ગણેશ ચતુર્થીના દિવસે આમાંથી કરી લો કોઈ એક ઉપાય, ખુલી જશે નસીબ અને પરેશાનીઓ થશે દુર

0
955
views

એવું કહેવામાં આવ્યું છે કે ભગવાન ગણેશજી જ્યારે પોતાના ભક્તિથી પ્રસન્ન થાય છે ત્યારે તેની દરેક ઇચ્છા પૂર્ણ કરે છે. ભગવાન ગણેશજીને દરેક દુઃખ દૂર કરવાની દવા કહેવામાં આવે છે. તેમને વિઘ્નહર્તાના નામથી પણ બોલાવવામાં આવે છે. શાસ્ત્રોમાં એવા ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે કે જે કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. ગણેશ ચતુર્થીનો ઉત્સવ ભગવાન ગણેશજીના જન્મ રૂપે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશજીનો જન્મ થયો હતો. જો તમે તમારી મનોકામના પૂર્ણ કરવા માગતા હોય તો ગણેશ ચતુર્થી ના દિવસે અમુક ઉપાય કરવા.

ગણેશ ચતુર્થી આદિવાસી ભગવાન ગણેશની પૂજા-અર્ચના કરવામાં આવે છે. અને આ ઉત્સવ દસ દિવસ સુધી ચાલે છે. આ વખતે ગણેશ ચતુર્થી 2 સપ્ટેમ્બર 2019 ના દિવસે છે આજે તમને આ પોસ્ટ ના માધ્યમથી અમુક એવા સરળ ઉપાયો જણાવીશું કે તે ઉપાય કરવાથી તમે તમારી દરેક મનની ઈચ્છા પૂર્ણ કરી શકશો અને તમારા જીવનમાં રહેલું દુઃખ ભગવાન શ્રી ગણેશ દૂર કરશે.

ગણેશ ચતુર્થીએ કરવા આ બધામાંથી કોઈ ૧ ઉપાય

શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો ભગવાન શ્રી ગણેશનું અભિષેક કરવાની વિધાન કહેવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજી નો અભિષેક કરવો તેનાથી વિશેષ લાભ પ્રાપ્ત થશે. ગણેશ ચતુર્થી ના દિવસે શુદ્ધ પાણીથી ગણેશજીને જળ અભિષેક કરવો અને તેની સાથે ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવો ત્યારબાદ લાડુનો ભોગ કરવો.

જો તમે ધન પ્રાપ્તિ મેળવવા માગતા હોવ તો ભગવાન શ્રી ગણેશની શુદ્ધ ઘી અને ગોળનો ભોગ કરવો. ત્યારબાદ ઘી અને ગોળ ને ગાયને ખવડાવી દેવું આ ઉપાય કરવાથી તમારા જીવનમાં રહેલી ધન સંબંધિત દરેક સમસ્યા પૂર્ણ થશે.

જો તમે ગણેશ ચતુર્થી ના દિવસે ભગવાન ગણેશ ના મંદિરમાં જઈને તેમના દર્શન પછી શક્તિ અનુસાર ગરીબોને દાન કરો છો કે દાન દક્ષિણા રૂપે પૈસા આપો છો. તો આ કરવાથી તમને પુણ્યની પ્રાપ્તિ થશે અને ભગવાન ગણેશજી તમારાથી પ્રસન્ન થશે.

જો કોઈને વિવાહમાં સમસ્યા ઉત્પન્ન થતી હોય તો આ દિવસે પીળી મીઠાઈનો ભોગ ગણેશજીને કરવો આમ કરવાથી વિવાહના યોગ જલ્દી બનશે. ગણેશજીનું વ્રત કરવું અને સાંજના સમયે તલના લાડુ નો ભોગ કરવો અને તે પ્રસાદ લઈને વ્રત ખોલવું તેનાથી ભગવાન ગણેશજી તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે.

જો તમે ગણેશ ચતુર્થીના દિવસે પીળા રંગની ગણપતિની મૂર્તિ તમારા ઘરમાં સ્થાપિત કરો છો તો અને પૂજા અર્ચના કરો છો, તો તેનાથી તમને શુભ ફળ મળશે અને તેમની પૂજામાં હળદરની પાંચ ગાંઠો અર્પિત કરવી ત્યારબાદ 108 વખત લીલી હળદર લગાવી “श्री गजवकत्रम नमो नम:” નો જાપ કરી અર્પિત કરવો. આ ઉપાય 10 દિવસ સુધી કરવો ત્યાંથી તમારા કામકાજમાં સફળતા મળશે અને નોકરીના ક્ષેત્રમાં પ્રમોશન મળવાની સંભાવના વધી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here