રક્ષાબંધન સ્પેશિયલ : ભાઇનો જીવ બચાવવા માટે ડોનેટ કર્યું લીવર, બહેને કહ્યું – મે તેને ખોળામાં જમાડેલ છે, કોઈ કિંમત પર ખોવા નથી માંગતી

0
217
views

જાનવી ગંગા માં નુ એક નામ આ પણ છે. જેવી રીતે મા ગંગા ને જીવનદાયિની કહેવામાં આવે છે કેવી રીતે રાજધાનીની જાનવી એ એક બહેન નો ફરજ સારી રીતે નિભાવી છે. રક્ષાબંધનના એક મહિના પહેલાં જ પોતાના ભાઈને ગીફ્ટ આપી છે. આકૃતિ ઇકો સિટિ નિવાસી જાનવી દુબે કન્સલ્ટિંગ કંપની કેપીએમજી માં કાર્ય કરે છે. તેનું પિયર જબલપુરમાં છે અને તેના ભાઈ જયેન્દ્ર પાઠક ને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યો તેનું લીવર ૯૦ ટકા ફેલ થઇ ગયું હતું અને તેના બચવાની સંભાવના જરાય પણ ન હતી આ વાત ભોપાલના જાનવી અને તેના પતિ પ્રવીણ દુબે અને તેનો પુત્ર પ્રાચીશ ને ખબર પડી ત્યારે બધા ગભરાઈ ગયા.

તેની  બચવાની સંભાવના માત્ર ૧૦ ટકા

ડોક્ટરો સાથે વાત થઈ ત્યારે તેમણે ચર્ચા કરી કે તેને બચવાની સંભાવના માત્ર ૧૦ ટકા છે ત્યારે જાનવીનું સંપુર્ણ ફોકસ માત્ર ૧૦ ટકા પર આવી ગયું. તેણે ડોક્ટરોની કહ્યું કે આ ૧૦ ટકામાં અમે શું કરી શકીએ છીએ? ત્યારે ડોક્ટરોએ કહ્યું કે દર્દીને તાત્કાલિક દિલ્હીની મેંદાંતા હોસ્પિટલમાં લઇ જાઓ અને તાત્કાલિક લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવી લ્યો તેનાથી તેનો જીવ બચી શકે છે.

બહેન બોલી ખોળામાં રમાડેલ છે, પંદર વર્ષ નાનો છે ભાઈ

પ્રવિણે જણાવ્યું કે 14 જુલાઇએ હું જાનવી અને મારો 14 વર્ષીય પુત્ર જબલપુર જવા માટે રવાના થયા. જાનવી પુરા રસ્તામાં એક જ વાત કરી રહી હતી કે મેં મારા ભાઈને મારા ખોળામાં રાખીને ખવડાવ્યો છે તે મારા થી 15 વર્ષ નાનો છે અને તેને કોઈપણ સંજોગોમાં જવા નહી દઉં. હું તેને લીવર આપીશ. અમે જબલપુર પહોચ્યા અને બપોરના સાડા બાર વાગ્યે એમ્બુલન્સ દિલ્હી જવા માટે રવાના થઈ ગઈ. જાનવી પણ પોતાના ભાઈ સાથે દિલ્હી ચાલી ગઈ. તે બહુ જલદી પોતાના ભાઈનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં માંગતી હતી. પ્રવિણે જણાવ્યું કે 15 જુલાઈ જાનવી અને તેના ભાઈ નું ઓપરેશન થવાનું હતું. જબલપુર થી કોઈ ફ્લાઇટ નહોતી તેથી હું મારા પુત્ર સાથે દિલ્હી રવાના થઈ ગયો.

તેના પતિએ પણ આપ્યો સાથ અને કહ્યું જિંદગી બચાવવા માટે જોખમ મંજુર છે

ડોક્ટરની જાનવી ના ઓપરેશનની પ્રક્રિયા ચાલુ કરતા પહેલા મારી સહમતી ની જરૂર હતી. ત્યાંના સિનિયર ડોક્ટરે મને ફોન કર્યો અને મને જણાવ્યું કે આ ઓપરેશનમાં મારી પત્ની નો જીવ પણ જઈ શકે છે. શું તમે આના માટે તૈયાર છો ? મેં કહ્યું હા હું તૈયાર છું. ત્યારબાદ ડોક્ટરે કહ્યું કે આ સર્જરીથી ૧૩ પ્રકારના અલગ જોખમ પણ છે ડોક્ટર મને તેની જાણકારી આપવા લાગ્યા. પરંતુ મેં ના પાડી દીધી અને કહ્યું કે ઈશ્વર પર મને પૂર્ણ વિશ્વાસ છે તમે ઓપરેશન ચાલુ કરી નાખો જાનવી ઓપરેશન પહેલા મને અને મારા પુત્રને મળવા માંગતી હતી. પરંતુ ટ્રેન લેટ હતી. તે માટે જાનવી એ ઓપરેશન થીયેટરમાંથી જ એક ડોક્ટર ના ફોન થી મારી સાથે વાત કરી ઓપરેશન ચાલુ થઈ ગયું હતું હું અને મારો પુત્ર એક કલાક પછી મેદાંત હોસ્પિટલ પહોંચ્યા. તે કલાક સુધી હોસ્પિટલ ને લાંબી માં બેસી રહ્યા. સોમવાર રાત્રે 9:30 વાગે ઓપરેશન પૂર્ણ થયું.

પુત્ર ને પેપર અપાવવા માટે જવું પડ્યું ભોપાલ

દુબે જણાવ્યું કે ઓપરેશન પછી મેં દૂરથી જ જાનવી ને જોઈ. પરંતુ મારા છોકરા ને અંદરના જવા દીધો તે ગભરાયેલો હતો તે મંગળવારે જાનવીને મળ્યો. ગુરુવારે તેનું પેપર હતું તેથી બુધવારે ફ્લાઈટમાં હું તેની સાથે આવી ગયો પેપર પૂરું થયા પછી શનિવારે અમે ફરી દિલ્હી જવા રવાના થઈ ગયા.

હવે ચહેરા પર શાંતિ

પ્રવીણ એ જણાવ્યું કે જયેન્દ્ર હવે હોશમાં આવી ગયો હતો. અને સારી વાત એ હતી કે પરિવારજનોની પણ તે ઓળખતો હતો. જાનવી નું લીવર જયેન્દ્ર ની બોડીમાં કામ કરી રહ્યું હતું. હવે તે સંપૂર્ણ રીતે જોખમથી બહાર હતો. જાનવી ને હજુ પંદર દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ રહેવું પડશે. ત્યારબાદ પણ તેને લાંબા સમય સુધી ડોક્ટરની જરૂર પડશે. એનેસ્થેસિયા ની અસર થોડી ઓછી થવાથી જાળવીને થોડી તકલીફ છે. પરંતુ ભાઈનું જીવન બચાવવા માટે તેના ચહેરા ઉપર શાંતિ છે.

ગર્વ છે મારી પત્ની પર

પ્રવીણ દૂબે જણાવ્યું કે જાનવી સાથે મારા લગ્ન ને સોળ વર્ષ થયા. જ્યારે જાનવી લીવર ડોનેટ કરવાની વાત કરી ત્યારે હું ડરી ગયો હતો પરંતુ મેં નિર્ણય લઈ લીધો હતો કે મારે કોઈ પણ સંજોગોમાં તેનો સાથ આપવો છે. મને ગર્વ છે કે ઉદાર દિલ વાળી મારી પત્ની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here