છુટાછેડાના બદલામાં પત્નીએ પતિ પાસે માંગી ખાસ માંગણી, સાંભળીને કોર્ટમાં થઈ ગયો સન્નાટો

0
917
views

જ્યારે પતિ-પત્ની વચ્ચે એવો પણ બનાવ બને છે જેને વાતચીત દ્વારા ઉકેલી નથી શકાતો. ત્યારે તેને ખતમ કરવા માટે બંને વચ્ચે છૂટાછેડા લેવામાં આવે છે. છૂટાછેડા બાદ પતિ અને પત્ની બંનેના સંબંધો ખતમ થઇ જાય છે અને તેઓ પહેલાની માફક એકબીજાથી અજાણ બની જાય છે. મતલબ કે હવે બંનેનો એકબીજા પર કોઈ હક્ક રહેતો નથી. આ બાબતના દેશભરના ફેમિલી કોર્ટમાં ઘણા છૂટાછેડાના કેસો ચાલી રહ્યા છે, જેમાં એક અનોખો કેસ સામે આવ્યો હતો, જેને જાણીને દરેક વ્યક્તિ અચંબામાં મુકાઈ જાય છે. ફક્ત એટલું જ નહીં, જજ પણ આજ છૂટાછેડાની સ્ટોરીને સાંભળીને આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

મહારાષ્ટ્રના નાંદેડ ફેમિલી કોર્ટમાં એક એવો મામલો સામે આવ્યો હતો, જેમાં છુટાછેડા ના બદલામાં પત્નીએ પતિ પાસે એવી ચીજ માંગી કે ત્યાર બાદ કોર્ટમાં સન્નાટો છવાઇ ગયો હતો. ફક્ત એટલું જ નહીં, કોર્ટે પત્નીની ઈચ્છા પૂરી કરવાનો પણ આદેશ આપ્યો હતો. હકીકતમાં આ કેસમાં પતિ પત્ની છૂટાછેડા લેવા માંગતા હતા, જેના લીધે પત્ની રૂપિયા પૈસા સિવાય એક એવી ચીજ માંગી જેના વિશે કોઈપણ વ્યક્તિએ સપનામાં પણ નહિ વિચાર્યું હોય. જોકે કોર્ટના આદેશ અનુસાર પતિ-પત્નીનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું, પરંતુ પતિ-પત્ની બંને ડોકટર છે.

છુટાછેડાના બદલામાં પત્નીએ માંગી આ ખાસ ચીજ

ફેમિલી કોર્ટમાં છૂટાછેડા લેવામાં આવેલ એક દંપતિ નો મામલો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલ છે. હકીકતમાં પત્નીએ પોતાના પતિ ને છૂટાછેડા આપતાં પહેલા તેની પાસે એક બાળક માંગ્યું હતું. જી હાં, પત્ની કોર્ટમાં કહ્યું કે તે પોતાના પતિ દ્વારા એક વખત ગર્ભવતી થવા માંગે છે. તેની આ માંગણી બાદ કોર્ટમાં સન્નાટો છવાઇ ગયો હતો. તમને જણાવી દઈએ કે આ કપલ પાસે પહેલાથી જ એક બાળક છે, પરંતુ પત્નીની ઇચ્છા છે કે તે છૂટાછેડા પહેલા પ્રેગનેન્ટ થવા માંગે છે, જેના લીધે તેણે આ માંગણી રાખેલ છે.

IVF ટેકનોલોજી થી પૂરી થશે મહિલાની માંગણી

મહિલાને માંગણી સાંભળતા કોર્ટે તેને માં બનવા માટેની મંજૂરી આપી દીધી હતી. જોકે આ વખતે મહિલા IVF દ્વારા પ્રેગનેટ થશે. આ એક એવી પ્રક્રિયા છે, જેના દ્વારા શારીરિક સંબંધ વગર પણ મહિલા પ્રેગ્નેટ થઈ શકે છે. હકીકતમાં આ પ્રક્રિયામાં ફક્ત પુરુષ ના જ શુક્રાણુઓની જરૂર હોય છે, પરંતુ તે ખર્ચાળ પદ્ધતિ છે. એટલા માટે મહિલાને આદેશ આપવામાં આવ્યો હતો કે તેનો ખર્ચો તે જાતે ઉઠાવશે, જેના માટે તે તૈયાર થઈ ગઈ હતી.

બીજા બાળકની તે જાતે રાખશે સંભાળ

મહિલાનું કહેવું છે કે તે પોતાના પહેલા બાળક ને ભાઈ અથવા બહેનનું સુખ આપવા માટે બીજું બાળક ઇચ્છે છે, જે નો ખર્ચો તે પોતાના પતિ પાસેથી નહિ લે, પરંતુ તેનું ભરણપોષણ તે જાતે પોતે કરશે. તમને જણાવી દઈએ કે મહિલાને અધિકાર હોય છે કે તે છૂટાછેડા પહેલા બે બાળકોની માગણી કરી શકે છે, જેને ધ્યાનમાં રાખીને જજ દ્વારા આ ફેસલો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જ બંનેના છુટાછેડા થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here