બહુ ઓછા લોકોના હાથમાં હોય છે આવું નિશાન, જો તમારા હાથમાં છે આવું નિશાન તો નસીબદાર છો તમે

0
2983
views

જ્યોતિષ વિદ્યા એક એવી વિદ્યા છે કે જેનાથી આપણે કોઈપણનું ભવિષ્ય જાણી શકીએ છીએ. હસ્તરેખા જ્યોતિષમાં હથેળી પર રહેલી રેખાઓથી ભવિષ્યવાણી કરવામાં આવે છે. તમે પણ ધ્યાન આપ્યું હશે કે તમારી હથેળી પર ઘણીવાર રેખાઓ એવી હોય છે કે જેને જોઈને તમને વિચાર આવે છે કે આનો શું મતલબ થતો હશે. હાથની રેખાઓથી મનુષ્યનો સ્વભાવ અને ચરિત્ર વિશે જાણકારી મેળવી શકાય છે પરંતુ તે ઉપરાંત તેના ભવિષ્ય વિશે પણ જાણકારી પ્રાપ્ત કરી શકાય છે.

હથેળીમાં જો કોઈ રેખા બીજી રેખાને ક્રોસ કરતી હોય તો તે X નો નિશાન બને છે. હસ્તરેખા શાસ્ત્રનું માનીએ તો તે અલગ અલગ જગ્યા પર અલગ અલગ મતલબ હોય છે. એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિના હાથમાં X નો નિશાન હોય તો તે ખૂબ જ જ્ઞાની, ઘણો મોટો નેતા કે કોઈ મોટું કામ કરવા વાળો વ્યક્તિ હોય છે. એટલું જ નહીં આ લોકોનો વિચારવાની શક્તિ પણ ખૂબ જ વધુ હોય છે. અને હંમેશા તે બીજા માટે પ્રેરણારૂપ બને છે આવા લોકો ની આજુબાજુ એક અલગ પ્રકારની એનર્જી હોય છે જેને હંમેશા બીજાની વચ્ચે સારી જગ્યા મળે છે.

તેમના માં લીડર બનવાના ગુણો હોય છે

જે લોકોની હથેળી પર આ પ્રકાર નું નિશાન હોય છે તે તેમની આજુબાજુ રહેલા લોકોને પ્રેરણા આપવાનું કામ કરે છે. આ લોકો મર્યા પછી પણ વર્ષો વર્ષ સુધી લોકોના દિલમાં જીવતા રહે છે. તે ઉપરાંત સફળતા તેમને ખૂબ જ મળે છે.

તેમની છઠ્ઠી ઈન્દ્રિય તેજ હોય છે

આ લોકોની છઠ્ઠી ઈન્દ્રિય અને અંતર્જ્ઞાન ખૂબ જ તેજ હોય છે. તેમને પહેલાથી જ આવતી સમસ્યાની ખબર પડી જાય છે. તે ઉપરાંત તેમની ચારે બાજુ એક વિશેષ પ્રકારની એનર્જી સાઈકલ બનવા લાગે છે. જેનું અંદાજ એક સામાન્ય વ્યક્તિ નથી લગાવી શકતો.

તેમને જુઠ્ઠા માણસો થી સખત નફરત હોય છે

આવા લોકોની સાથે જો તમે જૂઠું બોલવાનો પ્રયત્ન કરો તો તમે તેની નજર માંથી હંમેશા માટે ઉતરી જાવ છો. હાં, એ તમને માફ જરૂર કરી દેશે પરંતુ તમારી એ ભૂલથી ક્યારેય નહીં ભૂલે. આ લોકો ખૂબ જ નસીબદાર હોય છે અને તેમનો કોઈ કંઈ નથી બગાડી શકતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here