ગણેશજીને પ્રસન્ન કરવા માટે સોપારીથી કરો આ નાનો ઉપાય, ગણપતિ મહારાજ પ્રસન્ન થશે અને કિસ્મત ચમકી જશે

0
628
views

હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીને ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની પૂજા-અર્ચના કરવામાં આવે અને અમુક ઉપાયો પણ કરવામાં આવે તો તેનાથી વિઘ્નહર્તા ગણેશજી ખૂબજ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. અને ખુશ થઈને દરેક વ્યક્તિને મનોકામના પૂર્ણ કરે છે. જો તમે ગણેશ ચતુર્થી પર અમુક ઉપાયો કરો તો તેનાથી તમારું જીવન ખૂબ જ સરળ થઈ જાય છે.

ભગવાન ગણેશજીને બુદ્ધિના દેવતા પણ માનવામાં આવે છે. અને તે ખૂબ જ દયાળુ પણ હોય છે તે પોતાના ભક્તોની પૂજા સ્વીકાર કરે છે અને પોતાની કૃપાદ્રષ્ટિ હંમેશા બનાવી રાખે છે. ૨ સપ્ટેમ્બર 2019 ના દિવસે ગણેશ ચતુર્થીનો ઉત્સવ ઉજવાશે. ગણેશ ચતુર્થી થી લઈને વિસર્જન સુધીના દિવસોમાં તમે આ શુભ અવસર ના દિવસે અમુક સરળ ઉપાય કરી શકો છો.

શાસ્ત્રોમાં બતાવવામાં આવેલા ઉપાય વિશે તમને જણાવીએ તો સોપારીને ભગવાન ગણેશજીનું પ્રતીક રૂપ માનવામાં આવે છે. કોઈપણ પૂજામાં ગણેશજીની પ્રતિમા ના હોય તો તેમના સ્થાન પર સોપારીને રાખવામાં આવે છે. પરંતુ ઘણા ઓછા લોકો હશે જે આ વાત નહીં જાણતા હશે કે એક નાની સોપારી તમારી મનોકામના પૂરી કરી શકે છે. જો તમે સોપારીના અમુક સરળ ઉપાય કરો છો તો તેનાથી તમારા જીવનમાં ખૂબ જ બદલાવ જોવા મળશે. આજે તમને સોપારીના એ જ ઉપાયો વિશે જણાવીશું જેને ગણેશ ચતુર્થીના તે ઉપાય કરીને ગણેશજીને પ્રસન્ન કરી શકો છો.

નાની સોપારીના ઉપાય

ધનની કમીને દૂર કરવા માટે પૂજામાં એક લાલ કપડામાં શ્રી યંત્ર રાખી અને તેની વચ્ચે સોપારી રાખી દેવી, ધન પ્રાપ્તિ માટે ગણેશજીની સાથે સાથે સોપારીની પણ પૂજા કરવી. ત્યારબાદ તે કપડાંને લપેટીને તમે તિજોરીમાં રાખી દેવો તેનાથી તમારા જીવનમાં ધનપ્રાપ્તિ થશે.

જો તમારા ઘર-પરિવારમાં સદસ્યોની સફળતામાં કોઈપણ સમસ્યા ઉત્પન્ન થઇ રહી હોય તો આ દિવસોમાં દિવસે ઘરમાં પૂર્વ અને ઉત્તર દિશામાં સોપારી રાખી દેવી. તમારે એ વાતનું ધ્યાન રાખવું કે સોપારીને કોઈપણ ચાંદીના પાત્રમાં રાખવો. ત્યારબાદ દરરોજ નિયમિત રૂપથી તેની પૂજા કરવી આ ઉપાય કરવાથી ઘર પરિવાર થતી દરેક સમસ્યા દૂર થઈ જશે અને દરિદ્રતાથી પણ છુટકારો મળશે.

જો તમે તમારા મનની ઇચ્છા પૂરી કરવા માંગતા હોય તો ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશજીની જમણી સૂંઢ વાળી પ્રતિમાની પૂજા કરવી અને પાંચ કે સાત સોપારી તેમને અર્પિત કરવી તેનાથી ગણેશજી પ્રસન્ન થઈને તમારી દરેક મનની ઇચ્છા પૂર્ણ કરશે.

જો તમારે તમારા કામકાજમાં સફળતા મેળવવી હોય તો ગણેશજીના સામે બે ઈલાયચી અને બે સોપારી રાખી દેવી. જો તમે કોઈપણ ઈન્ટરવ્યું કે કોઈ વિશેષ કાર્યમાં બહાર જઈ રહ્યા હોય તો ભગવાન ગણેશજી ની સામે બે ઈલાયચી અને બે સોપારી અર્પિત કરવી અને તે ઈલાયચી અને સોપારીને પોતાની પાસે રાખવી. આમ કરવાથી તમારા દરેક કાર્ય સફળ થશે.

જો તમે તમારું નસીબ ચમકાવવા માગતા હો તો એક સોપારી ગણેશજીના ચરણમાં રાખી ગણેશજી અને લક્ષ્મીજીના કોઈપણ એક મંત્રનો ૧૦૮ વખત જાપ કરવો અને રોજ ધૂપ અને દીવો કરવો તેનાથી તમારું દુર્ભાગ્ય દૂર થશે અને સૌભાગ્યની પ્રાપ્તિ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here