૩.૫ કરોડ લોકોએ જોઈ લીધી છે બાળકને જન્મ આપતી માતાની આ વાઇરલ તસ્વીરો, તમે જોઈ છે કે નહીં?

0
4865
views

માં ને સંસારમાં સૌથી ઉચ્ચો દરજ્જો એટલે કે ભગવાનનો દરજ્જો આપવામાં આવેલ છે. એક બાળક માટે માતા એટલી જ જરૂરી છે જેટલું એક દિવસ માટે આપણે સૂરજની જરૂર હોય છે. તમે ક્યારેય કલ્પના કરી છે કે કોઈ દિવસ સુરજ નાં નીકળી તો શું અંધકારને હટાવી શકાય છે? નહીં ને. તેવી જ રીતે જો માતા નાં હોય તો બાળકનું જીવન અંધકારમય બની જાય છે. આજે અમે તમને આ આર્ટિક્લમાં એક બાળકને જન્મ આપતી માતાની તસ્વીરો બતાવીશુ.

એક માતાએ બાળકને જન્મ આપતા સમયે કેવી તકલીફોનો સામનો કરવો પડે છે, તેમજ કેટલું દર્દ સહન કરવું પડે છે એ તમે જાતે જ જોઈ શકશો. એક ફોટોગ્રાફરને તેના મિત્ર દ્વારા જાણવા મળ્યું કે એક મહિલા પોતાના બાળકને પોતાના ઘરમાં જ જન્મ આપવા માંગે છે અને તેના ફોટોગ્રાફ્સ પોતાની યાદગીરી સ્વરૂપે ઉતારવા માંગે છે. ત્યારે ફોટોગ્રાફર Kathy Rosario એ આ યાદગાર સમયને પોતાના કેમેરામાં ઉતરવાનું નક્કી કર્યું.

ફોટોગ્રાફર નાં જણાવ્યા અનુસાર બાળકને જન્મ આપવાથી વધારે આકર્ષક કઈ જ નથી. તે પણ જ્યારે કોઈ સ્ત્રી પોતાના આવનારા બાળકને ઘરમાં જ જન્મ આપનાર હોય ત્યારે આ પળ વધારે વિશેષ બની જાય છે. ફોટોગ્રાફરે જણાવ્યુ કે તે મહિલા પોતાના બાળકના આગમનની રાહ જોવામાં એકદમ શુધ્ધ અને શાંત હતી. ફોટોગ્રાફરે વધુમાં જણાવ્યુ હતું કે આ પહેલા મે ઘણા બાળકોના ફોટોગ્રાફ્સ કેમેરામાં કંડારેલા હતા પરંતુ ઘરનાં બાથટબમાં બાળકનો જન્મ થતો હોય તેવા ફોટોગ્રાફ્સ મે ક્યારેય મારા કેમેરામાં ઉતારેલ ન હતા.

વિશ્વમાં માતાને સૌથી આશ્ચર્યજનક વ્યક્તિઓમાં ગણવામાં આવે છે. મારા મતે તો આ સૌથી અમુલ્ય ફોટાઓ છે અને માનવ શરીર કેટલું અવિશ્વસનીય હોય શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. ફોટાઓમાં તમે જોઈ શકો છો કે તે મહિલા કેવી રીતે પોતાના ઘરના પાણીના ટબમાં પ્રવેશ કરીને પોતાના સંકોચન દ્વારા શ્વાસ લઈને તૈયાર થઈ રહી છે.

માતા પોતાના બાળકને નવ મહિના સુધી પોતાના ગર્ભમાં રાખે છે અને આ સમયમાં તે અનેક તકલીફોનો સામનો કરે છે. આ સિવાય જન્મ આપતા સમયે પણ અસહ્ય પીડામાંથી પસાર થાય છે. આ મહિલા જન્મ આપતા સમયે પોતાના બાળકને બહાર ખેંચી લે છે અને તેના પ્રથમ શ્વાસ મતે તેને આ દુનિયામાં લાવી દે છે. તે મહિલા જાણ થાય છે કે જન્મેલ બાળક દીકરી છે અને તે પણ પોતાને ત્યાં અગાઉ જન્મેલા બે દિકરાઓ બાદ.

બાળકીના જન્મ બાદ તે મહિલાના ચહેરા પર ખૂબ જ સુંદર ભાવ જોવા મળી રહ્યા હતા. કેમ કે પોતાને ત્યાં બે દિકરા બાદ આજે એક દિકરીનો જન્મ થયો હતો. છેલ્લા ફોટામાં તે મહિલા બાળકને સ્તનપાન કરાવતી નજરે પડે છે. સ્તનપાન એ બાળક માટે શ્રેષ્ઠ છે અને સ્તનપાનને પ્રવાહી સોના તરીકે પણ ઓળખવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here