સુરત : કાર અકસ્માતમાં ગુમાવેલા પોતાના પિતાની યાદમાં ૧૭૦ નિરાધાર માતા-પિતાને દરરોજ જમવાનું અને ઈલાજ પુરો પડે છે બે ભાઈઓ

0
1525
views

સુરતના રહેવાસી બે સગા ભાઈઓ ગૌરાંગ અને હિમાંશુ સુખડિયા દરરોજ ૧૭૦ જેટલા અસહાય વૃદ્ધ માતા-પિતાને મફતમાં ભોજન કરાવે છે તથા તેમનો ઇલાજ પણ કરાવે છે, જેઓને કોઈ કારણવશ પોતાના દીકરાઓ સાથે નથી રહેતા અથવા તેમના દીકરાઓએ તેમને છોડી દીધેલ હોય. ખાણી-પીણીની દુકાન ચલાવતા અને પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ નું કામ કરતા ગૌરાંગ અને વૃદ્ધ લોકોને સેવા કરવાનો વિચાર પોતાના પિતાને દુર્ઘટનામાં કોઈ દીધા બાદ આવ્યો હતો.

દુર્ઘટના સમયે કારમાં ગૌરાંગ પણ હતા, પરંતુ તેઓ બચી ગયા. અસહાય માતા-પિતાને જમાડવાનો આ કાર્ય તેઓએ ૨૦૧૬ માં શરૂ કરેલ હતું. પહેલા તેઓ દરરોજ ૪૦ વૃદ્ધ લોકોને જમવાનું પહોંચાડતા હતા અને હવે ૧૭૦ લોકોને પહોંચાડે છે. ગૌરાંગ નું કહેવું છે કે આ માટે તેમણે કોઈની મદદ માંગેલ નથી. ક્યારેક-ક્યારેક લોકો જાતે જ મદદ કરી દે છે. આ કામ માટે દર મહિને ૧ લાખ ૭૦ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે.

હોટલમાં પણ જમવા માટે લઇ જાય છે

ગૌરાંગ નું કહેવું છે કે સંતાન દ્વારા તરછોડવામાં આવેલ માતા પિતા ના દર્દ ને કોઈ ઓછું નથી કરી શકાતું પણ થોડા સમય માટે તેમનું દર્દ વહેંચી જરૂર શકાય છે. ગૌરવ જણાવે છે કે ૨૦૦૮ માં તેઓ પોતાના પિતાની સાથે કારમાં જઈ રહ્યા હતા. કાર નું એક્સિડન્ટ થઇ ગયું. આ દુર્ઘટનામાં તેમના પિતાનું મૃત્યુ થયું, પરંતુ તેઓ બચી ગયા. ત્યારબાદ તેઓને લાગ્યું કે પોતાના પિતા માટે તેઓ કંઈ કરી શક્યા નહીં પરંતુ અન્ય માતા-પિતાઓ માટે તેઓ જરૂર કંઈક કરશે.

દરરોજ અલગ અલગ પ્રકારનું ભોજન મોકલાવે છે

ગૌરવ જણાવે છે કે દરરોજ ૧૭૦ વૃદ્ધ માતા-પિતા ના ઘરે ટિફિન પહોંચાડવામાં આવે છે. તેમના જમવાનું પુરુ ધ્યાન રાખવામાં આવે છે. સુરતના ભાગળ વિસ્તારમાં દરરોજ સવારે છ વાગ્યાથી અલગ-અલગ દિવસના મેનુ પ્રમાણે જમવાનું બનાવવાનું કામ શરૂ કરવામાં આવે છે. જમવાનું બનાવવા માટે માણસો રાખવામાં આવેલ છે. લગભગ ૧૧ વાગે ૪ ઓટો રિક્ષા ના માધ્યમથી જમવાનું બધાને મોકલી આપવામાં આવે છે. આ કામ એક દિવસ માટે પણ છોડી દેવામાં આવતું નથી. સમગ્ર વ્યવસ્થા ની દેખભાળ તેઓ પોતે કરે છે.

ઘણા સંતાનોને શરમ આવી તો પોતાના માતા-પિતા અને સાથે લઈ ગયા

ગૌરાંગભાઈ જણાવ્યું હતું કે જમવાનું આપવાની સાથે તેઓ આ વૃદ્ધ લોકોને અન્ય જરૂરિયાતો નું પણ ધ્યાન રાખે છે. દવાની સાથે તેઓ આંખની તપાસ અને ચશ્મા પણ ઉપલબ્ધ કરાવી આપે છે. સમય મળતાં તેઓ બધાંએ મળીને તેમના હાલ-ચાલ પણ જાણી આવે છે. તેઓ એ પણ જાણવાની કોશિશ કરે છે કે આખરે તેમના સંતાનોએ તેમને શા માટે છોડયા. તેમનું આ કાર્ય જોઈને ઘણા સંતાનોને શરમ આવી અને તેઓ પોતાના માતા-પિતાને સાથે રાખવા માટે તૈયાર થઈ ગયા. ગૌરાંગનું કહેવું છે કે આ તેમની સેવાની સૌથી મોટી સફળતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here