અંગુઠામાં ચાંદીની વીંટી ધારણ કરવાથી બદલાઇ જાય છે કિસ્મત, થઈ જાય છે શુક્ર ગ્રહ મજબૂત

0
1152
views

કુંડળીમાં શુક્ર ગ્રહ મજબુત ના હોય તેનો અશુભ પ્રભાવ તમારા જીવન પર પડે છે અને તમારા કોઈ પણ કાર્ય સફળ નથી થઈ શકતા. શુક્ર ગ્રહના મજબૂત ના હોવા પર તમને ધન હાનિ, ત્વચામાં વિકાર, ગુપ્તરોગ, પારિવારિક જીવનમાં પરેશાની, જીવનસાથી સાથે સંબંધ બગાડવા જેવી સમસ્યા થવા લાગે છે. તેથી જે લોકોની કુંડળીમાં આ ગ્રહ કમજોર કે પછી અશુભ હોય તે આ ગ્રહને મજબૂત કરવાનો ઉપાય કરે.

શુક્ર ગ્રહ મજબૂત હોવા પર મળે છે સુંદરતા

જે લોકોની કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત હોય છે તેમને અપાર સુંદરતા મળે છે અને જીવનમાં દરેક પ્રકારની સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે. શુક્ર ગ્રહ ને મજબૂત થવા પર એક સુખદાયક જીવન જીવવા લાગો છો. તેથી તમે તમારા ગ્રહ ને મજબુત કરવા નીચે બતાવવામાં આવેલા ઉપાયોને જરૂર અજમાવો.

ચાંદી અને પ્લેટિનમની વીંટી ધારણ કરો

શુક્રનો સબંધ આપણા હાથના અંગૂઠા સાથે હોય છે અને આ ગ્રહ ને મજબૂત કરવા માટે તમે તમારા અંગૂઠામાં વીંટી ધારણ કરો. વીંટી ધારણ કરવાથી શુક્રનો પ્રભાવ થવા લાગે છે. જ્યોતિષના અનુસાર જે વ્યક્તિ નો શુક્ર ગ્રહ કમજોર હોય છે તે લોકો ચાંદી કે પછી પ્લેટિનમની વીંટી ધારણ કરે. આ ધાતુના છલ્લાને ધારણ કરવાથી શુક્રનો પ્રભાવ તમારા જીવન માં સારો થવા લાગે છે અને આ ગ્રહ મજબુત થઇ જાય છે. ચાંદી કે પ્લેટિનમની ધાતુની વીંટી ધારણ કરવાથી સકારાત્મક ઉર્જા પણ વધી જાય છે. આ બંને ધાતુની વીંટી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જોકે તેને સારા સમય અને સાચી રીતથી ધારણ કરવા પર જ તમને તેનું ફળ મળે છે.

કેવી રીતે વીંટી ધારણ કરવી

ચાંદી કે પ્લેટિનમની ધાતુની વીંટી ધારણ કરવાનો સૌથી ઉત્તમ દિવસ શુક્રવારનો હોય છે. તેથી તમે ગુરુવારની સાંજે કાચા દૂધમાં ગંગાજળ ભેળવી દો અને પછી આ મિશ્રણ ની અંદર વીંટી નાખી દો. આખી રાત વીંટીને આ મિશ્રણમાં રહેવા દ્યો અને શુક્રવારની સવારે ઊઠીને સ્નાન કરી લો અને વીંટીને સાફ પાણીમાં ધોઈ લ્યો. પૂજાઘરમાં વીંટીને રાખી દો અને પૂજાપાઠ કરો. પૂજા-પાઠ કર્યા પછી વીંટીને તમે ધારણ કરી લો. તમે આ વીંટીને સૂર્યોદયથી લઈને સવારે આઠ વાગ્યાની વચ્ચે જ ધારણ કરો.

સફેદ વસ્તુઓનું કરો સેવન

સફેદ રંગને શુક્રથી જોડાયેલો માનવામાં આવે છે અને આ રંગની વસ્તુઓ ને જીવનમાં સામેલ કરવાથી શુક્ર મજબૂત થાય છે. તેથી તમે સફેદ રંગની વસ્તુઓ જેમ કે સાબુદાણા, દૂધ, ખીર અને દહીંને ખાવાનું શરૂ કરી દયો. આ ઉપાય કરતાં જ તમારા શુક્ર મજબૂત થવા લાગશે.

મીઠાનું દાન કરો

સફેદ મીઠું ને દાન કરવાથી પણ શુક્ર ગ્રહની નો સારો પ્રભાવ તમારા જીવનમાં પડવા લાગે છે. તેથી મહિનામાં એક વખત શુક્રવારના દિવસે ગરીબ લોકોમાં સફેદ રંગના દાન કરો. મીઠા સિવાય તમે સફેદ રંગના કપડાં પણ દાન કરી શકો છો.

Related image

એલચી વાળા પાણીથી સ્નાન કરો

શુક્રવારના દિવસે તમે એલચી ના પાણી થી સ્નાન કરો. એલચીના પાણીથી સ્નાન કરવા માટે તમે થોડા પાણીમાં કેટલીક એલચીને ઉકાળી લો અને પછી આ પાણીને તમે નાહવાના પાણીમાં ભેળવી દો. આ પાણીમાં તમે સ્નાન કરી લો અને સ્નાન કરતા સમયે તમે “ॐ द्रां द्रीं द्रौं सः शुक्राय नमः। મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી પણ શુક્ર ગ્રહ તમારી કુંડળીમાં બળવાન થઈ જશે અને તમને કોઈ પણ રીતની પરેશાની નહીં થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here