દુનિયાની આ જગ્યાઓ છે રહસ્યમયી, જેનું રહસ્ય આજ સુધી કોઈ નથી જાણી શક્યું

0
1197
views

દુનિયામાં એવી અવનવી ઘટનાઓ આકાર લેતી હોય છે જેનાં પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આનો ભેદ ઉકેલવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવે છે તો પણ ભેદ પામી શકાયો નથી. ભારતમાં તાજમહેલની કબર પર પડતું પાણી અને વૃંદાવનની રાસલીલા આ રહસ્યમય ઘટનાઓ આનાં ઉદાહરણ છે.

જાનેરી વેલી : બ્રાઝીલની એ ભેદી ખીણ જે સૌથી મોટાં વિસ્તારની આ જગ્યા ફ્લોરિડાથી લગભગ અર્ધી છે. નેશનલ જ્યોગ્રાફીનાં મતાનુસાર આ ક્ષેત્રને વિશેષ કરીને ઘુષણખોરોથી સંરક્ષિત રાખવામાં આવેલ છે. આ એક ગાઢ જંગલથી ઘેરાયેલો વિસ્તાર ગણાય છે. કહેવાય છે કે અહીંનાં લોકો બહારની દુનિયાથી વાકેફ નથી. અહીં રહેતા ૨૦૦ અજ્ઞાત શખ્સોનાં અસ્તિત્વની પુષ્ટિ પણ ૨૦૧૧ ની સાલમાં થઈ હતી. મતલબ કે એ લોકોને ખબર નહોતી કે આ જંગલની બહાર દુનિયા વસે છે.

ઓકોનોશિમા, જાપાન : જાપાન સ્થિત આ નાનકડો દ્વિપ સસલાનાં દ્વિપ તરીકે ઓળખાય છે. અહીં પ્રતિવર્ષ ૩૦૦ જંગલી સસલાઓને જોવાં માટે એક લાખ લોકો આવે છે. એક જાપાની યાત્રીકનાં કહેવા પ્રમાણે આ સસલા લગભગ ૪૦ વરસ પહેલાં પાલતું સસલાંએ સમૂહમાં પ્રવેશ કર્યો હતો. એ પછી આ સસલાઓની સંખ્યા ઘટે નહીં એ માટે દ્વિપ પર બિલાડી, કુતરા સહિત અન્ય પ્રાણીઓનાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

બ્રાઝીલનું એક અનોખું ગામ : બ્રાઝીલનો “ઇલાહા દા ક્યુઇમાદા” એક એવો દ્વિપ છે કે જે જ્યાં જાનવરોનું શાસન છે. આનો ભેદ પામી શકાયો નથી. આ દ્વિપને સર્પોનો દ્વિપ કહી શકાય છે. અહીં દુનિયાનાં એવાં સાપોનું ઘર છે જેનું નામ છે ગોલ્ડન લાંસહેડ વાઇપર. બ્રાઝીલની સેનાએ દરેક નાગરીકોને આ દ્વિપમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ દ્વિપ સાઓ પાઉલોથી ૨૦ માઇલ દૂર આવેલ છે. અહીં પ્રત્યેક ત્રણ ફુટ દુર એક થી પાંચ સાપ આસાનીથી મળી રહે છે.

અંટાર્ટિકા, દુનિયાનો સૌથી ઠંડો, શુષ્ક અને પ્રચંડ પવનનો મહાદ્વિપ : આ દુનિયાનો સૌથી ઠંડો, શુષ્ક અને પ્રચંડ પવનનો મહાદ્વિપ મનાય છે. આ જગ્યા ૯૬ ટકા બરફથી ઢંકાયેલી છે. સામાન્ય માનવી માટે અહીં રહેવું દુષ્કર બની જાય છે. પરંતુ અહીં સંશોધન માટે આવતાં વૈજ્ઞાાનિકો મહિનાઓ સુધી ટકી જાય છે. અલબત્ત અહીં આવતાં દરેક વૈજ્ઞાાનિકો ઠંડીનો સામનો કરવાની પૂરી તૈયારી સાથે આવતાં હોય છે. આ સ્થળ સૂમસામ જણાય છે. બસ, બરફ સિવાય કશું દેખાતું નથી.

દનાકિલ રેગિસ્તાન, ઇથોપીયા : અહીં એવી ગરમી પડે છે કે, જાણે આગથી ધગધગતી ભઠ્ઠી. દુનિયામાં જ્યાં થોડાં મહિનાનાં આંતરે મોસમ બદલાઈ જાય છે, ત્યારે અહીં આખું વર્ષ ઓછામાં ઓછું તાપમાન ૪૮ ડિગ્રી આસપાસ રહે છે. ક્યારેક તો પારો ૧૪૫ ડિગ્રી સુધી પહોંચે છે. આ કારણે આ સ્થળ ક્રુઅલેસ્ટ પ્લેસ ઓન અર્થ તરીકે ઓળખાય છે. આ કારણથી અહીંના તળાવોનું પાણી હંમેશાં ઉકાળતું રહે છે. નેશનલ જ્યોગ્રાફી એટલે જ આ જગ્યાને પૃથ્વીનું સૌથી ક્રુર સ્થળ કહે છે. અહીં ૬૨૦૦૦ માઇલથી વધારે રેગિસ્તાન છે. એટલે અહીં રહેવું અઘરું છે.

સેંટ્રાલિયા પેંસિલવેનીયા : આ જગ્યાનું રહસ્ય અહીંની જમીન છે. જે બેહદ ગરમ અને ધગધગતી રહે છે. અમેરિકાના પેંસિલવેનીયાની આ જગ્યાને ભૂતિયા ટાઉન કહે છે. ૧૯૬૨ ની સાલથી અહીં આ સ્થિતિ છે. એક સમયે અહીં ૧૪૦૦ની આબાદી હતી પરંતુ ૫૬ વરસ પહેલાં ફાટી નીકળેલ અંડરગ્રાઉન્ડ આગને લીધે આ જગ્યા સાવ ખાલી થઈ ગઈ હતી. અહીં આવનાર લોકો માટે ચેતવણી સૂચક બોર્ડ લગાવી દેવાયું છે. અહીં વૃક્ષો પણ ઉગી શકતાં નથી.

ડેથવેલી, અમેરિકા : અહીં પણ ભયંકર ગરમીનું સામ્રાજ્ય છવાયેલું હોય છે. અહીંનું તાપમાન ૧૩૦ ડિગ્રી સુધી પહોંચી જાય છે. એવાં તાપમાનમાં કોઈ જીવી શકે નહીં. ૧૯૧૩ માં અહીં ૧૧૩૪.૦૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આખાં વરસમાં વરસાદ માત્ર પાંચ સે. મિ. પડે છે. એટલે પાણી હોય નહીં પણ જો મળે તો ખારું હોય.

નોરિસ્ક, રશિયા : આનાથી વિપરીત અહીં કાતીલ ઠંડી પડે છે. અહીનું લગભગ વાર્ષિક તાપમાન – ૫૫ ડિગ્રી હોય છે. આ શહેરમાં વરસમાં બે મહિના અંધારૂ હોય છે. તેથી આર્કિટેક્ટ દ્વારા શહેરનાં મકાનોની ડિઝાઇન એ રીતે બનાવાઇ છે કે ઠંડી હવાથી રક્ષણ મળે. અહીં હવામાં તાંબુ નિકલ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવી ધાતુઓને કારણે શહેર પ્રદુષિત પણ બની ગયેલું છે. ખાણો અને ફેક્ટરીઓ અહીં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

પ્રિપ્યાત, યુક્રેન : દરેકને કદાચ ખબર હશે કે યુક્રેનનાં ચેર્નોબિલમાં ૧૯૮૬ વખતે દુનિયાની સૌથી મોટી પરમાણુ દુર્ઘટના સર્જાઈ હતી. અગાઉ આ જગ્યાએ ૪૯૦૦૦ વ્યક્તિ વસવાટ કરતી હતી એ પછી એવી એવી ઘટનાઓ બની રહી કે, ઘોસ્ટ ટાઉન તરીકે જાણીતું બન્યું. મોટી સંખ્યામાં માણસો દુર્ઘટનાનો શિકાર બની ગયાં હતાં.

પઠાર-તિબેટ : બેહદ ઉંચાઇએ આવેલ તિબેટનાં પઠારનાં એક નવાં અધ્યયનમાં માલુમ પડયું કે ૬૨૦૦૦ સાલ પુર્વે અહીં થોડી ઘણી વસતિ હતી. અહીંની ઉંચાઈ ૧૪૭૬૦ ફુટ છે. ઓક્સિજનની ખુબ ઉણપ વર્તાતી હોઇ રહેવું મૂશ્કેલ છે.

સેંટિનલ દ્વિપ-આંદામાન : ભારતીય નાગરિક ભારતમાં કોઈ પણ જગ્યાએ જઇ શકે છે પરંતુ આ દ્વિપમાં જવાની મનાઈ ફરમાવાઇ છે. કહેવાય છે કે, અહીં ૩૦૦-૪૦૦ ખતરનાક આદિવાસી રહે છે જે દુનિયા સાથે સંપર્ક ધરાવતાં નથી એટલે બહારની વ્યક્તિને આવવાં દેવાતાં નથી. અહીં જો કોઈ ભૂલેચૂકે પ્રવેશ કરે તો જીવતો પાછો આવી શકતો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here