દેશમાં આગલા મહિનાથી શરૂ થશે 5G સર્વિસ, આ કંપનીના ગ્રાહકોને મળશે સૌથી પહેલા 5G સર્વિસ

0
592
views

દેશમાં 5G સર્વિસ માટે ટ્રાયલ આગલા મહિનાથી એટલે કે જુલાઇ મહિનાથી શરૂ કરવામાં આવશે. ટેલીકોમ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યા અનુસાર પર બનેલી એક સમિતિએ ટેલિકોમ કંપનીઓને ટેસ્ટ માટે 5G સ્પેક્ટ્રમ ત્રણ મહિના માટે ઉપલબ્ધ કરાવવાની ભલામણ કરી છે.

સ્પેક્ટ્રમ પરીક્ષણની માત્રા અને અવધિ પર વિચાર કરવાવાળી સમિતિએ શરૂઆતમાં ત્રણ મહિના માટે એરટેલ, વોડાફોન-આઈડિયા અને રિલાયન્સ જીઓ ને 5G સ્પેક્ટ્રમ ઉપલબ્ધ કરવાની ભલામણ કરી છે. આ સમયમર્યાદામાં કંપનીઓ દ્વારા નેટવર્ક સ્થિર કરવા માટે વધારે સમયની જરૂરિયાત પડવા પર એક વર્ષ સુધી વધારવામાં આવી શકે છે.

સૂત્રે જણાવ્યું હતું કે આગલા પંદર દિવસમાં ટેલિકોમ કંપનીઓને 5G સ્પેક્ટ્રમ ફાળવી દેવામાં આવશે અને કંપનીઓ જુલાઇ માં 5G સર્વિસ નું ટ્રાયલ શરૂ કરશે. આગળના થોડા દિવસોમાં બધી કંપનીઓને નેટવર્ક ટ્રાયલ લાઇસન્સ આપવામાં આવશે.

અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર ટ્રાયલ માટે જીઓ સેમસંગ સાથે, એરટેલ નોકિયા સાથે અને વોડાફોન-આઈડિયા એરિક્સન સાથે ભાગીદારી કરી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ દ્વારા હજુ સુધી ચીની કંપની હુવાવે પર કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી કે આ કંપની કોઈપણ ટેલિકોમ સર્વિસ સાથે ટ્રાયલમાં ભાગ લેશે કે નહીં લે.

5G ટ્રાયલ પૂરો થયા બાદ ઓક્ટોબર માસથી હરરાજી કરવામાં આવશે જ્યાં ટેલિકોમ કંપની પોતાના નેટવર્ક ની જરૂરિયાત અને ખામીઓને સુધારવાની કોશિશ કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ટેલિકોમ કંપનીઓ જો ટ્રાયલ શરૂ કરવામાં સમય લગાડે છે તો દેશમાં તેનું પરીક્ષણ જુલાઈ-ઓગસ્ટમાં શરૂ કરવામાં આવી શકે છે. જો 5G ટ્રાયલ પોતાના નક્કી કરેલા સમય પર શરૂ થઇ જાય છે તો સ્પેક્ટ્રમની હરરાજી સપ્ટેમ્બર મહિનાથી શરૂ કરવામાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here