આ રાશિના લોકોને આવે છે ખુબ જ ગુસ્સો, નંબર ૪ થી તો બચીને જ રહેવું

0
3176
views

કઈ રાશિના લોકોનો સ્વભાવ કેવો હોય છે અને તેમની પસંદગી અને અણગમા વિશે આપણે જાણતા હોઈએ છીએ. પરંતુ આજે તમને એ જણાવીશું કે કઈ રાશિના લોકોને સૌથી વધુ ગુસ્સો આવે છે. અહીં વાત ગુસ્સાની થઈ રહી છે તો તમે વિચારતા હશો કે ગુસ્સો તો દરેકની આવતો હોય છે તેમાં રાશિનું શું કનેક્શન? તો વધુ વિચારવું નહીં, આના પાછળનું કારણ પણ આજે તમને જણાવીશું.

તમે હંમેશાં જોયું હશે કે ઘણા લોકોને નાની-નાની વાતો પર ગુસ્સો આવી જાય છે અને ઘણા માણસો મોટી મોટી વાતો પર પણ ગુસ્સો નથી કરતા. તેની પર એક રિસર્ચ થયું અને ત્યારે ખબર પડી કે ગુસ્સો આવવો માત્ર વાતો અને ભૂલો પર જ નહીં. પરંતુ વ્યક્તિની ઉંમર સંસ્કૃતિ અને તેના જેન્ડર પર નિર્ભર હોય છે અને ત્યાં જ જ્યોતિષ અનુસાર ગુસ્સો આવવો રાશિઓ પર પણ નિર્ભર હોય છે. અમુક રાશિ એવી છે જેને ગુસ્સો ખૂબ જ જલ્દી આવી જાય છે અને ત્યાં જ અમુક રાશિ એવી પણ છે કે જેને ગુસ્સો ઓછો આવે છે તો આજે તમને જણાવીશું કે એવી કઈ રાશિ છે કે જેને ખૂબ જ વધુ ગુસ્સો આવે છે.

મકર રાશિ

મકર રાશિવાળા લોકો ખૂબ જ ક્રિએટિવ અને બુદ્ધિમાન હોય છે. પરંતુ તેમને ગુસ્સો નાક ઉપર હોય છે. જેના લીધે તે પોતાના કરિયર અને અન્ય ચીજ વસ્તુઓમાં પોતાનું જ નુકસાન કરી નાખે છે. એટલું જ નહીં તેમને ગુસ્સો આવે છે, ત્યારે તે કંઇ પણ બોલી નાખે છે. તેમનો ગુસ્સો અપશબ્દના રૂપમાં સામે આવે છે. તેમનો સ્વભાવ એવો હોય છે કે તે એ જ કામ કરે છે જે તેમને કરવું પસંદ હોય છે. તેનાથી બીજાને શું ફરક પડે છે તે વાતથી તેમને કોઈ ફરક નથી પડતો. એવું પણ હોય છે કે જ્યારે તે ગુસ્સામાં હોય છે ત્યારે તેમનો ગુસ્સો બીજા ઉપર નીકળતા હોય છે. અને એવું પણ બોલે છે કે જેનાથી સામે વાળો રડવા લાગે છે. જો તમે પણ મકર રાશિવાળાની સાથે હોય તો અને જો તેને ગુસ્સો આવતો હોય તો સારી વાત એ છે કે તે સમય તેનાથી દૂર જતું રહેવું.

મીન રાશિ

સામાન્ય રીતે આ રાશિવાળા લોકો ખૂબ જ મળતિયા હોય છે પરંતુ જ્યારે વાત ગુસ્સાની આવે તો ગુસ્સો તેમને ખૂબ જ આવતો હોય છે. તમને ખબર પણ નહીં હોય કે કઈ વાત તેને ખોટી લાગી છે અને તે તરત જ ગુસ્સે થઈ જાય છે. આ માણસોને કોઈ પણ વાત પર ગુસ્સો જલ્દી આવી જાય છે અને તે વાતની આપણે અંદાજો પણ નથી લગાવી શકતા. અમુક મોટી મોટી વાતો પર આ લોકો શાંત રહે છે અને ઘણીવાર નાની-નાની વાતો પર પણ તેમને ગુસ્સો આસમાન સુધી પહોંચી જાય છે.

મેષ રાશિ

તમને જણાવી દઈએ તો મેષ રાશિવાળા લોકોને એકદમ નાની વાત પર પણ તે ભડકી જાય છે અને જો તેમના મન સાબિત કોઈ વસ્તુ ના થાય તો તેમને ખૂબ જ ગુસ્સો આવે છે. તે ગુસ્સો આસમાન સુધી પહોંચી જાય છે. જ્યારે તેમને ગુસ્સો આવે છે ત્યારે તે કોઈની વાત નથી સાંભળતા અને કોઈ સમજતા પણ નથી. ગુસ્સામાંથી કંઈપણ કરી શકે છે અને તેમની એ વાતની જાણ પણ નથી રહેતી કે તેમના દ્વારા ગુસ્સામાં કરેલા કાર્યનું પરિણામ શું આવશે. આ તેમની સૌથી મોટી કમજોરી પણ છે. જેનું પરિણામ તેમની ભોગવવું પડે છે અને વાત એ પણ છે કે તેમની પોતાનો ગુસ્સો કંટ્રોલ કરતા પણ આવડે છે. પરંતુ જ્યારે વાત ઈમેજની આવે છે ત્યારે તે કંઈપણ વિચારતા કે સમજતા નથી.

વૃષભ રાશી

વૃષભ રાશિવાળા લોકો ખુબ જ જિદ્દી સ્વભાવના હોય છે. આ લોકો તે જ કરે છે જે એમના મનમાં હોય છે. આ રાશિવાળા લોકોને કોઈ પણ પોતાની વાતમાં નથી સમજાવી શકતા કેમકે આ લોકો કોઈની વાતોમાં નથી આવતા. જો કોઈ જગ્યાએ એવું થઈ રહ્યું હોય કે જે તેમને જરાય પસંદ ના હોય તો તે પોતાની વાત બધાની સામે કહી નાખે છે. કારણ કે તે પોતાના હિસાબથી દરેક કામ કરે છે અને તેના લીધે તેમને તેના પાર્ટનર સાથે નથી બનતું. જો તમારે કોઈ મિત્ર કે રિશ્તેદાર વૃષભ રાશિનો હોય તો ધ્યાન રાખો કે તેની સાથે કોઈ પણ પ્રકારની દલીલમાં ના પડવું. જો તે ગુસ્સામાં હોય તો તેનાથી દૂર જતું રહેવું. તેમનામાં એક સારી વાત પણ છે કે તે જેટલા જલ્દી ગુસ્સે થઈ જાય છે એટલા જલદી શાંત પણ થઈ જાય છે.

મિથુન રાશિ

તમને જણાવી દઈએ તો મિથુન રાશિવાળા લોકો ખૂબ જ ઓછું બોલે છે તેમને વધુ બોલવું પસંદ નથી. મિથુન રાશિવાળા લોકોને ગુસ્સો ખૂબ જ જલદી આવે છે અને જ્યારે તેમને ગુસ્સો આવે ત્યારે તેમનો ગુસ્સો જ્વાળામુખી જેવો હોય છે. આ લોકો વારંવાર ગુસ્સો કરતા નથી તે એક જ વખત પોતાનો ગુસ્સો બધાને બતાવી નાખે છે અને જેનાથી દરેક કોઈ હક્કા-બક્કા રહી જાય છે. હંમેશાં ઓછું બોલવાવાળા મિથુન રાશિના લોકોને જ્યારે ગુસ્સો આવે છે ત્યારે તેઓ મોટા મોટા અવાજે બૂમો પાડીને પોતાનો ગુસ્સો બહાર કાઢી નાખે છે. તેની સાથે તેમની ખરાબ આદત એ પણ હોય છે કે આ લોકો ક્યારેય પોતાની ભૂલ નથી સ્વીકારતા. ખોટા હોવા પર પણ તે પોતાની જાતને સાચા સાબિત કરવામાં લાગી જાય છે અને તે બૂમો પાડીને બીજાને ચૂપ કરાવી નાખે છે. પોતાની વાત સાચી સાબિત કરાવી તેમની આદત હોય છે. તેમનો ગુસ્સો એ લેવલ પર હોય છે કે તે ફિઝિકલ થઈ જાય છે.

સિંહ રાશી

સિંહનું નામ સાંભળીને મગજમાં જે તસવીર બને છે તેવા જ હોય છે સિંહ રાશિવાળા લોકો. આ રાશિવાળા લોકોને જ્યારે ગુસ્સો આવે છે ત્યારે તે પોતાની દરેક હદ પાર કરી નાખે છે અને ગુસ્સાના સમયે તે વ્યક્તિ ઉપર કોઈ કંટ્રોલ નથી કરી શકતું. પરંતુ આ રાશિવાળા લોકોને સારી વાત એ છે કે આ લોકોને ગુસ્સો હંમેશા સાચી વાત ઉપર આવે છે. આ લોકો સામાન્ય વાત પર ગુસ્સો નથી કરતા. ખોટાને ખોટું સાબિત કરવા માટે તેઓ રૌદ્ર રૂપ ધારણ કરી નાખે છે “આત્મવિશ્વાસ સફળતાની કુંજી છે” આ વાત બધાએ સાંભળી હશે, પરંતુ આ બાબત તેમની ખૂબી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here