દિવાળી પહેલા Jio ગ્રાહકોને સૌથી મોટો ઝટકો, હવે કોલિંગ કરવા માટે ૬ પૈસા મિનિટના ચુકવવા પડશે

0
180
views

દિવાળી પહેલા Jio એ પોતાના ગ્રાહકોને ઝાટકો આપ્યો છે. ભારતીય ટેલિકોમ કંપની રિલાયન્સ જીયો એ એલાન કર્યું હતું કે હવે જીયો યુઝર્સને નોન જીઓ નેટવર્ક પર કોલિંગ કરવા માટે પૈસા આપવા પડશે. દરેક મિનિટના ૬ પૈસા નક્કી કરવામાં આવેલ છે. કંપનીએ કહ્યું છે કે ૬ પૈસાના બદલામાં જીયો યૂઝર્સને એક્સ્ટ્રા ડેટા મળશે. જેનાથી અન્ય નેટવર્ક પર કોલિંગ એટલે કે તમારી પાસે જીયોનું સિમ છે અને તમે એરટેલ, વોડાફોન અથવા આઇડિયામાં કોલ કરો છો તો તમારે પૈસા આપવા પડશે, જેનો ચાર્જ દરેક મિનિટના ૬ પૈસા રહેશે.

જોકે જીયો થી જીયો અને જીયો થી લેન્ડલાઈન કોલિંગ માટે કોઈ પૈસા આપવાના રહેશે નહીં. કંપનીએ માટે ૪ વાઉચર રજૂ કર્યા છે, જેનાથી જીયો યૂઝર્સે રિચાર્જ કરાવવાનું રહેશે. તમને જણાવી દઈએ કે આ વાઉચર તમારા મહિનાના પ્લાન હોવા છતાં પણ કરાવવાના રહેશે.

રિલાયન્સ જીયો એ કહ્યું હતું કે આ પૈસા Interconnect Usage Charge આ કારણે લગાવવામાં આવી રહ્યા છે, જે ટ્રાયનો નિયમ છે. તમને જણાવી દઈએ કે ૨૦૧૭ માં ટ્રાય દ્વારા IUC ને ઘટાડીને ૧૪ પૈસા માંથી ૬ પૈસા કરી દીધા હતા. રિલાયન્સ જીયો એ એવી પણ દલીલ કરી હતી કે કંપનીએ એરટેલ, આઇડિયા અને વોડાફોનને IUC ચાર્જના રૂપમાં ૧૩,૫૦૦ કરોડ રૂપિયા ચુકવેલ છે.

રિલાયન્સ જીયો એ કહ્યું છે કે જ્યાં સુધી ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાય ઝીરો ટર્મિનેશન ચાર્જની વ્યવસ્થા લાગુ નથી કરતી ત્યાં સુધી નોન જીઓ નેટવર્ક પર કોલિંગ માટે પૈસા ચૂકવવા પડશે. વર્તમાન સમયમાં એ તારીખ ૧ જાન્યુઆરી ૨૦૨૦ સુધીની છે. એટલે કે જીયો ઈચ્છે છે કે IUC ચાર્જને ટ્રાય દ્વારા ખતમ કરવામાં આવે. જો આવું બને છે તો જીઓ ફરીથી યુઝર્સને ફ્રી કોલ સુવિધા આપવાનું શરૂ કરી શકે છે.

આ ચાર ટોપ અપ જેનો ઉપયોગ કરવાનો રહેશે

આ ટોપ-અપ વાઉચર ને રિલાયન્સ જીયો એ IUC Top Up વાઉચરનું નામ આપ્યું છે. પરંતુ તેમાં તમારે કન્ફ્યુઝ થવાનું નથી કારણકે તે સામાન્ય ટોપ-અપ જેવા જ છે.

  • ૧૦ રૂપિયાના ટોપ-અપ માં ૧૨૪ નોન જીયો મિનિટ આપવામાં આવશે અને તેની સાથે 1GB ડેટા ફ્રી મળશે.
  • ૨૦ રૂપિયાના ટોપ-અપ માં ૨૪૯ નોન જીયો મીનીટ આપવામાં આવશે અને તેની સાથે કંપની 2GB ડેટા ફ્રી આપશે.
  • ૫૦ રૂપિયાના ટોપ-અપ ની સાથે તમને ૬૫૬ નવો જીયો મિનિટ આપવામાં આવશે અને તેની સાથે તમને 5GB ડેટા ફ્રી મળશે.
  • ૧૦૦ રૂપિયાના ટોપ-અપ વાઉચરની સાથે તમને ૩૬૨ નોન જીયો મિનિટ મળશે અને તે સિવાય તમને 10GB ડેટા ફ્રી મળશે.

મુખ્ય વાત એ છે કે ટોપ-અપ વાઉચર તમારા મહિનાના પ્લાન સિવાય રિચાર્જ કરવાના રહેશે. ઉદાહરણ તરીકે તમે ૧૪૯ રૂપિયાનો મંથલી પ્લાન વાપરો છો તો તેની સાથે નોન જીયો કોલિંગ માટે આ ૪ ટોપ અપ માંથી કોઈ એક પસંદ કરવાનો રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here