અરે વાહ ! અહિયાં મળશે કચરાનાં બદલામાં ભરપેટ ભોજન, જાણો કેવી રીતે

0
114
views

દુનિયાભરમાં કોઇપણ રૂપે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. સરકાર અને અન્ય ગીર સરકારી સંસ્થાઓ દ્વારા ઘણી વખત તેમના પર નિયંત્રણ લગાવવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલું ઉઠાવવામાં આવેલ છે. તેમ છતાં પણ કોઇને કોઇ રીતે તેને ઉપયોગમાં લાવવામાં આવે છે. જેના લીધે આપણી પ્રકૃતિ માટે પ્લાસ્ટિક સૌથી મોટો ખતરો બની ચુકેલ છે. તેવામાં તેના ઉપયોગને લઈને ઘણાં પગલાં આવી રહેલ છે. જેને લઇને છત્તીસગઢમાં એક ખુબ જ સરસ પહેલ કરવામાં આવેલ છે.

શું છે એ પહેલ

હકીકતમાં છત્તીસગઢમાં Garbage Cafe દેશનો પહેલો એવો કેફે છે જ્યાં પ્લાસ્ટિક એટલે કે કચરો આપવા પર ભરપેટ ભોજન આપવામાં આવે છે. હા આ વાત બિલકુલ સાચી છે. અહીંયા નગર નિગમ દ્વારા ગરીબ અને જે લોકો બેઘર છે તેઓને પ્લાસ્ટિકના કચરાના બદલામાં આ કેફેમાં જમવાનું આપવામાં આવે છે.

અહીંયા એક કીલો પ્લાસ્ટીક ના બદલામાં તમે ભરપેટ ભોજન જમી શકો છો. વળી 500 ગ્રામ પ્લાસ્ટિકના બદલામાં અહીંયા બ્રેકફાસ્ટ કરી શકો છો. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ કેફે શહેરના મુખ્ય બસ સ્ટેશન પર હશે. સાથોસાથ બજેટમાં આ ગાર્બેજ સ્કીમ માટે પાંચ લાખ રૂપિયા પણ આપવામાં આવેલ છે.

કચરા માંથી બનાવવામાં આવશે સડક

જ્યાં આવી પહેલ ને કારણે નગર નિગમ ગરીબ અને બેઘર લોકોને મફતમાં જમવાનું આપી રહ્યા છે, ત્યાં પ્લાસ્ટિક લોકોને મફતમાં શરણ આપવાની યોજના પણ છે. ફક્ત આટલું જ નહીં પરંતુ એ સિવાય અહીંયા સડક બનાવવાનો પણ પ્લાન છે. આ પ્લાસ્ટિકમાંથી છત્તીસગઢના અમ્બીકાપુર શહેરમાં સડક બનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઇન્દોર બાદ અમ્બીકાપુર સફાઇના મામલામાં બીજા નંબર પર પસંદ કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here