દિવાળી પર લક્ષ્મીજીની કૃપા મેળવવા કરો પાંચ માંથી કોઈપણ એક સરળ ઉપાય, ત્રીજા નંબરનું તો તાત્કાલિક ફળ આપશે

0
453
views

દિવાળીનો તહેવારમાં લક્ષ્મીજીની પૂજા કરવા માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ વર્ષે દિવાળી ૨૭ ઓક્ટોબર ૨૦૧૯ને રવિવારના દિવસે દેશભરમાં ખુબજ ધૂમધામ થી ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે દિવાળીના રાત્રે લક્ષ્મીજી અને ઘણી વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી રામજી ૧૪ વર્ષના વનવાસ કરી અને રાવણનો વધ કરી ત્યારબાદ અયોધ્યામાં પાછા આવ્યા હતા ભગવાન શ્રી રામજીની પાછા આવવાની ખુશીમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે.

દિવાળીની રાત્રે માતા લક્ષ્મીજીની વિશેષ પૂજા કરવાનું વિધાન માનવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે આ દિવસે વિધિ-વિધાનપૂર્વક ધનની દેવી માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે તો તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો આગમન થતું હોય છે. પરંતુ જો તે સિવાય પણ એવા અનેક ઉપાયો છે જે દિવાળીના દિવસે કરવામાં આવે છે. જેનાથી માતા લક્ષ્મીજી તમારાથી પ્રસન્ન થાય છે આજે તમને એવા ઉપાયો જણાવીશું. તેની જાણકારી આપશો કે જે કરવાથી તમારા જીવનમાં દરેક વસ્તુ શુભ થશે અને માતાજી નો આશીર્વાદ તમારી ઉપર બની રહેશે.

દિવાળીના દિવસે કયા કરવા સરળ ઉપાય

જો તમારી ઈચ્છા હોય કે માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ તમારી ઉપર બની રહે તો દિવાળીના દિવસે પીપળાના પાન તોડી અને તેમને ઘરમાં લાવો. પરંતુ તે વાતનું ધ્યાન રાખવું કે પીપળાના પાન કોઈપણ જગ્યાએથી કાપેલા કે ફાટેલા ના હોવા જોઈએ. ત્યારબાદ તે બધા ઉપર ઓમ મહાલક્ષ્મી નમઃ લખીને તેને પૂજા સ્થળ પર રાખી દેવા.

માતા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે દિવાળીની રાત્રે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. દિવાળીની રાત્રે માતા લક્ષ્મીજીની પૂજા કરતા પહેલા લવિંગ અને એલચીનું મિશ્રણ તૈયાર કરી અને તેનાથી દરેક દેવી-દેવતાઓ ને તિલક લગાવવું. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીજીની કૃપા બની રહેશે.

જો દિવાળીના દિવસે તમે કોઈ કિન્નર જોવા મળે તો તેને મિઠાઈ અને પૈસા જરૂરથી આપવા અને તેના બદલામાં કિન્નર જોડેથી એક રૂપિયાનો સિક્કો જરૂરથી લેવો. આ સિક્કાને તમારા ઘરની તિજોરીમાં કે જ્યાં ધન રાખતા હોય તે જગ્યા પર રાખી દેવો. આ ઉપાય કરવાથી નિર્ધનતા દૂર થાય છે અને આ ઉપાય ખૂબ જ કારગર પણ માનવામાં આવે છે.

આ વર્ષની દિવાળી ખૂબ જ શુભ માનવામાં આવે છે. રવિવારના દિવસે દિવાળીનો પર્વ ઉજવવામાં આવશે. જો તમે આ દિવસે સફેદ રંગની વસ્તુઓનું દાન કરો છો. તો તેનાથી માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા દ્રષ્ટિ તમારી પર બની રહેશે. તે ઉપરાંત વડના પાન ઉપર હળદર થી સ્વસ્તિકનું નિશાન બનાવો અને તેને તિજોરીમાં રાખી દેવો તેનાથી ધનમાં વૃદ્ધિ થશે.

જો તમે પણ ધનમાં વૃદ્ધિ કરવા માગતા હોય તો અને જો શુભ પરિણામ મેળવવા માગતા હોય તો દિવાળીની રાત્રે તમારા ઘરમાં શ્રીયંત્રને સ્થાપિત કરવો અને રાતના સમયે કનકધારા સ્ત્રોતનો પાઠ કરવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here