ગણેશ ઉત્સવમાં સલમાન ખાનનો સીગરેટ પીતો વિડિયો થયો વાઇરલ, યુઝર દ્વારા ટ્રોલ કરવામાં આવ્યો

0
331
views

દેશભરમાં ગણેશ ઉત્સવની ધૂમ ચાલી રહી છે અને દરેક જન ગણપતિ બાપ્પા મોરીયાનો જયકાર કરીને બાપ્પાને ખુશ કરવામાં વ્યસ્ત છે. બૉલીવુડમાં આ તહેવારની સૌથી વધારે ધૂમ જોવા મળે છે. જે લોકો દર વર્ષે તેમના ઘરે બપ્પાની મૂર્તિ સ્થાપિત કરે છે, એમ કહી શકાય કે તેઓ બાપ્પામાં વિશેષ શ્રદ્ધા દર્શાવે છે. આમાંથી જ એક સલમાન ખાન છે જે દર વર્ષે પોતાના ઘરે ગણપતિની સ્થાપના કરે છે. આ વર્ષે  પણ  તેમને આ કર્યું, પરંતુ ગણેશ ઉત્સવમાં સલમાન ખાનનો સિગારેટ પીતો વીડિયો વાયરલ થયો.

સલમાન ખાન નૃત્ય કરી રહ્યો છે અને ગેલેક્સી એપાર્ટમેન્ટ્સ પર ગણેશ વિસર્જનની મજા માણી રહ્યો છે. બોલિવૂડનો દબંગ સલમાન ખાન ઘણી વખત તેના ચાહકોનું દિલ જીતતો જોવા મળે છે, પરંતુ કેટલીક વાર તે તેની હરકતોથી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ જાય છે. આ એકવાર ફરી જોવા મળ્યું.

હકીકતમાં સલમાન ખાનનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સલમાન ખાન ગણપતિ પંડાલની બહાર ધૂમ્રપાન કરતો જોવા મળી રહ્યો છે અને આ પછી તેને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. સલમાન ખાનના ચાહકો ચોંકી ગયા હતા અને સોશિયલ મીડિયા પર તેના હેટર્સ ટ્રોલિંગ કરતા અટકતા ના હતા. આ સાથે જ તેમના બનેવી અતુલ અગ્નિહોત્રી પણ સિગારેટ નો કશ લેતા નજરે પડયાં હતા, ત્યારબાદ તે બંને ટ્રોલર્સ ના હડફેટે ફસાયેલા જોવા મળી રહ્યા છે. સમાચાર મુજબ આ પંડાલ તેની બહેન અર્પિતાએ ગોઠવ્યો હતો.

જો સમાચાર માની લેવામાં આવે તો કેટલાક ટ્રોલરોએ વીડિયો પર ટિપ્પણી કરતા ઘણું બધું કહ્યું હતું. એક બોલ્યો, શરમ કરો ભાઈ. આ પૂજા નો મંડપ છે. થોડા દિવસો પહેલા સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનનો આરતી ઉતારતો વીડિયો વાયરલ થયો હતો. જેને તેના ચાહકોએ ખૂબ પસંદ પણ કર્યો હતો પણ કેટલાક લોકોએ આના પર સવાલો ઉભા કર્યા હતા. કેટલાક ટ્રોલરોએ તેમની આ ઉત્સાવ ની ઉજવણી કરવા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. લોકોએ કહ્યું કે તેઓ મુસ્લિમ થઈ ને ગણપતિની પૂજા કેવી રીતે કરી શકે છે.

આ અગાઉ સલમાન ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો અને તેના પ્રશંસકો દ્વારા તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ વીડિયો સલમાન ખાને જ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો હતો. વીડિયોમાં સલમાન ખાન સાયકલ લઈને બજારમાં દેખાયો હતો, ઘણો વરસાદ પડી રહ્યો હતો, દરેક  લોકો ત્યારે સલમાન ખાનનો વીડિયો બનાવી રહ્યા હતા.

વરસાદના કારણે પાણી ભરાય ગયા હોવાને કારણે એ સાયકલ લઈ શૂટિંગ પર જઈ રહ્યો હતો. સલમાન ખાનના આ વીડિયો પર ચાહકોએ ઘણી કમેન્ટ કરી હતી. આ વીડિયો જોઈને બધાએ સલમાનની પ્રશંસા કરી હતી.એમ પણ સલમાન ખાનની ફેન ફોલોઇંગ ખૂબ સારી છે. હવે એ સ્પષ્ટ છે કે તેની દરેક સ્ટાઇલ ખૂબ પસંદ કરવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે સલમાન ખાન આજકાલ તેની આગામી ફિલ્મ દબંગ-3 નું શૂટિંગ કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here