ભારતમાં આવી રહી છે દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, સિંગલ ચાર્જમાં ચાલશે ૩૫૧ કી.મી.

0
352
views

જે રીતે દુનિયામાં પ્રદુષણ વધી રહ્યું છે એને જોતા પેટ્રોલ અને ડીઝલ થી ચાલતા વાહનો ચલાવવા યોગ્ય નથી લાગતું. આની સાથે જ ઈંધણની કિંમતમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ જોતાં કાર નિર્માતા કંપનીએ ઇલેક્ટ્રિક કાર બનાવવાનું શરૂ કરી દીધું છે. જોકે લોકોને લાગતું હતું કે ઇલેક્ટ્રિક કાર મોંઘી હોય છે અને તેનો પાવર ઓછો હોય છે. આજે અમે તમને એક એવી ઇલેક્ટ્રિક કાર વિશે વાત કરીશું જેને ખરીદ્યા પછી  જિંદગીભર ધનની બચત થશે અને પર્યાવરણ સચવાઈ રહેશે. ચીનની કાર નિર્માતા કંપની ગ્રેટ વાલ મોટર્સ દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Ora R1 લઈને આવી રહી છે.

પાવર અને માઇલેજ

પાવરની વાત થાય તો Ora R1માં 35 kwh ની બેટરી છે જે ઘણી પાવરફૂલ છે. માઇલેજ ની વાત કરીએ તો કારને એક વખત ફૂલ ચાર્જ કરીને ૩૫૧ કિલોમીટર સુધી ચલાવી શકાય છે. જે લોકો કાર રોજ વધારે ચલાવે છે એમની માટે આ કાર ઘણી સસ્તી સાબિત થઈ શકે છે.

ફિચર્સ

ફિચર્સ ની વાત કરવામાં આવે તો આ ઇલેક્ટ્રિક કારમાં ખાસ ફિચર્સ દેવામાં આવ્યા છે. આ કારનો દેખાવ એટલો શાનદાર આપવાનો આવ્યો છે કે તેને જોતાની સાથે જ લોકોના મનમાં ઉતરી જાય છે. આકારમાં સ્ટીલ ફ્રેમ દેવામાં આવી છે જેના પર સરસ મજાનું કવર અને મોટા રાઉન્ડ હેડલૈમ્પ દેવાયા છે. Ora R1 આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ સિસ્ટમ લગાવી છે. જેના પછી કારમાં બેસનારે ખાલી “Hello, Ora” બોલવાનું રહેશે અને કાર સ્ટાર્ટ થઇ જશે.

કિંમત

કિંમતની વાત કરીએ તો Ora R1 ના એક્સ શોરૂમ કિંમત ૮૬૮૦ ડોલર એટલે કે લગભગ ૬.૦૫ લાખ રૂપિયા છે. જોકે હમણાં આ કાર ખાલી ચીન માર્કેટમાં જ વેચાશે. જે રીતે ભારતમાં ઇલેક્ટ્રીક કારની ખરીદી અને વેચાણ પર ભાર દેવાય રહ્યો છે એને જોતાં ટૂંક સમયમાં જ આ કાર ભારતમાં આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here