ગણેશ ચતુર્થીમાં ભગવાન ગણેશજીની મુર્તિને લઈને રાખો આટલું ધ્યાન, ત્યારે જ મળશે પૂર્ણ ફળ

0
252
views

સામાન્ય રીતે ઘણા જાણતા હોય છે કે આ વખતે ગણેશ ચતુર્થી 2 સપ્ટેમ્બર 2019 ના દિવસે છે. ભગવાન ગણેશજીનું આ તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ સમય દરમિયાન ભગવાન ગણેશજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. અને ભગવાન ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે. જો તમે પણ તમારા ઘરમાં ભગવાન ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવા માંગતા હોય તો અમુક ખાસ વાતોનું ધ્યાન રાખો. ભગવાન ગણેશજીની મૂર્તિ ખરીદતા સમયે અમુક વાતોનું ધ્યાન રાખવું.

જો તમે આ વાતોનું ધ્યાન રાખશો તો ભગવાન ગણેશજીની કૃપા પ્રાપ્ત થશે અને તમને તમારી પૂજા નો સંપૂર્ણ ફળ મળશે. આજે તમે આ લેખના માધ્યમથી ભગવાન ગણેશજીની મૂર્તિ ખરીદતા સમયે કઇ વાતોનું ધ્યાન રાખવું તેના વિશે જણાવીશું.

ભગવાન ગણેશજીની મૂર્તિ લાવતા સમયે આ વાતોનું ધ્યાન રાખવું

તમારી ભગવાન ગણેશજીની મૂર્તિ ખરીદતા સમયે અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ કે તમે પ્લાસ્ટર ઓફ પેરિસ કે અન્ય કેમિકલથી બનેલી મૂર્તિ ને ના ખરીદવી કે ના તેની પૂજા કરવી. તમે માટી ના ગણપતિ ની મૂર્તિ ઘરે લાવવી કે બનાવવી. જો તમે આ ગણપતિની પૂજા કરશો તો તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થશે. તમે સોના ચાંદી કે તાંબાની મૂર્તિની પણ પૂજા કરી શકો છો તેનાથી તમને ખૂબ જ વધુ શુભ ફળ મળશે.

જો તમે તમારા ઘરમાં ભગવાન ગણપતિની પ્રતિમા સ્થાપિત કરવાના હોય તો એ વાતનું ધ્યાન રાખવું કે બેઠેલા ગણપતિની મૂર્તિ સ્થાપિત કરવી જો તમે આ પ્રકારની મૂર્તિ સ્થાપિત કરશો તો તેનાથી ધનલાભ થશે અને તમારા કાર્યક્ષેત્રમાં આવતી દરેક સમસ્યા દૂર થશે.

તમે દરેક જાણતા હોય છે કે ભગવાન ગણપતિને વક્રતુંડ કહેવામાં આવે છે. તેથી તમે ભગવાન ગણેશજીની મૂર્તિ લાવો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ભગવાન શ્રી ગણપતિની સૂંઢ જમણી તરફ હોવી જોઈએ. જો તમે આવી પ્રતિમા સ્થાપિત કરશો તો ભગવાન શ્રી ગણેશ ખૂબ જ પ્રસન્ન થશે અને તમારા જીવનમાં આવતા દરેક કષ્ટ દૂર કરશે.

એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ભગવાન શ્રી ગણેશની પ્રતિમા ઉપર નાગના રૂપે જનોઈ ના હોય અને ભગવાન શ્રી ગણેશની એવી મૂર્તિના લાવી કે જેમાં તેમનું વાહન ના હોય કારણ કે આ પ્રકારની મૂર્તિની પૂજા કરવાથી દોષ મળે છે.

તમે તમારા ઘરમાં ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવી જેમના કપાળ પર ચંદ્રમાં બનેલા હોય જો તમે ગણેશજીની આવી મૂર્તિની પૂજા કરો છો તો તમે શુભ ફળ પ્રાપ્ત થશે અને ગણેશજીની કૃપા દૃષ્ટિ તમારા પર હંમેશા માટે બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here