર પણ વિસર્જન કરી શકો છો.

 • સવારે 06:16 થી 07:48 સુધી
 • બીજો મુહૂર્ત 10:51 થી 03:27 સુધી
 • બપોર નું મુહૂર્ત 04:59 થી સાંજ 06:30 સુધી
 • સાંજ નું મુહૂર્ત (અમૃત,ચર) – સવારે 06:30 થી 09:27 સુધી
 • રાત્રી મુહૂર્ત(લબ) – 12:23 AM થી 01:52 AM, 13 સપ્ટેમ્બર.

મિત્રો જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો. તેનાથી દરેક લોકો ગણેશજીનો વિધિવિધાન સાથે વિસર્જન કરી શકશે. ગણપતિ બાપા તમારી દરેક મનોકામના પૂર્ણ કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here