ઘરે સ્વાદિષ્ટ અને ચટાકેદાર ચટપટા આલુ બનાવવાની રેસીપી

0
245
views

સામગ્રી

 • ત્રણ થી ચાર નાના બાફેલા બટાકા
 • નાની એક ડુંગળી
 • બે થી ત્રણ લીલી મરચી
 • અડધી ચમચી આમચૂર પાવડર
 • અડધી ચમચી લાલ મરચું
 • અડધી ચમચી ગરમ મસાલો
 • મીઠું સ્વાદ મુજબ
 • તેલ તળવા માટે
 • ચોખાનો લોટ એક નાની વાટકી
 • ઓટ્સ એક વાટકી
 • મેંદાનો લોટ ૩ ચમચી
 • પાણી જરૂરિયાત મુજબ
 • ગાર્નિશ કરવા માટે તાજી સમારેલી કોથમીર અને ચાટ મસાલો તથા સોસ સાથે પીરસવું

રેસિપી બનાવવાની રીત

ચટપટા આલુ ની રેસીપી બનાવવા માટે સૌ પ્રથમ બાફેલા બટાકા ને ખૂબ જ સરખી રીતે છુંદો કરી લેવો. હવે તેમા સમારેલી ડુંગળી, લીલી મરચી, લાલ મરચું, મીઠું, ગરમ મસાલો અને આમચૂર પાવડર નાખીને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લેવું.

હવે તેના અડધા ઇંચ ની સાઈઝ માં એક ડિસ કે ટ્રે મા પાથરી લેવું. હવે તેના નાના ટીકી જેવા ગોળ આકાર પાડી લેવો. બધા ને ગોળાકાર આપી દેવા. હવે ઓટ્સ ને એક ડિશ માં કાઢી લેવા. મેંદા ની પાણી નાખીને ખૂબ જાડી પણ નહીં એવી મીડીયમ સાઈઝ ની પેસ્ટ બનાવી લેવી.  હવે આ બટેટાના મિક્સરને ઓટ્સમાં નાખીને ચારેબાજુ ઓટસને ચોટી જવા દેવા.

હવે આ ઓટ્સ લાગેલા બાફેલા બટેટાના મિશ્રણને મેંદાની પેસ્ટ પણ તેને ચારેબાજુથી તે પેસ્ટ વાળા કરી લેવા. હવે ફરીથી આ મિશ્રણને ઓટ્સમાં નાખી દેવું જેથી સરખી રીતે ઓટ્સ બટાકાના મિશ્રણમાં ચોટી જાય અને ખૂબ જ ક્રિસ્પી નાસ્તો બને.

હવે કડાઈમાં ડીપ ફ્રાઈ કરવા માટે તેલ ગરમ કરો પછી તેમાં ઓટ્સ અને મેંદાના લોટ વાળા મિશ્રણ ને ત્રણથી ચાર મિનિટ સુધી તળો. તૈયાર થયેલા નાસ્તાને સોસ અને ચાટ મસાલો અને કોથમીર નાખીને ગાર્નિશ કરીને ચટપટા આલુ સર્વ કરવા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here