ભારતીય ટીમ ૬ મહિનામાં ૬ ટીમ વિરૂધ્ધ ૩૬ મેચ રમશે, જાણો પુરો શેડ્યુલ

0
279
views

ભારતીય ટીમ અમેરિકા વિન્ડીઝ પર (India V/s West Indies) સાથે શાનદાર પ્રદર્શન પછી સ્વદેશ આવવા માટે તૈયાર છે. વિન્ડીઝની સામે અપરાજિત રહેલ ભારતીય ટીમ હવે ૧૫ સપ્ટેમ્બરથી દક્ષિણ આફ્રિકા સાથે ઘરેલુ સીરીઝ રમી રહી છે. ભારતીય ટીમ માટે આગળના છ મહિના ખૂબ જ વ્યસ્ત છે. તે સમય દરમિયાન છ ટીમો સાથે ૩૬ મેચ રમશે. તેમાંથી ૨૬ મેચ ભારતમાં રમાશે. બાકીના દસ મેચ વિદેશ પર રમાડવામાં આવશે.

ભારતીય ટીમ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં દક્ષિણ આફ્રિકા સાથે ટી-ટ્વેન્ટી ટેસ્ટ રમશે. આ સીરીઝ દરમિયાન વન-ડે મેચ નહીં હોય. ત્યારબાદ બાંગ્લાદેશની ટીમ ભારત પ્રવાસે આવશે. બાંગ્લાદેશની ટીમ નવેમ્બરમાં ટી-ટ્વેન્ટી મેચ અને બે ટેસ્ટ મેચ રમશે. દક્ષિણ આફ્રિકાની જેમ બાંગ્લાદેશની ટીમ પણ ભારત પ્રવાસમાં વન-ડે મેચ નહીં રમે.

ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ સાથે પણ થશે સીરીઝ

બાંગ્લાદેશની પછી વેસ્ટ ઇન્ડીઝની ટીમ પણ ભારત પ્રવાસે આવશે. તે અહીં ડિસેમ્બરમાં 3 ટી-ટ્વેન્ટી અને ૩ વન-ડે મેચ સીરીઝ રમશે. વેસ્ટ ઈન્ડિઝથી પરત ફરતા ઝિમ્બાબ્વેની ટીમ ભારત આવશે. તે જાન્યુઆરી 2020 માં ભારત સામે ત્રણ ટી-ટ્વેન્ટી મેચ સીરીઝ રમશે. ઝિમ્બાબ્વેની સાથે ઓસ્ટ્રેલિયા ટીમ ભારત પ્રવાસ કરશે. આ એકદમ નાનો પ્રવાસ હશે અને તે જાન્યુઆરીમાં જ 3 વન-ડે મેચ રમીને પોતાના સ્વદેશ જતા રહેશે.

ફેબ્રુઆરી 2020 માં હશે પૂર્ણ સીરીઝ

ભારતીય ટીમ ત્યારબાદ ફેબ્રુઆરી 2020માં ન્યુઝીલેન્ડ પ્રવાસે જશે. ન્યૂઝીલેન્ડ સાથે 2 ટેસ્ટ, 3 વન-ડે અને 5 ટી20 સિરીઝ રમશે. તેવી રીતે આ છ મહિનામાં પહેલી એવી સિરીઝ હશે જેમાં વન-ડે, ટી-ટ્વેન્ટી અને ટેસ્ટ ત્રણેય ફોર્મેટના મેચ રમવામાં આવશે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ થી પાછા આવ્યા પછી માર્ચમાં દક્ષિણ આફ્રિકા સાથે ત્રણ વન-ડે સિરીઝ રમશે.

૩૬ માંથી ૧૭ મેચ ટી-ટ્વેન્ટી હશે

ભારતમાં આગળના ૩૬ મેચો માંથી સૌથી વધુ ટી-ટ્વેન્ટી મેચ હશે. ભારતીય ક્રિકેટ ટીમ આગળના છ મહિનામાં 17 ટી-ટ્વેન્ટી, 12 વનડે અને સાત ટેસ્ટ મેચ રમશે. આવતા વર્ષે ઓસ્ટ્રેલિયા ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ રમાશે. તે કારણથી ભારત આવતા એક વર્ષમાં સૌથી વધુ ટી-ટ્વેન્ટી મેચ રમશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here