અરેંજ મેરેજ અથવા લવ મેરેજ? શેમાં કપલ રહે છે સૌથી વધારે સુખી? જાણો હકીકત

0
963
views

ભારતમાં લગ્ન સામાન્ય રીતે બે પ્રકારે થાય છે. પહેલું માતા-પિતાની ઇચ્છાથી એક જ જ્ઞાતિમાં અથવા ધર્મમાં થતાં લગ્ન, જેને આપણે અરેન્જ મેરેજ પણ કહીએ છીએ. પછી આવે છે બીજા પ્રકારના લગ્ન જેમાં યુવક અને યુવતી પોતાના માટે જીવનસાથી સ્વયમ પસંદ કરે છે. આ જીવનસાથી તેમનો મિત્ર અથવા પ્રેમી હોઈ શકે છે. આ પ્રકારના લગ્નને લવમેરેજ કહેવામાં આવે છે. હવે એવામાં દરેકના મગજમાં એ સવાલ ઉભો થાય છે કે આ બન્નેમાંથી સૌથી બેસ્ટ લગ્ન કયા છે? અથવા તો એવું કહી શકાય કે લગ્ન બાદ ક્યુ કપલ સૌથી વધારે સુખી રહેતું હશે? આજે અમે એ બાબતમાં વિસ્તારથી ચર્ચા કરીશું.

અરેંજ મેરેજ

ઘણા લોકોને ગેરસમજ હોય છે કે અરેન્જ મેરેજ બાદ કપલ ની વચ્ચે પ્રેમ રહેતો નથી અથવા તેમનું લગ્નજીવન લાંબો સમય સુધી ટકતું નથી. અમુક લોકો એવું પણ કહે છે કે અરેંજ મેરેજમાં વ્યક્તિ સુખી નથી રહેતો. જોકે આ વાત ત્યારે જ લાગુ પડે છે જ્યારે અરેન્જ મેરેજ યુવક અને યુવતીની મરજી વિરુદ્ધ થયા હોય. મતલબ કે તને ભલે પોતાની જ્ઞાતિ અથવા ધર્મમાં લગ્ન કરાવો, પરંતુ તેમાં કોઇ યુવક અથવા યુવતી સાથે લગ્ન કરવાના છે તો તે તેમના માટે યોગ્ય છે કે નહીં તેનો નિર્ણય તમારા સંતાનને જ કરવા દો. મોટાભાગના અરેંજ મેરેજમાં સમસ્યા હોય છે કે માતા-પિતા પોતાના બાળકોની પસંદ અથવા નાપસંદ પર ધ્યાન નથી આપતા, તેમને કોઇ વિશેષ વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે ફોર્સ કરવામાં આવે છે.

એવું પણ બને છે કે અરેન્જ મેરેજ માં સમાજની જૂની રૂઢિઓને કારણે યુવક અને યુવતીને અરસ પરસ થોડા દિવસો સુધી વાતચીત કરવા અને જાણવાનો સમય આપવામાં આવતો નથી. તેવામાં લગ્ન બાદ બંને માટે એડજસ્ટ કરવું મુશ્કેલ બની જાય છે. જેથી જો તમે ઈચ્છો છો કે અરેન્જ મેરેજ માં તમારો દીકરો અથવા દીકરી સુખી રહેતો તેને પોતાના ભાવી જીવનસાથી ને જાણવાનો સમય આપો. લગ્નની તારીખ નક્કી કરતા પહેલા બંનેની થોડો સમય સાથે વિતાવવા દો. જો તેઓ એકબીજાને આ સમય દરમિયાન પસંદ કરે છે તો જ તેમના લગ્ન કરાવો, પછી તેઓ સુખી રહેશે.

લવ મેરેજ

લવ મેરેજ ને લઈને પણ લોકોમાં ખોટી ધારણાઓ રહે છે કે અમે પોતાની પસંદગીની યુવક અથવા યુવતી સાથે લગ્ન કરી રહ્યા છીએ તો ખુશ રહીશું, એવું નથી. લગ્ન જીવન ફક્ત પ્રેમથી જ નથી ચાલતું. તેમાં પરિવાર અને જવાબદારીઓ, આ બધું જ સામેલ હોય છે. હવે લવ મેરેજ માં જો તમારા ઘર પરિવારના લોકો કોઈપણ રીતે માની જાય છે તો તમારા લગ્નમાં ખુશીથી સામેલ થાય છે, તો એ બાબતમાં વધારે શક્યતાઓ રહેલી છે કે તમે સુખી રહેશો.

પરંતુ જો તમારા ઘરના લોકો માનતા નથી અને તેમની મરજી વિરુદ્ધ તમે લગ્ન કરી લો છો તો કદાચ આગળ જઈને તમે એટલા ખુશ ન રહી શકો. તમને હંમેશા જીવન અધૂરું લાગશે. ઘણી વખત લવ મેરેજમાં પણ લોકોને યોગ્ય પાર્ટનર પસંદ કરવામાં ભૂલ થઈ જાય છે. કારણ કે ફોનમાં વાતચીત કરવી અને ઘરમાં એક જ છત નીચે રહેવું આ બંનેમાં ખૂબ જ અંતર છે.

તો આ બંને પ્રકારના લગ્ન પર ચર્ચા કર્યા બાદ આપણે કહી શકીએ છીએ કે લવ મેરેજ અને અરેન્જ મેરેજ આ બંનેમાં સુખી રહી શકાય છે. પરંતુ શરત એ છે કે તેમાં ઘરના બધા જ સભ્યો ખુશીથી સામેલ થાય. એ સિવાય તમે જે પાર્ટનરને પસંદ કરો છો તે તમારી આવડત અને લઈને કેટલું એડજસ્ટ કરી શકે છે તે મહત્વની ભૂમિકા નિભાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here