ફક્ત એક ખોટો જવાબ આપીને KBCમાં ૭ કરોડ જીતવાથી ચુકી ગયો આ વ્યક્તિ, તમે જવાબ જાણો છો?

0
362
views

વર્ષ ૨૦૦૦ થી દર્શકોને મનોરંજન કરતો શો કોન બનેગા કરોડપતિ દરેકને પસંદ હોય છે. કોન બનેગા કરોડપતિ શોમાં અમિતાભ બચ્ચન શરૂઆતથી જ એન્કરિંગ કરી રહ્યા છે. જ્યારે તેની ત્રીજી સિઝનમાં શાહરુખ ખાને એન્કરિંગ કર્યું હતું કારણ કે તે સમય દરમિયાન અમિતાભ બચ્ચન બીમાર પડી ગયા હતા. પરંતુ ત્યાર પછી અત્યાર સુધી બિગ બી આ શોમાં એન્કરિંગ કરે છે.

નાના પડદાનો આ પોપ્યુલર શો કોન બનેગા કરોડપતિ જેમા આમ ભાષા લોકો કેબીસી કહે છે અને આ શોને દરેક ઉંમરના લોકો ખૂબ જ પસંદ કરે છે. કોન બનેગા કરોડપતિમાં આ વર્ષે ઘણા લોકો કરોડપતિ બની ગયા પરંતુ જેકપોટ ના સવાલ પર વધુ વિચારવાનો સમય કોઈએ ના લીધો. માત્ર એક જ ખોટા જવાબ થી KBC માં સાત કરોડ જીતવાથી ચૂકી ગયો આ માણસ. શું તમે જોયો હતો આ એપિસોડ?

માત્ર એક ખોટા જવાબથી કેબીસીમાં સાત કરોડ જીતવાથી ચૂકી ગયા હતા આ માણસ. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન જે રીયાલીટી શોને હોસ્ટ કરે છે લોકો તેને ખૂબ જ પસંદ કરે છે. તેમાં પૂછવામાં આવેલા સવાલના જવાબ આપીને લોકો ઇનામની રકમ જીતે છે. પરંતુ જ્યારે એક સવાલ ખોટો પડી જાય અને ૭ કરોડના મળે તો વ્યક્તિને ખૂબ જ દુઃખ થાય છે. કંઈક એવું જ થયું હતું મંગળવારની રાત એક કન્ટેસ્ટન્ટ ની સાથે જ્યારે તેનાથી ક્રિકેટની સાથે જોડાયેલો એક સવાલ પૂછવામાં આવ્યો અને તેને તેનો જવાબ ખબર ન હતો.

બિહારના હાજીપુરમાં રહેતા અજીતકુમાર એ પુરા એક કરોડ રૂપિયા કેબીસી જીતી ગયા હતા અને જો માત્ર એક પ્રશ્નનો જવાબ આપી દેતા તો આજે તેમની પાસે સાત કરોડ રૂપિયા હોત. આ ગેમ શોમાં અજીત કુમાર ને માત્ર એક કરોડ રૂપિયાથી જ સંતુષ્ટ કરવું પડ્યું. સવાલ પણ એવો હતો કે જેનો જવાબ મહાનાયક પણ જાણવા માટે ઉત્સુક થઈ ગયા હતા.

KBC-11 મંગળવારની રાતે સાત કરોડ રૂપિયા માટે અમિતાભ બચ્ચનને કન્ટેસ્ટન્ટને સવાલ કર્યો કે ક્યાં બેટ્સમેને ૨૪ કલાકની અંદર બે અલગ અલગ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચમાં બે શતક લગાવ્યા છે. તેના વિકલ્પમાં (A) નવરોજ મંગલ (B) મોહમ્મદ હાફિઝ (C) મોહમ્મદ શહજાદ અને (C) શાકિબ અલ હસન હતો. હોટ સીટ પર બિહારના અજીતકુમાર તેનો જવાબ ના આપી શક્યા અને તેમની પાસે કોઈ લાઈફ લાઈન પણ ના હતી.

કન્ટેસ્ટન્ટ અજીત કુમારને આ સવાલનો જવાબ ખબર ન હતી અને આવી સ્થિતિમાં તેમણે ગેમ ને ક્વીટ કરી. એક કરોડ રૂપિયા જીતી ગયા પછી જ્યારે તેમને સવાલ નો જવાબ કન્ફોર્મ ન હતો તો તેમને ખૂબ જ નિરાશા થઇ. જો તમે આ સવાલનો સાચો જવાબ જાણતા હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here