ફિલ્મોમાં આવવા માટે આ કલાકારોએ બદલી દીધા પોતાના નામ, જાણો તમારા ફેવરિટ કલાકારનું સાચું નામ

0
643
views

દરેક વ્યક્તિ બોલિવૂડમાં કામ કરવા માંગે છે પરંતુ દરેકને તક મળે તે જરૂરી નથી. પછીય જો તમને તક મળે તો પણ સફળતાની બાંયધરી નથી. દરેક વ્યક્તિમાં  ફિલ્મોમાં કામ કરિને પ્રેક્ષકોના હ્રદયમાં ઉતરવાની કળા ધરાવતું નથી. ઘણાં એવા  સ્ટાર્સ પણ હતા જેની અંદર આવું ટેલેન્ટ હતું પરંતુ તેમનું વિચિત્ર નામ ફિલ્મના નિર્માતાઓને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું, તેથી ફિલ્મોમાં સફળતા મેળવવા માટે આ કલાકારોએ તેમના નામ બદલી લીધા, આમાંથી ઘણાં એક્ટર્સના નામ પેહલા કંઈક  અલગ જ હતા. સફળતા પ્રાપ્ત કરવા માટે આ કલાકારોએ તેમના નામ બદલી લીધા હતા.

મિથુન ચક્રવર્તી

બોલિવૂડના ડાન્સર કિંગ મિથુન ચક્રવર્તીએ ફિલ્મોમાં દેખાતા પહેલા નક્સલવાદીઓ સાથે કામ કર્યું હતું. તેનું નામ ગૌરાંગ ચક્રવર્તી છે પરંતુ ફિલ્મના નિર્માતાઓને તેઓ ફિલ્મમાં આવ્યા ત્યારે તેનું નામ ગમતું ન હતું અને તેમને પોતાનું નામ મિથુન રાખવું પડ્યું હતું.

અમિતાભ બચ્ચન

સદીના મહાન હીરો કહેવાતા અભિનેતા અમિતાભ બચ્ચનનું અસલી નામ ઇંકલાબ શ્રીવાસ્તવ છે, પરંતુ ફિલ્મોમાં આવ્યા બાદથી લોકો તેમને બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન તરીકે ઓળખે છે.

પ્રભાસ

ફિલ્મ બાહુબલીથી દુનિયાભરમાં પ્રખ્યાત થયેલા પ્રભાસનું સાચું નામ વેંકટ સત્યનારાયણ પ્રભાસ રાજુ ઉપાલપતિ છે. પરંતુ નિર્માતાઓએ તેનું નામ ફક્ત પ્રભાસ રાખ્યું હતું અને આ નામથી તેની આંતરરાષ્ટ્રીય ઓળખ બની ગઈ છે.

ગોવિંદા

ફિલ્મોમાં પોતાના ડાન્સ અને એક્ટિંગ થી જીવ ફૂંકવા વાળા ગોવિંદાની કોઈ ઓળખ આપવાની જરૂર નથી પણ તમને જણાવી દઈએ કે ગોવિંદા બિહારના છે. તેમનું નામ ગોવિંદ આહુજા છે.

જ્હોન અબ્રાહમ

બોલીવુડના હંક તરીકે ઓળખાતા જ્હોન અબ્રાહમના સ્મિત અને બોડીની દુનિયા દિવાની છે. હવે તેઓ દેશભક્તિની ફિલ્મોમાં વધુ હાથ અજમાવી રહ્યા છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેમનું સાચું નામ ફરહાન અબ્રાહમ છે.

જોની લિવર

કોમેડિયન જોની લિવર, જેમણે લોકોને તેની અભિનયથી હસાવ્યા તમે તેમનું નામ ભાગ્યે જ નઈ સાંભળ્યું હોય. તેનું અસલી નામ જોન રાવ પ્રકાશ રાવ જાનુમલા છે.

ટાઇગર શ્રોફ

પોતાના ફિલ્મોમાં ડાન્સ અને એક્શનનો તડકો લગાવનાર ટાઇગર શ્રોફની ફિમેલ ફેન ફોલોવિંગ ખુબજ વધારે છે પરંતુ જો તેમને ટાઇગરનું અસલી નામ ખબર ન હોય તો તેના ફેન બનવું નકામું છે. અમે તમને જણાવી દઈએ કે ટાઇગરનું અસલી નામ જય હેમંત શ્રોફ છે.

સલમાન ખાન

બોલિવૂડના દિવાના સલમાન ખાનની દિવાનગી બધી તરફ છવાયેલી છે. તેની ફિલ્મોની કમાણી બતાવે છે કે તેની પાસે કેટલી ફેન ફોલોવિંગ હશે. સલમાન ખાન વર્ષમાં એક કે બે ફિલ્મો લાવે છે અને બીજા બધા સ્ટાર્સની ફિલ્મોને પાછળ મૂકી દે છે. વળી તમને જણાવી દઈએ કે તમારા પ્રિય સલમાન ખાનનું અસલી નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે.

સન્ની દેઓલ

અભિનેતા સન્ની દેઓલ, જેને પંજાબનું ગૌરવ કહેવામાં આવે છે, તેણે પણ પોતાની ફિલ્મોમાં આપેલી ગર્જનાથી પાકિસ્તાનને હચમચાવી નાખ્યું. હવે તે પંજાબના ગુરદાસપુરના સાંસદ પણ છે. ભાજપે તેમને આ વર્ષની લોકસભાની ચૂંટણીમાં ટિકિટ આપી હતી. તમને જણાવી દઈએ કે તેનું અસલી નામ અજયસિંહ દેઓલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here