૧૭ હજાર રૂપિયાનો નોકિયાનો આ મોબાઇલ અહિયાં મળી રહ્યો છે ફક્ત ૬૯૯૯/- રૂપિયામાં

0
1505
views

સ્માર્ટફોન નું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. સ્માર્ટફોન અત્યારે માણસનું એક અગત્યનું અંગ બની ગયું છે. સ્માર્ટફોન નિર્માતા કંપનીઓ રોજ નવા નવા મોબાઈલ લોન્ચ કરી રહી છે. નવા ફીચર અને નવી ડિઝાઇન સાથે કંપનીઓ વચ્ચે કિંમતમાં પણ હરીફાઈ ચાલતી હોય છે.

અત્યારે જોવા જઈએ બજેટ સ્માર્ટફોનમાં Mi, Oppo, Vivo અને Honor વચ્ચે કિંમત અને ફીચર માં સારી એવી હરીફાઈ જોવા મળી રહી છે. પરંતુ આ બધા વચ્ચે ફિનલેન્ડ ની કંપની નોકિયા એ બધા ને ચોંકવતા તેના એક મોડેલમાં ધરખમ ઘટાડો કર્યો છે. પરંતુ આ ઘટાડો ફક્ત તમને ફ્લિપકાર્ટ ની વેબસાઇટ પર જ જોવા મળશે. આપણે વાત કરી રહ્યા છીએ નોકિયા 6.1 મોબાઇલની. જી હા, તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મોબાઇલ લોન્ચ થયો ત્યારે તેની કિંમત હતી ૧૭૦૦૦/- હતી. ત્યારબાદ દિવસો જતા તેની કિંમત ઘટી ને ૧૦૫૯૦/- થઈ ગઈ છે.

પરંતુ ફ્લિપકાર્ટ પર આ મોબાઈલ ફક્ત ૬૯૯૯/- રૂપિયામાં મળી રહ્યો છે. જી હા, ૧૭૦૦૦ રૂપિયામાં લોન્ચ થયેલો આ મોબાઈલ તમને ફક્ત ૬૯૯૯ રૂપિયામાં જ મળે છે. ફક્ત આટલું જ નહિ આ મોબાઈલમાં તમને એક્સચેન્જ ઑફર પણ મળી રહી છે. મતલબ કે જો તમારી પાસે કોઈ જુનો મોબાઈલ છે તો તમે તે આ નવા મોબાઈલ સાથે એક્સચેન્જ કરી શકો છો. એક્સચેન્જ માં જો તમારા જુના મોબાઈલના ૫૦૦૦ રૂપિયા મળે છે તો નોકિયા નો આ નવો મોબાઈલ તમને ફક્ત ૨૦૦૦ રૂપિયામાં જ મળશે. નોકિયા જેવી સ્ટાન્ડર્ડ કંપનીનો મોબાઈલ આટલો સસ્તો મળે તો તમારા માટે લોટરી સમાન જ છે.

નવાઈની વાત એ છે કે નોકિયા નો આ મોબાઇલ તમને બીજી કોઈ વેબસાઈટ પર આટલા ભાવમાં નહિ મળે. ફક્ત ને ફક્ત ફ્લિપકાર્ટ પર જ આટલા ભાવમાં મળશે. એટલે બીજી કોઈ જગ્યાએ ટાઈમ બગાડ્યા વગર જલ્દી જ ફ્લિપકાર્ટ પર જઈને અત્યારે જ ઓર્ડર આપી દો. કારણકે આ સ્કીમ ફ્લિપકાર્ટ ક્યારે બંધ કરી દેશે એની કોઈ જાણકારી આપવામાં નથી આવી. આ મોબાઈલ ના સ્પેસિફિકેશનની તમને થોડી માહિતી આપી દઈએ જેથી કરીને તમારે મોબાઈલ લેવો કે નહિ એ તમે નક્કી કરી શકો.

Nokia 6.1 સ્પેસિફિકેશન

Nokia 6.1 માં ૫.૫ ઇંચ ની ફૂલ એચ ડી ડિસ્પ્લે આપવામાં આવી છે. રેમ ની વાત કરીએ તો ૩ જીબી રેમ સાથે ૩૨ જીબી રોમ આપવામાં આવી છે. મેમરી ને વધારવા માટે મેમરી કાર્ડ નું પણ ઓપ્શન આપવામાં આવ્યું છે. કેમેરામાં ૧૬ મેગા પિક્સેલ નો રિયર કેમેરો આપવામાં આવ્યો છે.  સેલ્ફી માટે તેમાં ૮ મેગા પિક્સેલ નો કેમેરો આપવામાં આવ્યો છે. બેટરી ૩૦૦૦ mAh ની આપવામાં આવી છે.

પ્રોસેસર ની વાત કરીએ તો સ્નેપડ્રેગન ૬૩૦ આપવામાં આવ્યું છે. જે આ ભાવમાં ખુબ જ સારું કહી શકાય અને આ મોબાઈલ નો સૌથી મોટો પ્લસ પોઇન્ટ તેનું USB Type C ચાર્જર છે. મતલબ કે ફક્ત આટલા રૂપિયામાં ફાસ્ટ ચાર્જીંગ ની સુવિધા બીજી કોઈ કંપની આપતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here