Facebook, Whatsapp અને Instagram પર સતત સક્રિય રહેતા લોકો જરૂર વાંચે, ઓછામાં ઓછા ૧૦ વ્યક્તિને પણ વંચાવો

0
1137
views

સ્કૂલમાં વાલીઓ માટે એક મીટીંગ રાખવામાં આવેલ હતી. ત્યાં એક પોલીસ અધિકારી પણ આ મિટિંગમાં આવેલ હતા. સમગ્ર હોલ વાલીઓ અને વિદ્યાર્થીઓ થી ભરેલો હતો. ત્યાં પોલીસ-અધિકારીએ પૂછ્યું, “તમારામાંથી કેટલાક લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે?” લગભગ બધા એ જવાબ આપ્યો કે, “અમે ઉપયોગ કરીએ છીએ.” ત્યારે તેઓએ એક મારી તરફ ઇશારો કરતાં પૂછ્યું, “તમારા કેટલા ફેસબુક ફ્રેન્ડ છે?” ત્યારે તે વ્યક્તિએ છાતી ફુલાવીને કહ્યું, “મારા 5000 ફ્રેન્ડ છે.”

બાકીના બધા જ લોકો તેની તરફ આશ્ચર્યથી જોવા લાગ્યા. પોલીસ અધિકારીએ તેમને બીજો પ્રશ્ન કર્યો, “તમે તેમાંથી કેટલા લોકોને પ્રત્યક્ષ ઓળખો છો અથવા તો તેમને મળેલા છો?” હવે તેઓ થોડા ગભરાયા અને બોલ્યા, “વધુમાં વધુ ૧૦૦ થી ૨૦૦ વ્યક્તિને.”

ત્યારે પોલીસ અધિકારીએ કહ્યું, “આટલા બધા ફેસબુક ફ્રેન્ડ છે અને તેમાંથી પરિચય ફક્ત ૧૦૦ થી ૨૦૦ વ્યક્તિ સાથે જ છે. અમે વારંવાર ના નિરીક્ષણમાં જોયું છે કે દરેક પાંચ વ્યક્તિએ એક વ્યક્તિ પાસે ક્રિમિનલ માઈન્ડ હોય છે. આજના સમયમાં ઘરના વ્યક્તિ તથા સંબંધીઓ ઉપર પણ વિશ્વાસ કરવો કઠિન થઈ ગયો છે અને આપણે વગર વિચારીએ કોઈ પણ વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ આસાનીથી સ્વીકારી લઈએ છીએ.

અમારા પોલીસ સ્ટેશનમાં એક આવો જ કેસ આવેલ હતો. જેમાં ત્રણ વર્ષની એક બાળકી ગુમ થઇ ગઇ હતી. ખૂબ જ તપાસ કર્યા બાદ માલુમ પડ્યું કે તે બાળકીનો સ્કૂલમાં પહેલો દિવસ હતો. તે બાળકીના પિતાએ બાળકીને ખૂબ જ સારી રીતે તૈયાર કરીને એક ફોટો પાડ્યો અને ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું, “My cute baby to first day of school.”

ચાર દિવસ સુધી તે બાળકી સ્કૂલે ગઈ અને પાંચમા દિવસે તે સ્કૂલેથી પરત ફરી નહીં. તપાસ કરતા ખબર પડી કે એક વ્યક્તિ ફેસબુકનો ફોટો લઈને સ્કૂલ માં આવેલ હતો અને તેણે કહ્યું કે હું બાળકીનો કાકા છું. ઘરમાં પ્રોબ્લેમ થઈ ગયો છે એટલા માટે હું તેને લેવા માટે આવ્યો છું. આવું બોલીને તે બાળકીને સ્કૂલેથી લઈ ગયો. ખૂબ જ તપાસ કરતા જાણવા મળ્યું કે તે બાળકી 24 કલાક ની અંદર ભારતથી બહાર મોકલી દેવામાં આવી છે.

આ અપરાધી લોકો એવા હોય છે કે ફેસબુક માંથી ફોટો લઈને ફાસ્ટ ચેન દ્વારા તેના ડોક્યુમેન્ટ તૈયાર કરીને રાખે છે અને દિવસ નક્કી કરીને ઘટનાને અંજામ આપે છે, બાળકોને ઉઠાવીને લઈ જાય છે. ત્યારબાદ ના કોઈ ફોન આવે છે કે ના પૈસાની ડિમાન્ડ કરવામાં આવે છે. હવે જણાવો આમાં ભૂલ કોની? પોતાની એક ભુલનું એ પિતા ને કેટલું દુઃખ થયું હશે.

આપણે શા માટે અપેક્ષા રાખીએ છીએ કે આપણા પોતાના ફોટા પર અથવા વાતો પર આપણને લાઇક મળે અને બહારનો કોઇ વ્યક્તિ તેની પ્રશંસા કરે અને તે પણ એક અંગૂઠો બતાવીને ફક્ત બે થી ચાર કોમેન્ટ માટે. આપણા ઘરના લોકો વખાણ નથી કરતા કે શું? શું આપણે પોતાના કુટુંબના લોકોને સુરક્ષા સાથે રમી રહ્યા છીએ? આપણી આદતો પસંદ ના પસંદ કેટલા નીચલા સ્તર પર પહોંચી ગઈ છે કે હવે તેના પર નિયંત્રણ મેળવવું ખૂબ જ કઠિન છે.

Facebook, Whatsapp, Instagram પર સેલ્ફી લઈને આપણે જણાવીએ છીએ કે અમે આ જગ્યાએ જઈ રહ્યા છીએ અથવા તો પેલી જગ્યાએ પહોંચ્યા છીએ. તે પણ ચોક્કસ સમય બતાવીને એટલે કે ચોર અને લૂંટારૂઓને આગ્રહ કરવા જેવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here