એટલા માટે જ શાસ્ત્રોમાં કહેવામા આવ્યું છે કે, જેવો ખોરાક તમે ગ્રહણ કરશો તેવો તમારો સ્વભાવ બનશે

0
278
views

માનવ શરીર 3 ગુણોથી બનેલું છે – સાત્વિક, રાજસી અને તામસી. તેના આધાર પર વ્યક્તિના વિચારો અને વર્તનમાં ફેરફાર થાય છે. તમે હંમેશાં લોકોને કહેતા સાંભળ્યા હશે કે માણસ જેવો ખોરાક લે છે, તે પ્રમાણે વર્તે છે. એટલે કે જો તમે માંસ ખાશો તો તમારો સ્વભાવ રાક્ષસ જેવા બનશે. જો તમે દૂધ-દહીં અને ફળ-શાકનું સેવન કરો છો તો તમારું મન અને વિચારો બંને શુદ્ધ રહેશે.

જડતા, ઉંઘ અને આળસનું કારણ છે તમસ

તમસ થી જડતા, ઉંઘ અને આળસ પેદા કરે છે. રાજસ થી બેચેની, ઇચ્છા અને પીડા પેદા થાય છે. જો તમારા મગજમાં સત્વ મજબુત સ્થિતિમાં હોય તો તમારું જીવન આનંદકારક રહે છે અને વર્તન પણ નમ્ર રહે છે. શરીરમાં આ ત્રણ ગુણોમાંથી જેની અસર વધારે હોય છે, વ્યક્તિનું વર્તન એવું બને છે. આ આને સમજવા માટે અમે તમને એક વાર્તા કહીશું.

ઘણા સમય પહેલા એક સાધુ હતા, જે કોઈ પણ રોકટોક વિના બધે જ આવતા-જતા હતા. લોકો સાધુને દરેક જગ્યાએ પ્રેમથી આવકારતા હતા. સાધુ રોજ બપોરના ભોજન માટે રાજાના મહેલમાં જતાં હતા. રાણીએ સાધુને સોનાની થાળી અને વાટકીમાં ભોજન પીરસતી હતી. તે રોજ જમતા અને પરત જતાં રહેતા હતા. એક દિવસ જ્યારે તેમને ખાવાનું આપવામાં આવ્યું, તો જામલી લીધા પછી તેઓ ગ્લાસ અને ચમચી તેઓએ પોતાની પાસે રાખી લીધા.

તેણે આ વિશે કોઈને કહ્યું નહીં કે તેને ગ્લાસ અને ચમચીની જરૂર છે. આ વિશેની જાણ થતાં રાજમહેલના બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તેને આશ્ચર્ય થયું કે આજે સાધુનું શું થયું  કે તેઓએ કહ્યા વગર ગ્લાસ અને ચમચી લઈ લીધા. આજ થી પહેલાં તેણે આવુ  કદી કર્યું ન હતું. 3 દિવસ પછી તેઓ પાછાઆવ્યા અને બધુ પાછું આપી દીધું. લોકો આ જોઈને વધુ આશ્ચર્યચકિત થયા.

રાજાએ તે દિવસે કેટલાક બુદ્ધિમાન લોકોને મહેલમાં બોલાવ્યા અને સાધુની વર્તણૂકની સમીક્ષા કરવા કહ્યું. બુદ્ધિમાન લોકોએ જાણ્યું કે તે દિવસે સાધુને  ભોજનમાં શું પીરસવામાં આવ્યું. તેમને ખબર પડે છે કે તે દિવસે સાધુને જે ભોજન પીરસેલું હતું તે ચોર અને ડાકુઓ  પાસેથી ઝડપાયેલા અનાજ માંથી રાંધવામાં આવ્યું હતું. આ કારણ હતું કે તે દિવસ સાધુએ ચોરી કરી હતી. આનો અર્થ એ છે કે મન તેવી જ રીતે કાર્ય કરે છે જેવું તે વ્યક્તિ ભોજન કરે છે. તેથી હંમેશાં સાત્વિક ખોરાક લેવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here