ગાડી ચલાવતા પહેલા આ 5 બાબતોનું રાખો ધ્યાન તો ક્યારેય ચલણ ભરવું નહીં પડે

0
512
views

નવા ચલણ નિયમોએ દરેક વ્યક્તિ માટે મુશ્કેલીઓ વધારી છે. લોકો ડ્રાઇવિંગ પર ઓછું  અને તેમનું ચલણ ન કપાઈ જાય તે તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. જો કે કેટલાક લોકો માને છે કે ચલણના આ નિયમો લોકોને ધાકમાં રાખશે અને લોકો કાળજીપૂર્વક વાહન ચલાવશે. તે જ સમયે કેટલાક લોકોના મતે સરકારે આ નિયમો ફક્ત તેના નફામાં વધારો કરવા માટે બનાવ્યા છે. તેનું લોકહિત સાથે કોઈ લેવા દેવા નથી. તેમના મતે ઘણાં લોકોના કોઈપણ કારણ વગર હજારોના ચલણ કાપવામાં આવી રહ્યા છે.

ઠીક છે હવે લોકો જે પણ કહે આ નિયમો ફક્ત લોકોના હિત માટે જ બનાવવામાં આવ્યા છે. જેનું ચલણ કપાયું તે રડી રહ્યો છે અને જેની પાસે બધા કાગળો છે તે બેફિકર રીતે વાહન ચલાવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે નવો મોટર વ્હીકલ એક્ટ 1 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પછી કાર ની કિંમત કરતા પણ વધુ કિંમત ના ચલણ કપાઈ ચુક્યા છે. ચલણનો જથ્થો હજારોથી લાખો સુધી પહોંચી રહ્યો છે.

તાજેતરમાં 15 હજારની સ્કૂટીનું 23 હજાર રૂપિયાનું ચલણ કપાઈ ગયું. દિલ્હીમાં એક ટ્રકનું ચલણ 2 લાખ રૂપિયા કાપવામાં આવ્યું હતું. હવે લોકોમાં ચલણ કપાવાનો ભય આવી રહ્યો છે. વર્ષોથી લાયસન્સ વિના વાહન ચલાવનારાઓ હવે લાઇસન્સ મેળવી રહ્યા છે. જેમને ક્યારેય પ્રદૂષણની ચકાસણી કરાવી નથી, તેઓ હવે લાઈનો લગાવીને પ્રદૂષણ ચકાસણી કરાવી રહ્યા છે. આવી સ્થિતિમાં આજની આ પોસ્ટમાં અમે તમને એવી 5 બાબતો જણાવીશું, જેનું જો તમે ધ્યાન રાખશો તો ચલણ ક્યારેય કાપવામાં આવશે નહીં.

Image result for car and bike document

પહેલી બાબત

સૌથી અગત્યની અને ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે ડ્રાઇવિંગ કરતી વખતે હંમેશા ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહનનો આરસી, પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ અને વીમાના કાગળો સાથે રાખો. મૂળ ડી.એલ. અને પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ તમારી સાથે રાખો. જ્યારે આરસી અને વીમાની એક એક  નકલ તમારી પાસે રાખી શકો છો.

બીજી બાબત

ચલણ ટાળવાનો સરળ રસ્તો એ છે કે ડ્રાઇવિંગ પહેલાં એકવાર આ નિયમ વિશે વિચાર કરવો. કારણ કે સમાજ ત્યારે જ બદલાશે જ્યારે તમે બદલાવશો અને જ્યારે સમાજ બદલાશે ત્યારે જ દેશ બદલાશે. તેથી ડ્રાઇવિંગ કરતી વખતે રેડ લાઇટ કૂદાવો નહીં, રોંગ સાઇડમાં  વાહન ચલાવશો નહીં, હંમેશા સીટ બેલ્ટ બાંધો અને તમારી સલામતી માટે હમેંશા બાઇક ચલાવતી વખતે  હેલ્મેટ પહેરો.

ત્રીજી બાબત

વાહન ચલાવતા સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ કરશો નહીં. જ્યારે પણ તમારે વાત કરવી હોય ત્યારે કારને રોકો અને વાત કરો. આલ્કોહોલ પીધા પછી ભૂલ થી પણ વાહન ચલાવશો નહીં. આવું કરવાથી અકસ્માતની સંભાવના વધી જાય છે. સાથે જ ક્યારેય ઉતાવળમાં વાહન ચલાવવું જોઈએ નહીં. હંમેશાં ગતિની સંભાળ રાખો.

ચોથી બાબત

આંકડા મુજબ, દર વર્ષે, દેશમાં લગભગ પાંચ લાખ લોકો માર્ગ અકસ્માતનો ભોગ બને છે, તેમાંથી દોઢ લાખ લોકો મરે છે. આ એટલા માટે છે કારણ કે મોટાભાગના લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. જેના પરિણામે તેઓએ પોતાનો જીવ ગુમાવીને અથવા વિકલાંગ થઈને ચૂકવવો પડે છે. તેથી ટ્રાફિક નિયમોનું પાલન નિશ્ચિતપણે કરો. આ જ  કારણ છે કે દંડની માત્રામાં વધારો કરવામાં આવ્યો છે.

પાંચમી બાબત

તમે ડિજિલોકર અથવા એમ ટ્રાન્સપોર્ટ એપ્લિકેશનમાં તમારા બધા મહત્વપૂર્ણ દસ્તાવેજોની સ્કેન નકલ રાખી શકો છો. તે મૂળ હાર્ડ કોપી માનવામાં આવે છે. પરંતુ પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ (PUC) તમારી સાથે જ રાખો કારણ કે તેને એપ્લિકેશનમાં રાખવાનો કોઈ વિકલ્પ નથી. આ એપ્લિકેશનને માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે 2018માં માન્યતા આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here