ચેકિંગ દરમ્યાન મોબાઇલ ફોનથી બનાવી શકો છો વિડિયો, ટ્રાફિક પોલીસે રોકવાનો અધિકાર નથી

0
330
views

1 સપ્ટેમ્બરથી સંશોધિત વહીકલ એક્ટ ના અમલ પછી, ચલણની રકમમાં મોટો વધારો થયો છે. દેશના તમામ શહેરો માં નિયમ તોડવાથી દંડ કરવામાં આવ્યો હોવાનો અહેવાલ સામે આવ્યો છે. ઘણી જગ્યાએ 50 હજાર રૂપિયા સુધીના ચલાન પણ કાપવામાં આવ્યા છે. આ દરમિયાન કેટલાક સ્થળોએ પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. આવી સ્થિતિમાં, વાહન માલિકોને પણ કેટલાક હક હોય છે. આ અંગે એક આરટીઆઈએ થોડી ઘણી માહિતી જાહેર કરી છે.

મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકાય છે

રસ્તા પર કોઈપણ ડ્રાઇવર ચેકિંગ દરમિયાન પોલીસ કર્મચારી સાથેની વાતચીતનો  વિડિઓ રેકોર્ડિંગ કરી શકે છે. આ દરમિયાન કોઈ પણ મોબાઇલ કેમેરાનો ઉપયોગ કરી શકે છે. પોલીસકર્મીને તે ડ્રાઇવરનો ફોન અને કેમેરો વગેરે છીનવી ને તોડવાનો અધિકાર નથી. એક આરટીઆઈના જવાબમાં હરિયાણા પોલીસે આ માહિતી આપી છે. હકીકતમાં ફરિદાબાદના રહેવાસી આરટીઆઈ એક્ટિવિસ્ટ અનુભવ સુખીજાએ ડ્રાઇવરોના હક્ક અંગે હરિયાણા પોલીસમાં આરટીઆઈ નોંધાવી હતી.

આરટીઆઈના જવાબમાં પોલીસે શું કહ્યું?

પોલીસે જણાવ્યું હતું કે જો ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઇવર પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટીફીકેટ વગેરે ન હોય તો, ડ્રાઇવર પોલીસ કર્મચારીને મોબાઈલમાં દસ્તાવેજો બતાવી શકે છે. હોકી, ક્રિકેટ બેટ, વિકેટ વગેરે ડ્રાઇવિંગ કરતી વખતે વાહનમાં રાખવા પર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ ગેરકાયદેસર હથિયાર રાખવા એ શિક્ષાપાત્ર ગુનો છે. પોલીસે વધુમાં જણાવ્યું છે કે ડ્રાઇવર અને ડ્રાઇવરની સાથે બેઠેલી વ્યક્તિએ ડ્રાઇવિંગ કરતી વખતે સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત છે. પરંતુ જો કોઈ સ્ત્રી ગર્ભવતી છે અથવા તેને ઈજા વગેરે છે તો માનવતાના આધારે તેમને સીટ બેલ્ટમાંથી છૂટ આપી શકાય છે.

મારપીટ કરવાનો અધિકાર નથી

પોલીસ કર્મચારી  ઈશારો કરી કોઈ પણ વાહન રોકી શકે. અને ચેકિંગ કરી શકે. જો કોઈ વાહન ચાલકને રોકવાનું કહ્યું હોવા છતાં ડ્રાઇવર પોતાનું વાહન રોકે નહીં, તો તેની સામે યોગ્ય પગલા ભરવાનો તેને અધિકાર છે. પરંતુ પોલીસ કર્મચારી કોઈની સાથે દુર્વ્યવહાર કરી શકે નહીં અને મારપીટ પણ કરી શકે નહીં. આ ઉપરાંત, પોલીસ કર્મચારીને વાહનના પ્રદૂષણના સ્તરના સર્ટીફીકેટ (PUC) તપાસવાનો અધિકાર છે.

બિલ તપાસવાનો અધિકાર

જો કોઈ ડ્રાઇવર વ્યવસાયિક હેતુ થી પોતાના અંગત વાહનમાં કોઈ માલ લઈ જાય છે, તો પોલીસ કર્મચારીને તેનું બિલ તપાસવાનો અધિકાર છે. જો કોઈ ડ્રાઈવર ના કાગળ તપાસવા માટે રોકવામાં આવે છે, તો પોલીસ કર્મચારીને દસ્તાવેજો બતાવવાની જવાબદારી ડ્રાઇવરની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here