દિવાળી : આવી રીતે કરો માં લક્ષ્મીજી-ગણેશજીની પુજા, જીવનમાં ક્યારેય પૈસા નહીં ખુટે

0
287
views

દિવાળીના દિવસમાં લક્ષ્મી અને ગણેશજીની પૂજા એક સાથે કરવામાં આવે છે. પૂજા કર્યા પછી ઘરને દીવા થી શણગારવામાં આવે છે. દિવાળીના પર્વને હિન્દુઓનો ખૂબ જ ખાસ તહેવાર હોય છે. એવી માન્યતા છે કે આ દિવસે જો સાચા મનથી માં લક્ષ્મી અને ગણેશજી અને કુબેર ભગવાનની પૂજા કરવામાં આવે તો જીવનમાં ધનની કમી નથી રહેતી. દિવાળીના દિવસે કઈ રીતે માતાજીની પૂજા કરવી જોઈએ અને કઇ કઇ વાતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે આજે જણાવીશું.

દિવાળીની પૂજા વિધિ

 • દિવાળીના દિવસે સવારે ઊઠીને ઘરને સારી રીતે સાફ કરવું અને ત્યારબાદ ઘરને ખૂબ જ સુંદર રીતે સજાવવુ.
 • પૂજા ઘરમાં ગંગાજળના છાંટણા કરવા અને પૂજા ઘરમાં લાઈટ અને દીપક રાખવો.
 • પૂજા ઘરમાં રંગોળી બનાવી અને સાંજના સમયમાં લક્ષ્મી અને ગણપતિજીની મૂર્તિ એક સાથે રાખી દેવી.
 • પૂજા ચાલુ થયાના પહેલા ભગવાન ની મીઠાઈ અને ફળ ફૂલ અર્પિત કરવા.
 • ત્યારબાદ એક દિપક કરવો અને માં લક્ષ્મીજી અને ગણેશજીની આરતી કરી આર્થિક કર્યા બાદ માતાજી અને ગણેશ ભગવાનના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવા.
 • માં લક્ષ્મી અને ગણેશજીને ચઢાવવામાં આવેલા ફૂલ લઈ અને લાલ કલરના કપડામાં બાંધી લેવા અને આ વસ્ત્ર અને તિજોરીમાં રાખી દેવો.
 • પૂજા પૂરી થયા પછી ઘરના દરેક રૂમમાં શંખ અને ઘંટડી વગાડવી અને જળના છાંટણા કરવા.
 • પૂરા ઘરમાં દીવા પ્રગટાવવા અને દીવા ઘરની બહાર મુખ્ય દરવાજા પર રાખી દેવા.

આ વાતોનું રાખો ધ્યાન

 • દિવાળીના દિવસે સાવરણી જરૂરથી ખરીદવી અને આ સાવરણીનો ઉપયોગ કરતાં પહેલાં તેની પૂજા કરવી. દિવાળીના દિવસે નવી સાવરણીથી ઘરને સારી રીતે સફાઈ કરવી.
 • દિવાળીના દિવસે સાવરણીનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તેથી આ દિવસે કોઈ પણ મંદિરમાં જઈ અને એક સાવરણી દાન કરવી.
 • અમાસના દિવસે દિવાળી આવે છે. તેથી આ દિવસે પીપળાના ઝાડમાં પાણી જરૂરથી ચઢાવવું અને આવું કરવાથી શનિ દોષ અને કાલસર્પ દોષ માંથી મુક્તિ મળી જાય છે.
 • પૂજાની શરૂઆત ગણેશજી થી કરવી અને ગણેશજીને દૂર્વાની 21 ગાંઠ ચઢાવવી.
 • આ તહેવારના દિવસે માં લક્ષ્મીની સાથે જોડાયેલા મંત્રોનો જાપ જરૂરથી કરવો. માં લક્ષ્મી સિવાય હનુમાનજીની પણ પૂજા કરવી અને હનુમાન ચાલીસા કે સુંદરકાંડના પાઠ પણ કરવા.

 • સાંજે પૂજા કરતા સમયે ઘરના દરવાજા ખુલ્લા રાખવા. કેમકે એવું કહેવામાં આવે છે કે પૂજા કરવાથી માતાજી ઘરમાં પ્રવેશ કરે છે અને જો દરવાજા બંધ હોય તો માતાજી પરત જતાં રહે છે.
 • દિવાળીના દિવસે તમારે ગરીબ લોકોને ફળ અને વસ્ત્રોનું દાન જરૂર કરવું. આવું કરવાથી ઘરમાં હંમેશા બરકત રહે છે અને કોઈ દિવસ ધનની કમી નથી રહેતી.
 • આ દિવસે ભૂલથી પણ ઘરમાં લડાઈના કરવી કે કોઈની સાથે વિવાદ ના કરવો.
 • તમારાથી મોટા લોકોના આશીર્વાદ જરૂરથી લેવા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here