BSF જવાને ૧૧ લાખનું દહેજ લેવાથી કર્યો ઇનકાર, કહ્યું – “મારા માટે દુલ્હનથી વધારે કિંમતી કઈ નથી”

0
87
views

ભારતમાં એમ તો લગ્ન ખુશીનો તહેવાર હોય છે. પરંતુ અમુક છોકરીવાળા દહેજને લઈને ટેન્શનમાં રહેતા હોય છે. ઇન્ડિયન પેનલ કોડના અનુસાર દહેજ લેવું એક દંડનીય અપરાધ છે અને તેના માટે તમને સાત વર્ષની સજા પણ મળી શકે છે. તે ઉપરાંત આજે પણ ભારતમાં એવી અનેક જગ્યા છે જ્યાં લગ્ન માટે છોકરી વાળાને દહેજ આપવો પડે છે. દહેજ એક એવી પ્રથા કે જેના લીધે અનેક ઘર બરબાદ થઈ ગયા છે.

એક પિતા માટે પહેલાં જ પોતાની છોકરી ના લગ્ન માટે ઘણા પૈસાનો ખર્ચ થતો હોય છે અને તેની ઉપર દહેજની રકમ આપવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે અને ત્યાં જ અમુક છોકરા વાળા છોકરી વાળા પાસેથી વધારે દહેજ લેવા માટે જોર કરે છે. અનેક લગ્નમા તો દહેજની રકમ લીધા વગર કાર્યક્રમ આગળ પણ નથી વધારતા.

આ બધાની વચ્ચે જયપુરમાં રહેતા એક BSF જવાને પોતાના લગ્નમાં ૧૧ લાખ દહેજ લેવા માટે ના પાડ્યું. જીતેન્દ્રસિંહ નામના આ માણસે પોતાના સાસરે માંથી અગિયાર લાખ રૂપિયાનું દહેજ લેવાથી ના પાડી દીધી. તે ઉપરાંત તેણે ફક્ત ૧ નારિયેળ અને શુકન માટે ૧૧ રૂપિયા લીધા. જીતેન્દ્ર આ વાતથી ખુશ છે કારણ કે તેની થવાવાળી પત્ની LLB અને LLM ગ્રેજ્યુએટ છે. તેની સાથે તે PhD ની તૈયારી પણ કરે છે. જ્યારથી તેને તેની પત્નીના એજ્યુકેશન કોલીફીકેશનની વિષે ખબર પડી છે ત્યારથી તેણે નિર્ણય કર્યો છે કે તે લગ્નમાં દહેજ નહીં લે. જીતેન્દ્રનો વિચાર એવો હતો કે તે આ વાત નો ખુલાસો પોતાના લગ્નના દિવસે કરશે.

દુલ્હનના ૫૯ વર્ષીય પિતા એવું વિચારી રહ્યા હતા કે છોકરા વાળા તેમના લગ્નની તૈયારીથી ખુશ નથી અને તેથી તે દહેજ આપીને ખુશ કરવા માંગતા હતા. પિતાની આંખોમાં તે સમયે ખુશીના આંસુ આવી ગયા જ્યારે છોકરાએ ૧૧ લાખનું દહેજ લેવાની ના પાડી દીધી. જીતેન્દ્રનું કહેવું છે કે ચંચલ (દુલ્હન) રાજસ્થાન ન્યાયિક સેવાની તૈયારી કરી રહી છે અને જો તે મેજીસ્ટ્રેટ બની જાય તો તે અમારા પરિવાર માટે પૈસાથી પણ વધુ મૂલ્યવાન ચીજ છે.

સોશિયલ મીડિયા પર BSF જવાની આ વિચારની ખુબ જ પ્રશંસા થઈ રહી છે. દહેજ પ્રથા વાતોમાં સૌથી ખરાબ છે ખાસ કરીને તે લાલજી લોકો જે લગ્ન કર્યા પછી પણ છોકરીના પિયરમાં દહેજ માટે દબાણ કરે છે. તેવામાં છોકરી વાળાને પોતાની છોકરીના લગ્ન એવા લાલચી-લોભી સાથે ક્યારેય ના કરાવવી જોઈએ. જો તમે પણ તમારી દિકરીનો સંબંધ નક્કી કરી રહ્યા હોય તો તેને પૈસાના બદલામાં વેચવી નહીં અને બીજી બાજુ છોકરાઓને પણ જાગૃત થવાની આવશ્યકતા છે.

જો તમારે પૈસા જોઈએ તો તમે સ્વયં તેના માટે મહેનત કરો આ રીતે દહેજ માંગી ને સમાજની આ કુપ્રથાને વધારો ના આપો.  મને વિશ્વાસ છે કે તમને અમારી આ જાણકારી પસંદ આવી હશે જો તમને પસંદ આવી હોય તો કૃપા કરી બીજા સાથે શેર કરો અને તેને જાગૃત જરૂર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here