સત્ય ઘટના : દાઝી જવાને લીધે કાપવા પડ્યા યુવતીના હાથ-પગ, યુવતી સાથે સગાઈ કરનાર યુવકે કહ્યું, લગ્ન કરીશ અને જીવનભર સાથ નિભાવીશ

0
3966
views

એવું કહેવામાં આવે છે કે લગ્નના સાત ફેરા બે વ્યક્તિઓને સાત જન્મ સુધી બાંધી દે છે. આ કોઈ ફિલ્મની વાત નથી પરંતુ સાચી વાત છે જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા અને સુખ દુઃખ આવ્યું પરંતુ પતિ-પત્ની એકબીજાનો સાથ આપીને જ પોતાનું જીવન પસાર કરે છે. આજે તમને જણાવીશું તે વાત એકદમ અલગ છે. આવી ચીજવસ્તુઓ ફિલ્મોમાં થાય છે સામાન્ય જીવનમાં નથી થતું.

આગમાં દાઝી જવાના કારણે કાપવા પડ્યા છોકરીના હાથ અને પગ

આ વાત છે હિરલ નામની છોકરી અને ચિરાગ નામના છોકરા ની તેમણે સાબિત કર્યું છે કે પ્રેમ માણસને સારો પણ બનાવી શકે છે. જામનગર જિલ્લાના ડભાણ ગામમાં રહેવાવાળી 18 વર્ષીય હિરલ તનસુખભાઈ વડાગામમાં રહે છે. અને તેની સગાઈ 28 માર્ચે જામનગરમાં રહેવાવાળા ચિરાગ ભાડેશીયા ગજ્જર ની સાથે થઈ હતી. ગરમીના વેકેશનમાં તેમના લગ્નની તારીખ નક્કી થઈ હતી.

પરંતુ ભાગ્ય બીજું કંઈક જ મંજૂર હતું 11 મે હિરલ કપડાં ધોઈને સૂકવવા માટે બારી પાસે ગઈ અને જેવો તેણે હાથ બહાર કાઢ્યો તેઓ ઈટેન્શન તાર પર તેનો હાથ ગયો અને તેનો હાથ ત્યાં જ બળી ગયો. ત્યારબાદ પગમાં પણ કરંટ ઉતરી ગયો અને તે ગંભીર રીતે દાઝી ગઈ. હિરલ ને તાત્કાલિક ધ્યાન નજીકના જી જી હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને ત્યાં તેની સારવાર ચાલુ થઈ પરિવારવાળા ને લાગ્યું કે ડોક્ટરો તેમનાથી કંઇક છુપાવી રહ્યા છે.

વારંવાર પૂછવા પર કહેવામાં આવતું હતું કે રીપોર્ટ સારી છે બધું સારું થઈ જશે. પરંતુ ચાર દિવસ પછી ડોક્ટરે હાથ ઉંચા કરી લીધા અને તેની અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ત્યાં ડોક્ટરે કહ્યું કે હીરલનો ડાબો હાથ અને પગના બંને ઘૂંટણ કાપવા પડશે. જો દુર્ઘટના 48 કલાકની અંદર જ તેને ત્યાં આવતા તો તેની સ્થિતિ સારી હોત.

તેના વિશે મીડિયાવાળાએ હિરલ ના મંગેતર ચિરાગ એ જણાવ્યું કે જ્યારે હીરોના માતા-પિતા ને ખબર પડી કે હિરલ ના હાથ અને બંને પગ કાપવા માં આવશે ત્યારે તેમની ઉપર દુઃખ આવી પડ્યું હતું. હવે મારી દીકરીને જિંદગી ભર કોણ રાખશે? શું તેનો મંગેતર તેનાથી લગ્ન કરશે? હિરલ નું જીવન કેવી રીતે જશે ?

આવા બધા વિચારો તેના માતા-પિતા તે આવતા હતા અને જ્યારે ચિરાગ ને ખબર પડી અને તે હોસ્પિટલ એ આવ્યો ત્યારે તેણે કહ્યું કે હું હિરલ સાથે લગ્ન કરીશ ચિરાગ ના નિર્ણયનું સમર્થન તેના માતા પિતાએ પણ આપ્યો.

હિરલ એ મીડિયાવાળાને જણાવી પોતાની આપવીતી

હિરલ એ જણાવ્યું કે તેને ત્રણ ચાર દિવસ સુધી તે બેહોશ હતી અને જ્યારે હોશમાં આવી ત્યારે મને ખબર પડી કે મારા હાથ અને પગ કાપવામાં આવશે અને હું અંદરથી ભાંગી પડી. અને પરિવાર પાસેથી મૃત્યુ માંગવા લાગી પરંતુ ચિરાગ ના વિચાર જાણી ને મને લાગ્યું કે સાચે દુનિયામાં સારા માણસો છે મને ચિરાગ પર ગર્વ છે. હોસ્પિટલમાં તેણે મને ખૂબ જ સાથ આપ્યો. તેણે ત્યાં જ એક રૂમ ભાડા પર લઇ લીધો જ્યાં તે મારી સેવા કરી શકે. તેના માતા-પિતાએ પણ તેને સાથ આપ્યો એ મારું સૌભાગ્ય છે હિરલ ની આ સ્થિતિ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે અને બધા ચિરાગના આ નિર્ણયને સલામ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here