બિયર પીવાથી થાય છે અઢળક ફાયદાઓ, જાણવા માટે વાંચો અહી

0
1729
views

ચા અને કોફી સિવાય દુનિયામાં ત્રીજી સૌથી લોકપ્રિય વસ્તુ છે બિયર, જેની લોકપ્રિયતા કોઇથી છુપાયેલી નથી. જો કે બિયરને વધુ પડતી પીવી એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી પરંતુ એવું પણ નથી કે તેનાથી ફક્ત નુકશાન જ થાય છે. ઘણા સંશોધનોમાં એવા દાવા કરવામાં આવ્યા છે જે ચોંકાવનારા છે. જો તમે ક્યારેક ક્યારેક બિયારનું સેવન કરો છો અને તે પણ સંતુલિત માત્રામાં તો તેના ફાયદા પણ અનેક છે. તો ચાલો જાણીએ બિયર પીવાના ફાયદાઓ.

બિયર પીવું કે ના પીવું એ તમારી ઈચ્છા પર નિર્ભર છે. પરંતુ અમે અહી એવા કારણો બતાવવા જઈ રહ્યા છીએ કે જો બિયરને સંતુલિત માત્રામાં પીવામાં આવે તો ફાયદા જ ફાયદા છે. એ ખાસ યાદ રાખવું કે અમે તમને બિયર પીવા માટે પ્રેરિત નથી કરતાં. જો તમે બિયર કે કોઈ આલ્કોહોલનું સેવન કરો છો અને તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે તો તેનું સેવન ના કરવું જોઈએ.

બિયરમાં કોલેસ્ટ્રોલ નથી હોતું, પરંતુ તે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને સુધારે છે. સંતુલિત માત્રામાં કરવામાં આવતા બિયરના સેવનથી શરીરમાં ગૂડ અને બેડ કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત કરે છે. બિયર શરીરમાં ગૂડ કોલેસ્ટ્રોલના સ્તરમાં વધારો કરે છે. તાજેતરમાં કરવામાં આવેલી શોધમાં જાણવા મળેલ છે કે એક બિયર પીવાથી ગૂડ કોલેસ્ટ્રોલના સ્તરમાં ચાર ગણો વધારો થાય છે.

બિયરમાં વિટામિન બી ના બધા જ રૂપ ઉચ્ચ સ્તરમાં ઉપલબ્ધ હોય છે. બિયરમાં ફોલિક ઍસિડ હોય છે જે હાર્ટ એટેકથી બચવામાં ખૂબ જ મદદ કરે છે. બિયરમાં ઘુલનશીલ ફાઈબર હોય છે જે તમને રોજિંદા જીવનમાં કામ કરવામાં ઉર્જા પ્રદાન કરે છે. આ સાથે જ એ ફાઈબર આપણાં શરીરમાં જમા થયેલ વધારનો કચરો અને ગંદકીને કાઢી નાખવામાં મદદ કરે છે. આ સાથે તે શરીરમાં મગ્નેશિયમ અને પોટેશિયમના સ્તરને પણ વધારવામાં મદદ કરે છે.

વધારે પ્રમાણમા બિયર પીવું એ નુકશાનકારક છે. ઘણા સંશોધનોમાં એવું જાણવા મળેલ છે કે સંતુલિત માત્રામાં બિયર પીવા વાળા વ્યક્તિ બિલકુલ પણ બિયર ના પીતા વ્યક્તિ કરતાં વધારે લાંબુ જીવન જીવે છે. બિયર સંતુલિત માત્રામાં પીવામાં આવે તો ઘણું જ લાભદાયક છે. તેમાં આલ્કોહોલની માત્રા વ્હીસ્કી કરતાં ઘણી ઓછી હોય છે.

જો તમે કોઈ એવા સ્થાન પણ છો જ્યાં તમને પાણી પીવાની મનાઈ કરવામાં આવી છે તો તમે બિયર પી શકો છો. તે વધારે સુરક્ષિત વિકલ્પ છે. બિયરને ઉકાળીને બનાવવામાં આવે છે, ત્યારબાદ તેને સીલબંધ કરવા સુધીમાં સ્વછતનું પૂરેપુરું ધ્યાન રાખવામા આવે છે. જો તે સ્વચ્છ ના હોત તો તેને કદાચ વેચી શકવું જ અસંભવ હોત. જો બિયર ખરાબ પણ છે તો તેમાં કોઈ જીવલેણ બેક્ટેરિયા હોતા નથી. તો તમે બેફિકર થઈને બિયર પી શકો છો. મતલબ કે ખરાબ માં ખરાબ બિયર પણ પાણી થી વધારે સુરક્ષિત હોય છે.

આ ઉપરાંત બિયરના સંતુલિત સેવન કરવાથી હાર્ટ એટેકનો ખતરો ૨૫% સુધી ઘટી જાય છે. બિયરનો સૌથી કમાલનો ફાયદો એ છે કે તે કેન્સર સાથે લડવામાં પણ મદદ કરે છે. ૨૦૦૩ માં કરવામાં આવેલા એક પ્રયોગમાં એ વાત સામે આવી હતી કે, સંતુલિત માત્રામાં બિયર પીવાથી વજન ઘટે છે અને પેટ પણ બહાર નથી નીકળતું.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here