ગાયને ઘાસ ખવડાવવાથી ૩૩ કરોડ દેવી-દેવતાઓની તમારા પર કૃપા થશે

0
350
views

પ્રાચીન સમયથી આપણા પૂર્વજો ગાયમાતાની સેવા કરતા આવ્યા છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરતા રહ્યા છે. ગાય માતાની સેવા કરવાથી મનુષ્ય પોતાના જીવનમાં એવા ચમત્કારિક લાભ પ્રાપ્ત કરી શકે છે જે મનુષ્યને સંસારમાં બધા જ સુખ પ્રદાન કરવામાં સહાયક બને છે. તો ચાલો જાણીએ કે ગાય માતાની સેવા કરવાથી કેવા લાભ પ્રાપ્ત કરી શકાય છે.

ગાય માતાને ઘાસ ખવડાવવું ખૂબ જ પુણ્યદાયી

જે રીતે મનુષ્ય તીર્થસ્થાનો પર સ્નાન કર્યા બાદ દાન-દક્ષિણા આપે છે તથા બ્રાહ્મણને ભોજન કરાવીને જે પુણ્ય પ્રાપ્ત થાય છે, તે પુણ્ય ગાયને ઘાસ ખવડાવીને પ્રાપ્ત કરી શકાય છે. આ સિવાય વ્રત-ઉપવાસ, તપસ્યા, મહાદાન અને ભગવાનની આરાધના કરીને તથા પૃથ્વીની પરિક્રમા, બધા જ વેદોનું અધ્યયન કરીને તથા યજ્ઞ કરીને જે પુણ્યની પ્રાપ્તિ થાય છે, તે પુણ્યની પ્રાપ્તિ ગૌમાતાની સેવા કરીને મેળવી શકાય છે.

ભૂમિ દોષોની સમાપ્તિ

ગાય માતા જે ભૂમિ પર નિવાસ કરે છે તે સ્થાનની પવિત્રતા તથા તેની સુંદરતામાં વધારો થઈ જાય છે. ગૌમાતાના સ્પર્શમાત્રથી તે સ્થાનના બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે.

સૌથી મોટું તીર્થ છે ગૌ સેવા

દેવરાજ ઈન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગૌમાતામાં બધા જ તીર્થસ્થાનોનું નિવાસ છે અને જે વ્યક્તિ ગાયને પીઠ પર હાથ ફેરવીને તેની સેવા કરે છે તથા ગાયના ચરણસ્પર્શ કરીને નમસ્કાર કરે છે તો બધા તીર્થોના ભમણ જેટલું પુણ્ય તેને પ્રાપ્ત થાય છે.

ગૌસેવા થી વરદાનની પ્રાપ્તિ

ગાય માતાની સેવા કરીને જે વ્યક્તિ ગાય માતાનો દરેક પ્રકારે સત્કાર કરે છે, ગાય માતા તેના પર પ્રસન્ન થઈને તે વ્યક્તિને લાભકારી વરદાન પ્રદાન કરે છે. જે વ્યક્તિ ગાય માતાની પૂર્ણ રૂપથી સેવા કરે છે જેમકે ગાય માતાને પાણી પીવડાવવું, ચારો ખવડાવો, ગાયને સ્નાન કરાવવું, ગાયને પીઠ પર હાથ ફેરવવા તથા બીમાર ગાયનો ઈલાજ કરવો વગેરે કાર્ય કરનાર વ્યક્તિને પુત્ર, ધન, વિદ્યા, સુખ તથા ઈચ્છિત વસ્તુઓ વગેરે સંબંધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ગૌ સેવા કરનાર વ્યક્તિને કોઈપણ પ્રકારની વસ્તુ પ્રાપ્ત કરવામાં મુશ્કેલી થતી નથી.

જે વ્યક્તિએ પોતાના દરેક પાપનો નાશ કરવા તથા ઘર-પરિવારમાં કુશલ મંગલ કરવા માંગે છે તો તેના ઘરે વાછરડા સહિત એક ગાય હોવી ખૂબ જ આવશ્યક છે. ગાયની સેવા વગર અમંગળનો નાશ કરવાની ઈચ્છા કરી શકાતી નથી.

ગૌ પૂજા – વિષ્ણુ પૂજા સમાન છે

જે વ્યક્તિ ગાયમાતાની સેવા તથા પૂજા કરે છે તેના દ્વારા દેવતાઓ, અસરો અને મનુષ્ય સહિત સંપૂર્ણ સૃષ્ટિ ની સેવા પોતાની જાતે જ થઈ જાય છે. આ સંબંધમાં ભગવાન વિષ્ણુ દેવરાજ ઇન્દ્રને કહે છે કે જે વ્યક્તિ ગાયની પૂજા કરે છે તે પૂજાને હું મારી પૂજા માનીને ગ્રહણ કરું છું.

ગૌ સેવા કરીને મનુષ્ય પોતાની બધી જ ઇચ્છાઓ તથા મનોકામનાઓ પૂરી કરી શકે છે. જેમ કે તમને પહેલા જણાવવામાં આવેલ છે કે ગાયના શરીરમાં બધાં જ દેવી-દેવતાઓ, ઋષિમુનિઓ, બધી જ નદીઓ તથા તીર્થસ્થાનો રહેલા હોય છે. એટલા માટે ગાયની સેવા કરવાથી આ બધા પાસેથી મળતા વરદાનની પ્રાપ્તિ કરી શકાય છે. તે સિવાય ગાયને દરોજ પ્રણામ કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પણ મેળવી શકાય છે.

જે વ્યક્તિ જીવનમાં અપાર સુખની ઈચ્છા રાખે છે તેણે દરરોજ ગાયને પ્રણામ કરવું ખૂબ જ જરૂરી છે. ઋષિઓ અને ધર્મગુરુઓ દ્વારા ગૌ પૂજા અને ગાયની સેવા અને સર્વશ્રેષ્ઠ ધર્મ બતાવવામાં આવેલ છે. ગાયના દર્શન કરીને યાત્રા કરવાથી તમારી યાત્રા મંગલમય થાય છે. સવારે સ્નાન કર્યા બાદ ગાયનો સ્પર્શ કરવાથી પાપનો નાશ થાય છે.

ગાયનું દૂધ – ધરતીનું અમૃત

ગાયનું દૂધ અનેક રોગોનું નિવારણ માનવામાં આવે છે. ગાયના દૂધના સમાન દિવ્ય પદાર્થ અન્ય કોઈ નથી. ગાયનું દૂધ પૂર્ણ આહાર છે એટલા માટે તેને ધરતીનું અમૃત કહેવામાં આવે છે. આ સંસારમાં ગાયના દૂધ જેવો પૌષ્ટિક આહાર અન્ય કોઈ નથી. ગાયના દૂધનું સેવન કરવું એ ગૌ સેવા કરવા જેટલું પુણ્ય મળે છે. કારણ કે તેનાથી ગાયના પાલનને પ્રોત્સાહન મળે છે સાથોસાથ ગાયની સેવા અને સુરક્ષા પણ થાય છે. એટલા માટે ગાયના દૂધનું સેવન કરીને તમે ગૌમાતાની સેવા અને સુરક્ષામાં પોતાનું યોગદાન આપી શકો છો.

પંચગવ્ય

ગાયનું દૂધ, દહીં, ઘી, ગોબર, ગૌમુત્ર ને એક નિશ્ચિત માપમાં મિશ્રણ કરીને બનાવવામાં આવે છે તેને “પંચગવ્ય” નામ આપવામાં આવ્યું છે. તેનું નિયમિત સેવન કરવાથી મનુષ્યના બધાં જ પાપ દૂર થાય છે તથા બુરાઈ હંમેશા મનુષ્યથી દૂર રહે છે. એવો કોઈ રોગ નથી આ સંસારમાં કે જે પંચગવ્યનું સેવન કરવાથી ખતમ ન કરી શકાય. આ બધા પ્રકારના રોગોને ખતમ કરવા માટે ખૂબ જ લાભકારી સાબિત થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here