ભગવાનને હાથ જોડતા સમયે ના કરવી જોઈએ આ ભુલો, નહિતર તમારી પુજા થઈ શકે છે વ્યર્થ

0
409
views

ભગવાનની સામે હાથ જોડવાથી દરેક સમસ્યાનો અંત થઈ જાય છે. આપણો માથું હંમેશા ભગવાનની આગળ જ નમવું જોઇએ. જ્યારે આપણે ભગવાન પાસે કોઈ વિનંતી કરી રહ્યા હોય કે તેમને યાદ કરી રહ્યા હોય તો હાથ જોડીએ છીએ, આ ખૂબ જ જૂની રીત છે. વાસ્તવમાં ઘણા ઓછા લોકો આ વાત જાણે છે કે ભગવાન સામે હાથ જોડતા સમયે અમુક ભૂલો કરવાથી બચવું જોઈએ. જો તમે પણ આ ભુલ કરતા હોય તો ભગવાન નારાજ થઈ શકે છે કે તમારી પૂજા વ્યર્થ જઈ શકે છે તો આજે જણાવીશું કે તમારે શું કરવું અને શું ના કરવું .

પહેલી ભૂલ – હાથની પોઝીશન

ભગવાનને નમન કરતાં સમયે હાથની હથેળીઓ એકબીજાને સારી રીતે ચીપકી હોવી જોઈએ. તેને ઢીલું અથવા બેદરકારીથી ના કરવું જોઈએ. એવું ન લાગવું જોઈએ કે તમે હાથ જોડવામાં આળસ કરી રહ્યા છો કે ભગવાન ઉપર કોઈ અહેસાન કરી રહ્યા છો. તમારા બંને હાથની હથેળી એકબીજાને ઠીક રીતે ચોટલી રહેવી જોઇએ અને સાથે આંગળીઓની પોઝીશન સીધી ઉપરની બાજુએ એટલે કે ૯૦ ડિગ્રી પર રાખવાના બદલે થોડી ભગવાન સામે ઝૂકેલી રાખવી. તે વાતનું પણ ધ્યાન રાખવું કે આંગળીઓ એટલી પણ ના ઝૂકી જાય કે ૯૦ ડિગ્રી પર આડી થઈ જાય.

બીજી ભૂલ – બોડીની પોઝીશન

જ્યારે તમે ભગવાનને હાથ જોડો છો ત્યારે તમારું બોડી સીધું હોવાને બદલે થોડું નીચે ઝુકવું પણ જોઈએ. તેનું કારણ એ છે કે તમે ભગવાનની સામે નમી પોતાને નાના અને તેમને મોટા બતાવો છો અને આદર સન્માન આપો છો. તેથી નમન કરતા સમયે તમારી બોડીનો ઉપરનો ભાગ તેમની બાજુ થોડુંક નમેલો રાખવો. આ ઈશ્વરને નમન કરવાની સાચી રીત છે.

ત્રીજી ભૂલ – કોણી અને ખભા

ભગવાનની સામે હાથ જોડતા સમયે તમારા ખભા લટકેલા હોવા જોઈએ નહીં. મતલબ કે જોવામાં એવું ના લાગવું જોઈએ કે તમને હાથ જોડવામાં કોઈ દિલચસ્પી નથી અથવા પરાણે કરી રહ્યા છો. કોણીની વાત કરીએ તો તેની પાછળની બાજુ વધુ ના નમાવી પરંતુ એક સીધી લાઇનમાં રાખવી. સરળ શબ્દોમાં કહીએ તો તમારા ખભા અને કોણી વધુ ઢીલી કે બેદરકારી વાડી પોઝિશનમાં ના હોવી જોઈએ.

ચોથી ભૂલ – મનના વિચાર

જ્યારે તમે ભગવાનની સામે હાથ જોડો છો ત્યારે મનનું શુદ્ધ હોવું જરૂરી છે. તમારા વિચારો સાફ હોવા જોઈએ. મનમાં કઈ ખરાબ ચાલતું ન હોવું જોઈએ. તેથી જ્યારે તમારું મન શાંત અને શુદ્ધ હોય ત્યારે જ ભગવાનની સામે હાથ જોડવા. ગુસ્સા વાળા મૂડમાં ભગવાનને નમન કરવું નહીં. ભગવાનને પુરા દિલ થી અને સ્વચ્છ મનથી પ્રણામ કરો.

પાંચમી ભૂલ – માથાની પોઝીશન

ભગવાનની સામે તમારું માથું હંમેશા નમેલું હોવું જોઈએ. તેથી તમે જ્યારે તેમને નમન કરો છો ત્યારે તેમની સામે માથાની પોઝિશન પણ સમાવી દેવી. જો માથું ઉપર રાખો છો તો એવું દેખાઈ આવે છે કે તમને ઘમંડ છે અને પોતાને ભગવાન થી વધુ માનો છો તેથી આ ભૂલ ન કરવી.

હવે તમને ભગવાનને સાચી રીતે નમન કરતા આવડી ગયું છે, તો કૃપા કરી આ જાણકારી બીજા સાથે શેર કરવાનું ના ભૂલવું. કારણ કે બીજા લોકો પણ તેનો લાભ લઇ શકે અને ઈશ્વરને સાચી રીતે નમન કરી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here