ફેસબુક બીટકોઈન જેવી જ પોતાની લાવી રહ્યું છે કરન્સી, જેને ડોલર અને યુરો માટે ખતરો બતાવવામાં આવી રહ્યો છે?

0
136
views

ફેસબુક લોકોના જીવનમાં અંદર સુધી પહોંચી ગયું છે. હવે ફેસબુક તમારા પોકેટમાં પણ ઘૂસવાની થવાની તૈયારીમાં છે. કહી શકાય કે તમારા પોકેટમાંથી પૈસાને કાઢીને ફેંકવાની તૈયારીમાં છે. કારણકે ફેસબુકે પોતાની ક્રિપ્ટોકરન્સી લિબ્રા ની ઘોષણા કરી દીધી છે. આજે અમે તમને સરળ ભાષામાં ફેસબુકની આ ક્રિપ્ટોકરન્સી વિશે સમજાવીશું.

આ ક્રિપ્ટોકરન્સી શું છે?

ક્રિપ્ટોકરન્સી એક એવો અહેસાસ નું નામ છે, જે સામે રહેવા છતાં પણ દેખાતું નથી. આ કે તો ગ્રાફિક પ્રોટોકોલ થી બંધાયેલી ડિજિટલ અથવા વર્ચ્યુઅલ કરન્સી હોય છે. તમારી પાસે નોટ અથવા સિક્કા હોય તો તમે તેને સ્પર્શ કરી શકો છો પરંતુ ક્રિપ્ટોકરન્સી ને તમે સ્પર્શ નથી કરી શકતા. હવે તમે કહેશો કે ઇન્ટરનેટ બેન્કિંગ વાળા પૈસા પણ કંઈક આવા જ હોય છે. બિલકુલ નહીં, તે તમારા કમાયેલા ભૌતિક રૂપિયાની બરોબર હોય છે. સાથોસાથ તેના પર બેંક અને સરકારના પણ નિયમો ચાલતા હોય છે. ક્રિપ્ટોકરન્સી ને કોઇ સેન્ટ્રલ ઓથોરિટી કંટ્રોલ નથી કરતી.

ક્રિપ્ટોકરન્સી ના ઉપયોગ કરતા સમયે ક્રિપ્ટોગ્રાફી ના નિયમો ના હિસાબે સુરક્ષિત લેણદેણ થાય છે અને કરન્સી નો હિસાબ રાખવામાં આવે છે. તેમાં ચીટીંગ નથી થઈ શકતી. એક પબ્લિક ડિસ્ટ્રીબુટેડ લેઝર હોય છે જેને બ્લોકચેઇન કહે છે. તેમાં બધો જ હિસાબકિતાબ ચાલતો રહે છે. હવે કારણકે બ્લોકચેન પર કોઈનો કન્ટ્રોલ નથી હોતો આને કોઈ ગરબડ નથી કરવામાં આવી શકતી તેના લીધે બધું જ વેરીફાય રહે છે.

ક્રિપ્ટોકરન્સી એટલે બીટકોઈન?

જો તમને બીટકોઈન સમજમાં આવતું હોય તો તે જમાને લો. બીટકોઈન ક્રિપ્ટોકરન્સી નો સૌથી શરૂઆતી અને સૌથી સફળ પ્રકાર છે. 2019 માં સતોશી નાકામોટો નામનો એક પ્રોગ્રામર બીટકોઈન લઈને આવ્યો. તે એક વ્યક્તિ થી બીજા વ્યક્તિ સુધી ઇલેક્ટ્રોનિક કેશ ટ્રાન્સફર કરવાની સીસ્ટમ લાવ્યો, જે પાછળથી એટલું લોકપ્રિય બન્યું કે સમગ્ર દુનિયામાં 2000થી વધારે ક્રિપ્ટોકરન્સી ચાલી રહી છે.

તો ફેસબુક શું લાવ્યું છે?

ફેસબુકે ૧૮ જૂનના પોતાની ક્રિપ્ટોકરન્સી વાઈટ પેપર પર લોન્ચ કરી છે. આવતા ૬ થી ૧૨ મહિના માં લિબ્રા કરન્સી બજાર માં હશે. સૌથી મોટી વાત એ છે કે તે ગ્લોબલ હશે મતલબ કે દુનિયાભરના કામમાં આવશે. સરળ ભાષામાં સમજીએ તો તમારી પાસે લિબ્રા હશે તો દુનિયાના કોઈ પણ ખૂણામાં તમે અચકાયા વગર ફરી શકશો, તમારે ડોલર, યુરો અથવા રૂપિયાની ચિંતા કરવાની જરૂર નહીં પડે. તમારી પાસે ફેસબુક એપ ફેસબુક મેસેન્જર અથવા વોટ્સઅપ છે તો તે તમારા બેંકની જેમ કામ કરશે. પૈસાની લેવડદેવડ માટે કેલીબ્રા નામનું વોલેટ કામમાં આવશે, જે આ બધી એપ્લિકેશન માં ઇનબિલ્ટ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here